મગફળીના એટલા ભાવ મળી રહ્યા છે કે, ગુજરાતના ખેડૂતોમાં જામ્યો છે ખુશીનો માહોલ, જાણો કુલ કેટલી આવક થઇ…

Share post

સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદને કારણે રાજ્યના તમામ ચેકડેમો ઓવરફલો થવાંની સાથે જ નદીઓમાં નવાં નીરનું આગમન થયું છે. થોડા દિવસ અતિભારે વરસાદને કારણે ઘણાં ખેડૂતોને નુકશાન થયું છે. તમામ પાકને નુકશાન થવાથી ઘણાં ખેડૂતોને તો આત્મહત્યા કરવાનો પણ વારો આવ્યો છે. લોકડાઉન વખતે  હાલમાં રાજ્યમાં આવેલ ગોંડલ શહેરમાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે.

ગોંડલ શહેરમાં આવેલ માર્કેટ યાર્ડ મગફળીની આવકથી છલોછલ ભરાઈ ગયું છે. માર્કેટ યાર્ડમાં માત્ર 2 દિવસમાં કુલ 90,000 ગુણી મગફળીની આવક થઈ છે. ખેડૂતોને હાલમાં કુલ 800-1,031 રૂપિયા મગફળીનો ભાવ મળી રહ્યો છે. ગોંડલ યાર્ડમાં રોજ કુલ 40,000 ગુણી કરતા પણ વધારે મગફળીની આવક થઈ રહી છે.અગાઉ પણ એક સમાચાર સામે આવ્યા હતાં કે, જૂનાગઢનાં એક ખેડૂતે પોતાની વાડીમાં ઉભો થયેલ મગફળીનો પાક ગાયોને ચરવા માટે ખુલ્લો મૂકી દીધો હતો.

આગામી દિવસોમાં મગફળીની આવકમાં વધારો જોવા મળે તેવી સંભાવના :
ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને મગફળીની હરાજીમાં કુલ 20 કિલો મગફળીનો ભાવ કુલ 800-1,031 રૂપિયા સુધીનો મળી રહ્યો છે. છેલ્લા માત્ર 2 દિવસમાં કુલ 90,000 ગુણી મગફળીની આવકની સામે કુલ 30,000 ગુણી મગફળીનું વેચાણ કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં મગફળીની આવકમાં વધારો જોવા મળે એવી સંભાવના રહેલી છે.

ચાલુ વર્ષે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો ભાવ કુલ 1,055 રૂપિયા રહેશે :
રાજ્ય સરકાર દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે કે, ચાલુ વર્ષે ટેકાનાં ભાવે મગફળીની ખરીદીનો ભાવ કુલ 1,055 રૂપિયા રહેશે. જેની માટે 1 ઓક્ટોબરથી ટેકાનાં ભાવે મગફળીની ખરીદી માટેનું રજીસ્ટ્રેશન શરૂ થઈ થશે. જે રજીસ્ટ્રેશન 20 ઓક્ટોબર સુધી યથાવત્ રહેશે તો 21 ઓક્ટોબરથી ટેકાનાં ભાવે ખરીદીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…