પશુના પેટમાં જમા થતો પ્લાસ્ટિકનો કચરો કાઢવાનો દેશી ઉપાય -જાણો સંપૂર્ણ માહિતી

Share post

ગાયને હિંદુ ધર્મમાં ખુબ જ મહત્વ આપવામાં આવે છે. ગાયને ‘ગાયમાતા’ કહીને પણ બોલાવવામાં આવે છે તથા એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગાયમાં કુલ 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ રહેલો હોય છે. ગાય આપણને દૂધ આપે છે. જેનો આપણે કેટલીક વસ્તુઓ બનાવવા ઉપરાંત ઔષધી બનાવવામાં પણ ઉપયોગ કરી શકીએ છીએ. ગાયનાં મૂત્ર એટલે કે ગૌમૂત્રનો પણ આપણે ધાર્મિક કાર્યો અથવા તો ઔષધિઓમાં પણ ઉપયોગ કરીએ છીએ પરંતુ આજે આપણી એ જ ગાયમાતા મુશ્કેલીમાં મુકાઈ રહી છે. જાણો કઈ છે આ મુશ્કેલી.

આજે મોટાભાગની વસ્તુનું પેકિંગ કરવાં માટે પ્લાસ્ટિકનો વપરાશ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. શહેરનાં અંદાજે તમામ પશુપાલક ગાયોને દૂધ દોહવાનાં સમય સિવાય સંપૂર્ણ દિવસ દરમિયાન ભટકતી રાખે છે ત્યારે ભૂખથી ફરતી ગાયોને પુરતો ખોરાક મળી રહેતો નથી. કારણ કે શહેરોમાં એમને ચરવા માટે યોગ્ય ખોરાક  મળતો નથી. આવા સમયમાં ગાયો જે કાંઈપણ મળે એ ખાઈ લેતી હોય છે જેમ કે પ્લાસ્ટિક,રબ્બર, ટાયર તથા ચામડું પણ ચાવી જતી હોય છે.

ગાય માતાને રોડ પર રઝળતી અટકાવવાની માનવતા તો નથી રહી. એમને ચરવા લાયક જમીનો પણ નેતાયો ખાઈ ગયા છે ત્યારે એને પ્લાસ્ટિક ખાઈને મરતી તો બચાવી શકીએ છીએ.

આવા અખાદ્ય પદાર્થો ખાવાને કારણે એ પેટમાં એકત્ર થઈ જતું હોય છે તથા એની ગાંઠ પણ બહારથી દેખાવા લાગે છે. પ્લાસ્ટિક અથવા તો ચામડું ખાવાને કારણે ક્યારેક તો ગાયનું મૃત્યુ પણ થહ જતું હોય છે. જો, ખરેખર ગાયને માતા તરીકે માનતા હોઈએ તો કેટલાંક દેશી ઉપાયોને અપનાવી શકીએ.

જાણો ગાયનાં પેટમાંથી પ્લાસ્ટિક કાઢવાનો દેશી ઉપાય :

200 ગ્રામ દીવેલ, 200 ગ્રામ તલનું તેલ, 200 ગ્રામ સરસીયું, 100 ગ્રામ હરડેનું ચૂર્ણ…

આટલું એકત્ર કરીને એના કુલ 3 સરખા ભાગ કરીને કુલ 3  વાર આપવાથી ગાયનાં પેટમાં રહેલ બધું જ પ્લાસ્ટિક બહાર નીકળી જાય છે.

અન્ય ઉપાય વિશે :
100 ગ્રામ લીમડો, 100 ગ્રામ એરંડા તેમજ 100 ગ્રામ સરસવને ઉપરની વસ્તુઓને છાશમાં ભેળવી દેવું.

આ મિશ્રણ ગાયનાં પેટમાં ગયા બાદ રાસાયણિક પ્રક્રિયાની શરુઆત થાય છે. એને કારણે પેટમાં રહેલ તમામ પ્લાસ્ટિક મળ દ્વારા બહાર નીકળી જાય છે.
ઉપર આપેલ પ્રયોગ રાજસ્થાનની કુલ 3  જેટલી ગૌશાળામાં હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં કુલ 100%  સફળતા પ્રાપ્ત કરી હતી. ગૌ માતાનો આ તાત્કાલિક ઈલાજ તમામ વ્યક્તિ કરી શકે છે. એમની જાન બચાવવા તેમજ જરૂરિયાત વાળા સુધી પહોચાડવા માટે શેર જરૂરથી કરજો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post