ગર્ભાવસ્થા દરમિયાન સકારાત્મક તેમજ નકારાત્મક વિચારોનો પ્રભાવ

Share post

ગર્ભ ધારણ કરવાના પહેલા મહિનાથી જ બાળકના જન્મ સુધી માતાના મનમાં હંમેશા હકારાત્મક વિચાર આવવા જોઈએ. નકારાત્મક કોઈ વિચાર ન આવે તેનું ધ્યાન રાખવું. નકારાત્મક વિચાર જેવા કે ખબર નહી બાળક વિકલાંગ તો નહીં હોયને, ખબર નહીં આ બાળક મંદબુદ્ધિનું તો નહીં થાય ને, ખબર નહીં આવું તો ન થાય ને ખબર નહીં તેવું તો નહિ થાય ને.

તેની જગ્યાએ એવો વિચાર કરવો જોઈએ કે આ બાળક તેજસ્વી હશે, બળવાન હશે, બુદ્ધિશાળી છે. આ પ્રકારના વિચારો મનમાં સતત આવવા જોઈએ. કારણકે જેવા વિચાર તમે કરો છો એ જ પ્રકારના હોર્મોન શરીરમાં બને છે અને તે હોર્મોન અને બાળકનુ પોષણ કરવાનું કામ કરે છે. જો તમારા મનમાં સકારાત્મક વિચાર લાવો છો તો તેનું બાળક ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પડે છે. જેવો અભિમન્યુ સાથે થયું હતું. તેવું જ છત્રપતિ શિવાજી મહારાજ સાથે થયું.

મહારાણા પ્રતાપ સાથે પણ એવું જ હતું. ભગતસિંહ સાથે પણ એવું જ હતું. ચંદ્રશેખર આઝાદ પાસે પણ એવું જ હતું. માતાના મનમાં જેવા વિચાર આવે છે તેનું બાળક ગર્ભમાં ત્રણ મહિના પૂરા કરતાં જ ઉપર આવવા લાગે છે. જેમ જેમ બાળકનું મગજ વિકસિત થાય છે તેમ તેમ તે બાળક ઉપર સકારાત્મક કે નકારાત્મક વિચારોની અસર પડવા લાગે છે.

માતા અને શિશુના સ્વાસ્થ્ય સંબંધિત સમગ્ર વિશ્વભરમાં એ જ અનુભવ છે કે જ્યાં પણ નિયમિત તપાસ (એન્ટીનેટલ કેર) અને દેખભાળની સુવિધાઓ છે ત્યાં માતાનું સ્વાસ્થ્ય સારું રહેતું હોય છે. અને સાથે સાથે શિશુ પણ સારા અને સ્વસ્થ રહે છે. જ્યાં તપાસ નથી થતી, તેવી જગ્યાએ શિશુ અને માતામાં કોમ્પ્લિકેશન્સ તેમ જ મૃત્યુ દર વધારે હોય છે. ગર્ભાવસ્થા લગભગ નવ મહિના અને સાત દિવસ (280 દિવસ)ની હોય છે. આ સમયગાળો એક મહિલા અને માતાના પેટમાં જીવી રહેલા નવજાત માટે અતિમહત્વનો સમય રહેલો હોય છે. આ સમયગાળા દરમિયાન નાની-મોટી તકલીફ રહેવી સામાન્ય વાત છે અને તેની ઉપર અનેક વિષય ઉપર સલાહ, માર્ગદર્શન, ઈલાજ, નિયમિત તપાસ લેવી જરૂરી હોય છે.

ગર્ભાવસ્થા દરમિયાન બહારનું ખાવાનો મોહ ન રાખવો જોઈએ, ખાસ કરીને બહારના વાતાવરણમાં વધારે માત્રામાં પ્રવાસ ન કરવો જોઈએ. બહારનું તીખું અને ફાસ્ટફૂડ અથવા શરીરને નડતર રૂપ વસ્તુઓ ન ખાવી જોઈએ. એક અતિ મહત્વની વાત એ છે કે, ગર્ભાવસ્થા દરમિયાન શારીરિક સબંધ ન બાંધવો જોઈએ. અને ગર્ભવતી મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન આરમ કરવો જોઈએ અને ભારે કામ કે કસરત ના કરવી જોઈએ. અને સારા પુસ્તકોનું હંમેશા વાંચન કરવું જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post