ભારતના સૌથી અમીર શહેર પાસે પૈસાની અછતને, હવે કચરા ઉપર પણ લાગશે ટેક્સ!

ભારતના સૌથી અમીર શહેર મુંબઇ આજકાલ પૈસાની તંગીનો સામનો કરી રહ્યું છે. પરિણામ એ આવ્યું કે તેની મહાનગરપાલિકા આવક વધારવા માટે નવી નવી રીતો ઉપર વિચાર કરી રહી છે.
બૃહદમુંબઈ મહાનગરપાલિકા(BMC) ની આવક ખૂબ ઓછી થઈ ગઈ છે. તેના કારણે રિયલ એસ્ટેટથી થનારી આવક ઘટી રહી છે.
બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર આવક વધારવા માટે BMC નવા નવા ટેક્સ પર વિચાર કરી રહી છે.તેમાં જન્મના પ્રમાણપત્ર પર ટેક્સ વધારવા સાથે સાથે કચરા ઉપર પણ ટેક્સ લગાડવાનું સામેલ છે. તેના પર ટેક્સ લગાડવામાં આવી શકે છે.
મુંબઈ ભારતનું એક એવું શહેર છે જે નું બજેટ ઘણા રાજ્યો કરતાં પણ વધારે છે, પરંતુ ખોટ ને લઈને અત્યારે તેને ભારે નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. હવે મુંબઈ નવા નાણાકીય વર્ષમાં 9 % ના વધારાનો વિચાર કરી રહી છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ ખર્ચ થી મુંબઈની ગટર અને રોડ ઉપર કામ કરવામાં આવશે અને તેનો વિકાસ કરવામાં આવશે. કારણ કે વરસાદમાં અહીંયા ખૂબ પૂર જોવા મળે છે. જોકે હજુ સુધી એ જણાવવામાં નથી આવ્યું કે આ કાર્ય કેવી રીતે કરવામાં આવશે.
નિષ્ણાંતોના અનુસાર આ ઉપરાંત પ્રોપર્ટી ટેક્સ ની બાકી વસૂલી, પાણી વેરા માટે નોટિસ મોકલી ટેક્સ વસૂલી વગેરે જેવા મુખ્ય પગલાઓ લેવામાં આવશે, કારણ કે ધ્યેય કોઈપણ પરિસ્થિતિમાં આવકનો સ્ત્રોત વધારવાનો છે.
રિપોર્ટ અનુસાર 2017 સુધી મુંબઈની આવકનો એક તૃતિયાંશ ભાગ યાતાયાત પર લગાવવામાં આવેલ ટેક્સમાંથી મળતો હતો, પરંતુ જીએસટી લાગુ થયા બાદ તે ખૂબ ઓછો થઈ ગયો છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……