કામ કરતી યુવતીઓ સાથે મહેનતાણા માટે કરાઈ તમામ હદ પાર- માનવતા થઇ શર્મસાર

Share post

થોડાં સમયથી દીકરીઓ સાથે બની રહેલ દુષ્કર્મોની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે.એવા સમયમાં હાલમાં જ ઉત્તરપ્રદેશનાં ચિત્રકૂટની ખાણોમાં ઓછી વય ધરાવતી છોકરીઓની સાથે શારીરિક શોષણ થઈ રહ્યું છે. ચિત્રકૂટમાં આવેલ ડફઈ ગામમાં રહેનારી જાનવી (નામ બદલ્યું છે)જે જણાવતાં કહે છે, કે “ખાણમાં જઇને અમે કામ માંગીએ છીએ તો લોકો અમને કહે છે, કે તમે શરીરસુખ આપશો તો જ કામ આપીશું. અમારી પણ મજબૂરી છે.”

તેમની વાત માન્યા બાદ અમે કામ કરી લઇએ છીએ. ઘણીવાર કામનાં પુરતાં પૈસા પણ નથી આપતાં. ખાણમાં કામ કરનારા લોકો જણાવે છે, કે તમને કામ પર નહીં રાખીએ. હવે આપ જ કહો આવામાં શું ખાઈશું? આ જ કારણે અમે જઇએ છીએ અને તેમની વાતને માની લઇએ છીએ.

એક ખાનગી ચેનલમાં આ રિપોર્ટને બતાવવામાં આવ્યા પછી ડીએમએ તપાસનાં આદેશો આપ્યા છે. એક ચેનલે ખુલાસો કર્યો હતો, કે ચિત્રકૂટની ખાણોમાં કામનાં બદલે નાબાલિક છોકરીઓનું જાતિય શોષણ કરવામાં આવી રહ્યું છે. ત્યારપછી જિલ્લા અધિકારીએ આ મુદ્દાની મેજિસ્ટ્રેટની તપાસનાં આદેશ આપ્યા છે. એક ચેનલે મંગળવારનાં રોજ પોતાના રિપોર્ટમાં ખુલાસો કર્યો હતો, કે ચિત્રકૂટમાં રહેલ ગરીબોની નાબાલિગ દીકરીઓને કામની મજૂરી માટે તેમને જાતિય શોષણનો શિકાર બનવું પડે છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતુ કે, ઠેકેદાર અને વચેટિયા તેમને કામનાં પૈસા નથી આપતા અને મજૂરીને માટે આ છોકરીઓની સાથે તેમનું જાતિય શોષણ કરવામાં આવે છે. આની પહેલા દિલ્હી મહિલા આયોગની ચેરપર્સન સ્વાતિ માલીવાલે પણ ટ્વીટ કરીને યોગી આદિત્યનાથની સરકારને આ મામલે તરત જ સખ્ત કાર્યવાહી કરવાની માંગણી કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે, કે માત્ર 200-300 રૂપિયાની નજીવી મજૂરીને માટે આ ગરીબ છોકરીઓની સાથે શોષણ કરવામાં આવી રહ્યું છે, અને તેમા પણ તેમને પુરતાં પૈસા પણ આપવામાં આવતા નથી.

આ ગરીબ છોકરીઓની ભણવાની ઉંમરમાં પરિવારનું ભરણ-પોષણ કરવાની જવાબદારીઓ ઉઠાવી રહી છે. મહેનતાણાની માટે પોતાના શરીરનો પણ સોદો કરવો પડી રહ્યો છે. કંઇક બોલે તો પહાડથી નીચે ફેંકી દેવાની ધમકીઓ પણ આપે છે. છોકરીઓએ જણાવતાં કહ્યું છે, કે ના કહેવા પર તેમને ખુબ માર મારવામાં આવે છે, ગાળો પણ આપવામાં આવે છે. હવે તો આ સમગ્ર મામલે ડીએમએ તપાસનાં આદેશો આપી દીધાં છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post