ભારતમાંથી 225 પ્રકારના મરી-મસાલાની 185 દેશોમાં થઇ રહી છે નિકાસ, આ મસાલાઓની છે બજારમાં બમણી માંગ

Share post

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આ મહામારીની અસર તમામ ક્ષેત્રોમાં જોવા મળી રહી છે. કોરોના કાળમાં મોટાભાગની નિકાસ પર માઠી અસર જોવા મળી છે. બીજી તરફ  તેજાંના મામલે સ્થિતિ વિપરિત રહેલી છે. ઈમ્યુનિટીમાં વધારો કરતા તેજાંનાની માંગ સમગ્ર વિશ્વમાં સતત વધી રહી છે. આને પરિણામે દેશમાંથી પહેલી વાર તેજાંનાની નિકાસ કુલ 3 અબજ ડોલરની સપાટીને પાર કરી ગઈ છે.

કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયનાં આધિન સ્પાઈસસિઝ બોર્ડ દ્વારા મળેલ આંકડા પ્રમાણે ભારતમાંથી દુનિયાના કુલ 185 દેશોમાં કુલ 225 જાતનાં તેજાંનાની નિકાસ થઈ રહી છે. ગત નાણા વર્ષથી માંડીને આ વર્ષના જુલાઈ માસ સુધી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેજાંનાની માંગમાં મોટાપાયે ઉછાળો જોવા મળ્યો છે. સૌથી વધારે માંગ આદુની રહી છે. ગત વર્ષ સામે આ વર્ષે આદુની નિકાસ કુલ 178% વધી છે. સ્પાઈસિઝ બોર્ડનાં સેક્રેટરી પી. સાથિયાન પ્રમાણે કોરોનાનાં સમયમાં ઈમ્યુનિટી વધારતાં તેજાના જેમ કે, હળદર, ધાણા, જીરાની નિકાસ પડકારોની વચ્ચે ગતવર્ષની સરખામણીએ સતત વધારો થઈ રહ્યો છે.

મરચાં, હળદર, ફુદીના પ્રોડક્ટ્સ, જીરા, તેજાના બીજ, મસાલા પાવડરની નિકાસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. એપ્રિલ માસથી લઈને જુલાઈ વર્ષ 2020 દરમિયાન તેજાનાની નિકાસમાં કુલ 10% વ્હારો જોવા મળ્યો છે. એપ્રિલ મહિનાથી જુલાઈ મહિનામાં કુલ 4,33,000 ટન (રૂ. 7760 કરોડ)ની નિકાસ થઈ છે. જ્યારે વર્ષ 2019માં આ સમયગાળા દરમિયાન કુલ 3,92,265 ટન (રૂ. 7028.31 કરોડ)ની નિકાસ થઈ હતી. આગામી સમયમાં આ ટ્રેન્ડ જળવાઈ રહેશે.

ગયા નાણાકીય વર્ષમાં તેજાનાની નિકાસ અત્યાર સુધીના ટોચ પર રહી છે. ગયા નાણા વર્ષમાં કુલ 3 અબજ ડોલર તેજાનાની નિકાસ કરવામાં આવી હતી. ભારતમાં કોરોના એપ્રિલ મહિનાથી સતત વધતો જ રહ્યો છે પણ દુનિયાના વિવિધ દેશોમાં ગત ડિસેમ્બર મહિનાથી ફેલાયો હતો. જેનો ફાયદો તેજાનાની નિકાસને મળ્યો હતો. આગામી સમયમાં નિકાસમાં વધારે વૃદ્ધિની સંભાવના રહેલી છે. જીરૂની નિકાસમાં ગુજરાત ટોચનું સ્થાન ધરાવે છે.

ચીનમાં સૌથી વધુ 24% નિકાસ:
ચીન, અમેરિકા, બાંગ્લાદેશ, થાઈલેન્ડ, UAE, શ્રીલંકા, UK, મલેશિયા, ઈન્ડોનેશિયા, જર્મનીમાં તેજાનાની નિકાસ કરવામાં આવે છે. આની ઉપરાંત યુરોપના બીજા દેશ મોરક્કો, ઈરાન, પાકિસ્તાન, UK તથા UAEમાં પણ નિકાસમાં વધારો થયો છે. કુલ નિકાસના સૌથી વધારે ચીનમાં અંદાજે કુલ 24% નિકાસ થઈ છે. અમેરિકામાં કુલ 16%, બાંગ્લાદેશ તથા UAEમાં કુલ 6%, થાઈલેન્ડમાં કુલ 5% તેજાનાની નિકાસ થઈ છે.

કુલ 3 અબજ ડોલરની રેકોર્ડ નિકાસ:
સ્પાઈસિઝ બોર્ડનાં આંકડા પ્રમાણે ગત નાણા વર્ષમાં કુલ 21,515.4 કરોડ (3 અબજડોલર)ના કુલ 11,83,000 ટન તેજાનાની નિકાસ કરવામાં આવી છે. જે અત્યાર સુધીના રેકોર્ડ સ્તરે છે. આ નાણા વર્ષમાં એમાં કુલ 10 ટકા વૃદ્ધિ જોવા મળી રહી છે.

નિકાસ:
વર્ષ 2019માં કુલ 20,225 ટન, વર્ષ 2018માં કુલ 19,219 ટન, એલચીની કુલ 28 ટન, મિક્સ તેજાનાની કુલ 12 ટન, તેજાના પાવડરની કુલ 12 ટન નિકાસ કરવામાં આવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post