કચરાની બોટલોના ઉપયોગથી ખેડૂતે કરી ખેતી- કમાણી લાખોમાં પહોચી

Share post

‘મન હોય તો માળવે જવાય’ આ કહેવતને તો તમે ઘણીવાર સાંભળી હશે. જો આપણું મન હોય તો આપણે બધું જ કરી શકીએ છીએ. પોતાનું ધારેલું કરવાં પણ કેટલાંક લોકો પૂરેપૂરા પ્રયાસો કરતાં રહેતાં હોય છે તેમજ તેઓ સફળતા પણ મેળવતાં હોય છે. ઘણાં લોકોને તો આપણે જોઈએ જ છીએ કે, તેઓ વેસ્ટમાંથી બેસ્ટ બનાવતાં હોય છે તથા એ દેખાવમાં પણ ખુબ જ સુંદર હોય છે.

આવી જ એક ઘટના સામે આવી રહી છે. મધ્ય પ્રદેશમાં એક ખેડૂતે વેસ્ટ ગ્લુકોઝની બોટલોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને પોતાની ખેતીમાં જ ઉપયોગ કર્યો હતો તેમજ તે વરસાદને આધારિત ખેતીમાં તમામ સિઝનમાં સારો પાક લેતો પણ થઈ ગયો હતો. એ હવે ખેતીમાંથી સારી એવી કમાણી કરી રહ્યો છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. હાલમાં પણ ઘણાં લોકોની પ્રાથમિક આવક તો ખેતીમાંથી જ આવતી હોય છે.

ઘણી જગ્યાએ ઓછો વરસાદ તથા ખુબ જ જૂની ટેકનોલોજીનો ઉપયોગ કરવાંથી ખેડૂતને પણ એની મહેનતનું સંપૂર્ણ ફળ મળી શકતું નથી. કેટલાંક ખેડૂતોએ તો ઉપલબ્ધતાનાં અભાવને લીધે ઘણું નુકસાન પણ ઉઠાવવું પડતું હોય છે. આવું જ કંઈક મધ્ય પ્રદેશનાં આદિવાસી બહુધા વસ્તી ધરાવતાં ઝાબુઆ જિલ્લામાં જોવાં મળ્યું છે.

અહીં પહાડી આદિવાસી વિસ્તારમાં ખેતી કરવી એ ખુબ મુશ્કેલ હતી. અહીંની માટીની સપાટી તથા મુખ્યત: વરસાદનાં પાણીને આધારે ખેતી થતી હોવાને લીધે એમનો પાક પણ ઘણો ઓછો થતો હતો. રમેશ બારિયા નામનો એક ખેડૂત એનાથી ખુબ જ નિરાશ પણ હતો પરંતુ આવાં પડકારોની વચ્ચે પણ સારા ઉત્પાદનની સાથે ખેતી કરવાની ઈચ્છા ધરાવતો હતો.

એણે વર્ષ 2009-10માં ‘રાષ્ટ્રીય કૃષિ નવાચાર યોજના’ એટલે કે NAIP નાં KVK વૈજ્ઞાનિકોનો પણ સંપર્ક કર્યો હતો તથા તેમની ગાઈડન્સમાં પણ શિયાળા તથા વરસાદનાં માહોલમાં જમીનનાં એક નાનાં ટુકડામાં શાકભાજીની ખેતીની શરૂઆત કરી હતી. આ ખેતી આવાં પ્રકારની જમીન માટે ખુબ ઉચિત હતી.

અહીં એણે કારેલાં, દૂધી ઉગાડવાની પણ શરૂઆત કરી હતી. અચાનક જ એણે એક નાની એવી નર્સરીની પણ સ્થાપના કરી હતી. જો, કે શરૂઆતી વિકાસ ચરણ દરમિયાન એણે વરસાદ મોડો પડવાને લીધે ખુબ ભારે અભાવનો પણ અનુભવ કર્યો હતો. આ જોતાં જ એનો પાક પણ ખરાબ થઈ શકતો હતો. રમેશ બારીયાએ  NAIP ની પણ ફરી એક વાર મદદ માંગી હતી.

ત્યાંનાં વિશેષજ્ઞોએ એવી સલાહ આપી, કે વેસ્ટ ગ્લુકોઝની બોટલોની મદદથી એક સિંચાઈ ટેકનોલોજી અપનાવો. તો એણે કુલ 20 રૂપિયા પ્રતિ કિલોગ્રામે ગ્લુકોઝની બોટલો ખરીદીને તેનો ઉપયોગ પણ કર્યો હતો તથા પાણીને માટે ઇનલેટ બનાવવાં માટે ઉપરનાં અડધા ભાગને કાપી પણ નાંખ્યો હતો. ત્યારપછી એણે આ છોડવાઓની પાસે જ આ બોટલો લટકાવી પણ દીધી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post