ખેડૂતો માટે મોટા સમાચાર: 1 લાખ રૂપિયાની ગાય માત્ર 1000 રૂપિયામાં વેચવા જઈ રહી છે ભારતીય સેના

Share post

ડેરીમાં નફો કમાતા ખેડુતોને ભારતીય સેના સારી એવી તક આપી રહી છે. ભારતીય સેના સારી ગુણવત્તાની ગાયનું વેચાણ કરવાની તૈયારી કરી રહી છે. આમાં સૌથી મહત્વની વાત એ છે, કે ભારતીય સેના આ ગાયને ફક્ત 1,000 જ રૂપિયામાં વેચવા જઈ રહી છે, જે તેની કિંમત કરતાં ખુબ ઓછી છે. સેના જે જાતિ વેચવા માટે જઈ રહી છે, તે ફ્રિસ્વાલ જાતિની ગાય છે તેમજ તે સૈન્યની સાથે મોટી સંખ્યામાં હાજર છે. સેનાની પાસે આ જાતની અંદાજે કુલ 2,500 ગાયો છે. જેની વાસ્તવિક કિંમત અંદાજે કુલ 1 લાખ રૂપિયા રહેલી છે.

આપને જણાવી દઈએ, કે ગયા વર્ષે જ ઓગસ્ટમાં સેનાએ નિર્ણય લીધો હતો, કે તે તેના કુલ 39 ફાર્મ બંધ કરશે ત્યારપછી તેણે તેની ગાયો વેચવાનું નક્કી કર્યું છે. જો, કે આ ગાયનો ખરીદનાર ન મળતાં સૈન્યની સમક્ષ સમસ્યા ઊભી થઈ હતી. હકીકતમાં તો ગાયનો ભાવ એટલો મોંઘો છે, કે તેનાં ખરીદદારો મળી શક્યા નથી.

એક અગ્રણી અખબાર દ્વારા જાણવામાં આવ્યું હતું કે, આર્મીએ આ ગાયોનાં વેચાણ માટેનાં ભાવમાં પણ ઘણો ઘટાડો કર્યો છે. તેઓએ ગાય દીઠ માત્ર 1,000 જ રૂપિયાનાં ખર્ચે સ્ટેટ ડેરી સહકારી તથા બીજાં સરકારી વિભાગોને પણ આ ગાયો આપવાનું નક્કી કર્યું છે. આની ઉપરાંત, ગાયોને વહન કરવાનો ખર્ચ પણ તેઓ જ ઉઠાવશે, જેઓ આ ગાયોને લેશે.

જો, આપણે ફ્રીસ્વાલ ગાયની દૂધ આપવાની ક્ષમતા વિશે વાત કરીએ તો ફ્રીસ્વાલ ગાય સરેરાશ કુલ 3,6૦૦ લિટર દૂધ તો સ્તનપાનનાં સમયગાળામાં જ આપે છે. જ્યારે રાષ્ટ્રીય સરેરાશ અંદાજે કુલ 2,000 લિટર હોય છે. તે જ સમયે, ત્યાં થોડા ફ્રાઈસ પણ છે, કે જે દૂધને કુલ 7,000 લિટર સુધી આપે છે. આપને જણાવી દઈએ, કે સેનાની પાસે કુલ 39 લશ્કરી ફાર્મ બંધ થવાના છે, પણ આ ગાયોને લીધે તેમનું કામ અટવાઈ ગયું છે. જવાનોને તાજા દૂધ તેમજ ડેરી પેદાશોનાં ઉદ્દેશ્યની સાથે જ વર્ષ 1889 માં દેશભરમાં મિલિટ્રી ફાર્મ્સની સ્થાપના પણ કરવામાં આવી હતી. આ સમાચાર અંગે આવનારી તમામ માહિતી તમારા સુધી પહોંચાડવામાં આવશે. હાલ પ્રાપ્ત થયેલી માહિતી અહિયાં તમને કહેવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…