ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલો વર્ષો જુનો કેસમાં ભારતની ભવ્ય જીત- મળ્યા કરોડો રૂપિયા

Share post

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા 70 વર્ષોથી એક કેસ ચાલી રહ્યો હતો. આ કેસમાં ભારતના કરોડો રૂપિયા દાવ પર લાગ્યા હતા. હૈદરાબાદના નિઝામના રુપિયા સાથે જોડાયેલા 70 વર્ષ જૂના કેસમાં આખરે રસ્તો સાફ થઈ ગયો છે. લંડનમાં એક બેંકમાં લગભગ 7 દાયકાથી કરોડો રુપિયા ફસાયેલા હતા. હવે બ્રિટનમાં ભારતીય દૂતાવાસને લાખો પાઉન્ડ પોતાના ભાગ તરીકે મળ્યા છે. આ સિવાય પાકિસ્તાનને પણ ભારતને 26 કરોડ રુપિયા આપવા પડશે. આ રકમ ભારત દ્વારા આ કેસ લડવા માટે ખર્ચ કરાયેલા રુપિયાની 65 ટકા રકમ છે.

લંડનમાં ભારત સરકારના અધિકારીઓએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને ગુરુવારે આ વિશે વાત કરી. અધિકારીઓએ જણાવ્યું કે, લંડન હાઈ કમીશનને 35 મિલિયન પાઉન્ડ  એટલે કે 325 કરોડ રુપિયા પોતાના ભાગ તરીકે મળ્યા છે. આ રૂપિયા 20 સપ્ટેમ્બર 1948 નેશનલ વેસ્ટમિન્સ્ટર બેંક અકાઉન્ટમાં ફસાયેલા હતા. પાકિસ્તાને પણ આ રુપિયા પર પોતાનો દાવો માડ્યો હતો. પાકિસ્તાનણી નજર આ કરોડો રૂપિયા પણ હતી.

ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં હાઈકોર્ટે ભારત અને મુકર્રમ જાહના પક્ષમાં ચૂકાદો સંભળાવ્યો હતો. મુકર્રમ અને તેના નાના ભાઈ મુફ્ફખમ જાહ પાકિસ્તાનની સામે લંડન હાઈકોર્ટમાં પાછલા 6 વર્ષથી આ કેસ લડી રહ્યા છે. બેંકે પહેલા જ આ રુપિયા કોર્ટને ટ્રાન્સફર કરી દીધા હતા.

અધિકારીઓએ જણાવતા કહ્યું કે પાકિસ્તાને પણ ભારત સરકારને 2.8 મિલિયન એટલે લગભગ 26 કરોડ રુપિયા ચૂકવ્યા છે. આ ભારત દ્વારા લંડન હાઈકોર્ટમાં આ કેસ પર આવેલા ખર્ચની 65 ટકા રકમ છે. બાકી બચેલી રકમ જે ભારતે ભરી છે, તેના પર હજુ વાતચીત ચાલી રહી છે. લંડનમાં એક ડિપ્લોમેટે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું, “ખબર એવી છે કે પાકિસ્તાને તમામ રુપિયા ચૂકવી દીધા છે.”

8મા નિઝામના વકીલ ટીઓઆઈ સાથે વાતચીતમાં પુષ્ટી કરીને જણાવવામાં આવ્યું કે તેમના ક્લાયન્ટ પોતાના ભાગના રુપિયા અને કેસ લડવાનો 65 ટકા ખર્ચ પણ મળી ગયો છે. જણાવી દઈએ કે ભારતને મળેલા 35 મિલિયન (325 કરોડ રુપિયા) ઘણી મોટી રકમ માનવામાં આવી રહી છે. હવે આ રુપિયા નવી દિલ્હીને મોકલવામાં આવશે.

વર્ષો જૂનો વિવાદ 1 મિલિયન પાઉન્ડ અને 1 ગિન્નીનો છે જે 20 સપ્ટેમ્બર 1948એ હૈદરાબાદ સરકારને તત્કાલિન નાણામંત્રી મોઈન નવાઝ જંગને મોકલ્યા. જે પછી રુપિયા હૈદરાબાદ રાજ્યના તત્કાલિન નાણામંત્રીએ બ્રિટનમાં તત્કાલિન પાકિસ્તાની હાઈ કમિશનર હબીબ ઈબ્રાહિમ રહીમટૂલાને ટ્રાન્સફર કર્યા. આ ઘટના હૈદરાબાદને પોતાના કબજામાં લેવાના સમય બની. ત્યારથી અત્યાર સુધીમાં આ રકમ 35 મિલિયન પાઉન્ડ થઈ ગઈ છે. ભારતે આ રુપિયા પર એવું કહીને દાવો માડ્યો કે 1965માં નિઝામે આ રુપિયા ભારતને સોંપ્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post