રાજ્યમાં હવે મનુષ્ય બાદ પ્રાણીઓમાં ફેલાયો એક વિચિત્ર વાયરસ, પીઠ પર જોવા મળ્યા મોટા-મોટા…..

Share post

મહારાષ્ટ્રમાં પ્રાણીઓમાં એક વિચિત્ર ચેપી રોગ ફેલાયેલો છે, જેમાં પ્રાણીઓની પીઠ પર મોટા-મોટા ફોડલા દેખાવા લાગે છે, તાવ અને લુજ મોસન પણ થઈ જાય છે. અને પછી પ્રાણીઓ ખોરાક લેવાનું બંધ કરી દે છે. મહારાષ્ટ્રમાં, હિંગોલી અને અમરાવતી જિલ્લાના પ્રાણીઓમાં આ પ્રકારનો ચેપ દેખાવા લાગ્યા છે. તે એક ચેપી રોગ છે જેમાં પ્રાણીઓ કંઈપણ ખાવાનું બંધ કરી દે છે. ચેપી રોગને કારણે લોકોમાં ભયનું વાતાવરણ છે.

આ રોગનો ફેલાવો મોટે ભાગે જડબામાં થાય છે. જો આ રોગના લક્ષણો દેખાય છે, તો તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો તે વધવાનું શરૂ થાય છે. રોગ વધ્યા પછી, તેની સારવાર કરવી મુશ્કેલ છે અને આમાં, પ્રાણીઓનો જીવ પણ જઈ શકે છે, જેનાથી ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે.

એક ખેડૂત શિવાજી લોંઠેએ જણાવ્યું હતું કે, કોરોના બાદ હવે એક નવો વાયરસ પશુઓમાં ઝડપથી ફેલાય રહ્યો છે. જેમાં તેમના શરીર પર મોટા-મોટા ફોડલા દેખાવા લાગે છે, તાવ અને લુજ મોસન પણ થઈ જાય છે. અને પછી પ્રાણીઓ ખોરાક લેવાનું બંધ કરી દે છે પ્રાણી ફક્ત બેસે છે, કામ કરવાના મૂડમાં નથી, કે કઈ પણ ખાતા નથી. આવી સ્થિતિમાં, અમારે હવે શું કરવું તે વિશે ખૂબ જ ચિંતામાં ડૂબી ગયા છીએ. જો ડોપાસે લઈ જાય, તો તે કહે છે કે તેના માટે કોઈ દવા નથી. હવે આપણે ખેતીનું કામ કેવી રીતે કરવું તેની ચિંતામાં ડૂબી ગયા છે.

જાનવરોના ડોક્ટર વિષ્ણુ ગાયકવાડે જણાવ્યું કે, આ રોગમાં પ્રાણીઓના શરીરમાં એક ગઠ્ઠા જેવું થઈ જાય છે. તેને તાવ આવી જાય છે. ડિહાઇડ્રેશન થાય છે. આ રોગ જાનવરો એક સાથે રહેતા હોય તેવામાં ફેલાય છે જેમાં પ્રાણીઓ એકબીજાથી દૂર બાંધવા પડે છે. કોઈ પણ પ્રાણીને બીજા પ્રાણીનું પાણી આપવું જોઈએ નહીં. જો કે, આ રોગ હજી સુધી કોઈ પણ વ્યક્તિમાં જોવા મળ્યો નથી. જો તેની સારવાર પ્રાથમિક તબક્કે કરવામાં આવે તો તે નિયંત્રણમાં આવે તેવી સંભાવના છે. ખેડુતોને ગભરાવાની જરૂર નથી.

આ રોગ અંગે રાજ્યના ભૂતપૂર્વ કૃષિ મંત્રી ડો.અનિલ બોન્ડે જણાવ્યું છે કે, આ રોગના લક્ષણો મોટાભાગે મરાઠાવાડા અને વિદર્ભના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. આ માટે કોઈ રસી નથી, પરંતુ જ્યાં સુધી એવું જાણવા મળ્યું છે કે, એન્ટિબાયોટિક્સ અને મેલેરિયા દવાઓ આ રોગ માટે અસરકારક છે. રોગને ધ્યાનમાં રાખીને, આ દવાઓ ખેડૂતો સુધી પહોંચાડવાની જરૂર છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post