Tue. Jan 28th, 2020

ભારતીય ખેડૂત vs અમેરિકાનો ખેડૂત : ખેતી કરવાની રીતમાં આટલું બધું અંતર

ભારત એક વિકાસશીલ દેશ છે જ્યારે અમેરિકા એક વિકસિત દેશ છે. બંને દેશોના ખેડૂતોમાં પણ ખૂબ જ મોટું અંતર જોવા મળે છે. આજે અમે તમને ભારત અને અમેરિકાના ખેડૂતોનું અંતર સમજાવા જઈ રહ્યા છીએ. ભારતની વસ્તી અમેરિકાના પ્રમાણમાં ખૂબ જ વધુ છે જેના કારણે ભારતમાં મોટા ભાગે ખેડૂતો જ જોવા મળે છે. ભારતમાં ૧૨ કરોડ લોકો ખેતી કરે છે જ્યારે અમેરિકામાં ફક્ત ૨૦ લાખ લોકો જ ખેતી કરે છે.

જમીન

Loading...

જમીનની વાત કરીએ તો ભારતની સરખામણી અમેરિકાના ખેડૂત પાસે ખૂબ જ વધુ પ્રમાણમાં જમીન હોય છે. વસ્તી ઓછી હોવાને કારણે અમેરિકાના દરેક ખેડૂત પાસે સરેરાશ 257 હેકટર જમીન છે, જ્યારે ભારતના ખેડૂત પાસે સરેરાશ 2.5 હેક્ટર જ છે.

શિક્ષા

શિક્ષણની વાત કરીએ તો ભારતીય ખેડૂતો અમેરિકાના ખેડૂતો કરતા તુલનામાં ઓછા શિક્ષિત છે. અમેરિકાના ખેડૂતો ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરીને ઉન્નત ખેતી કરવા વિશે વિચારે છે. જ્યારે ભારતના ખેડૂતો ઓછા શિક્ષિત થવાને કારણે તેમની પાસે જમીન વિશે વધુ પડતું જ્ઞાન હોતું નથી. જમીનના ઓછા જ્ઞાનને કારણે તેઓ યોગ્ય પાક લઈ શકતા નથી, જ્યારે અમેરિકાના ખેડૂતો વૈજ્ઞાનિક રીતે ખેતી કરીને ખૂબ જ વધુ ફાયદો કરે છે.

ખેતીની રીત

ખેતીમાં ટેક્નોલોજીની વાત કરવામાં આવે તો અમેરિકાના ખેડૂત પાસે ભારતના ખેડૂતોની તુલનામાં ખૂબ જ ઉચ્ચ પ્રકારની ટેકનોલોજીઓ છે. ભારત દેશમાં ખેડૂતોને ગરીબીના કારણે તેઓ આવી ટેકનોલોજી વસાવી શકતા નથી. અમેરિકા ભગવાન હોવાથી તેમના ખેડૂતો મશીનરીનો ઉપયોગ જાજો કરે છે.

ઉત્પાદન

ભારતમાં ઝરણું એકમાત્ર સ્ત્રોત છે જેને કારણે ખેડૂતો આખા વર્ષમાં ફક્ત બે થી ત્રણ પાક લઇ શકે છે. અમેરિકાના ખેડૂતો ખેતી કરવા માટે બોરવેલ નો ઉપયોગ કરે છે અને ભારત કરતા એક પાક વધુ પકવે છે. તેમાં સોયાબીન, બીટ અને ઘઉંનો પાક મુખ્ય હોય છે. અમેરિકાનો ખેડૂત પોતાની માટીની તપાસ કરે છે અને તે પ્રમાણે પાક ઉગાડે છે.

પાણી

ભારત દેશ પૂરી રીતે વરસાદના પાણી પર જ નિર્ભર રહે છે જ્યારે અમેરિકા નો ખેડૂત ટેકનોલોજીને કારણે ક્યારે પાણીની ઉણપ અનુભવતો નથી.

અમે આશા કરીએ છીએ કે તમને આ જાણકારી પસંદ આવી હશે. અન્ય ખેડૂત ભાઈઓ સાથે પણ શેર કરો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…

Loading...
Loading...