ખરીફ પાકનું વાવેતર વિક્રમી સપાટીએ પહોચ્યું- ખેડૂતો વિવિધ પાકોની ખેતીથી મેળવી રહ્યા છે બમણી આવક

Share post

હાલમાં ખેડૂતો વિવિધ પાકોની ખેતી કરીને બમણી આવક મેળવી રહ્યાં છે. અતિભારે વરસાદને કારણે ઘણાં ખેડૂતોને પણ ઘણું નુકશાન ભોગવવું પડ્યું છે. ભારતમાં તમામ પાકોનું વાવેતર ખુબ જ મોટાં પ્રમાણમાં થઈ રહ્યું છે. આવાં સમયમાં ખેડૂતોને લઈને ખાસ કરીને તો ખેતરમાં ખરીફ પાકનું વાવેતર કર્યું હોય એવાં ખેડૂતોની માટે હાલમાં એક આનંદનાં સમાચાર સામે આવી રહ્યાં છે.

ભારત દેશમાં ખાસ કરીને તો ગુજરાત રાજ્યમાં ખેડૂતો વિવિધ પાકની ખેતી કરી રહ્યા છે. આવા સમયમાં અમે આપની માટે એક જાણકારી લઈને આવ્યા છીએ. ખરીફ પાકની વાવણી 28 ઓગસ્ટના રોજ પૂર્ણ થતા અઠવાડિયામાં કુલ 1,082.2 લાખ હેક્ટરની વિક્રમી સપાટીએ પહોંચી ગઈ છે.

આને કારણે આ સિઝનમાં વધારે અનાજ ઉત્પાદનની આશા વધવા લાગી છે. ખરીફ વાવણીનો રેકોર્ડ પહેલા વર્ષ 2016માં બન્યો હતો. જેમાં 1075.7 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું હતું. ખરીફ પાકની સારી ઉપજને લીધે અચાનક છૂટક ભાવ નિયંત્રણમાં રહેશે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ફુગાવાનો લક્ષ્યાંક કુલ 2-6% ની વચ્ચે રાખેલો છે. એપ્રિલ મહિનાથી છૂટક ફુગાવો અંદાજે કુલ 7% જેટલો રહ્યો છે. મુખ્યત્વે ખાદ્યચીજો ખૂબ મોંઘાં હોવાને લીધે એ જ સમયે વધારાના ઉત્પાદનની માંગણી વિશે પણ એક પ્રશ્ન ઉભો થયો છે તેમજ જો આગામી માસમાં માગમાં વધારો નહીં થાય તો કિંમતોમાં પણ ઘટાડો થઈ શકે છે.

ઉત્પાદકો પર પણ એની ઘણી ખરાબ અસર પડી શકે છે. કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમારે જણાવતાં કહ્યું હતું, કે ઘણા વિસ્તારોમાં ડાંગરનું રોપાણ હજી પણ ચાલુ છે. જ્યારે કઠોળ બરછટ, અનાજ, બાજરી અને તેલીબિયાંની વાવણી અંદાજે પૂર્ણ થઈ ગઈ છે. અમને વિશ્વાસ રહેલો છે, કે વર્ષ 2020માં ખાદ્ય ઉત્પાદન કુલ 2,983.2 લાખ ટન પણ વધી જશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post