ગાયોના પેટમાં જમા થતું પ્લાસ્ટિક કાઢવાનો દેશી ઉપાય -દરેક ખેડૂતોએ જાણવા જેવી માહિતી

Share post

આજે લગભગ દરેક વસ્તુ નાં પેકેજીંગ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ વધુ લેવાય છે. શહેર નાં લગભગ દરેક પશુપાલક ગાયોને દૂધ દોહવાના સમય સિવાય આખો દિવસ ભટકતી રાખે છે ત્યારે ભૂખી ફરતી ગાયો ને પુરતો ખોરાક મળતો નથી કારણ કે શહેરો માં એમને ચરવા માટે યોગ્ય ખોરાક નથી મળતો. આવામાં ગયો જે કાંઈ મળે તે ખાઈ લે છે, પ્લાસ્ટિક,રબ્બર, ટાયર અને ચામડું પણ ચાવી જાય છે.

ગાય માતાને રસ્તે રઝળતા અટકાવવાની માનવતા તો નથી રહી, એમને ચરવા લાયક ભૂમિ પણ નેતાયો ખાઈ ગયા છે ત્યારે તેને પ્લાસ્ટિક ખાઈને મરતી તો બચાવી શકીએ છીએ. આવા અખાદ્ય પદાર્થો ખાવાને લીધે તે પેટમાં જમા થાય છે અને તેની ગાંઠ બહારથી દેખાવા લાગે છે. પ્લાસ્ટિક કે ચામડું ખાવાને લીધે ક્યારેક ગાયનું મોત પણ થાય છે. જો ખરેખર ગાયને માતા તરીકે માનતા હોઈએ તો થોડા દેશી ઈલાજ અપનાવી શકીએ.

ગાય નાં પેટ માંથી પ્લાસ્ટિક કાઢવા નો દેશી ઈલાજ:

પહેલો પ્રયોગ:
200 ગ્રામ દીવેલ, 200 ગ્રામ તલનું તેલ, 200 ગ્રામ સરસીયું, 100 ગ્રામ હરડેનું ચૂર્ણ આટલું ભેગું કરી તેના ત્રણ સરખા ભાગ કરીને ત્રણ વખત આપવાથી ગાયના પેટમાં રહેલું પ્લાસ્ટિક બહાર નીકળી જાય છે.

બીજો પ્રયોગ:
100 ગ્રામ લીમડો, 100 ગ્રામ એરંડા અને 100 ગ્રામ સરસવ આ દરેક વસ્તુઓ છાશમાં મિશ્રણ કરવું. આ મિશ્રણ ગાયના પેટમાં ગયા પછી રાસાયણિક પ્રક્રિયા શરુ થાય છે તેના લીધે પેટમાં રહેલું બધું જ પ્લાસ્ટિક મળ દ્વારા બહાર નીકળી જાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post