ગુજરાત: કાર શીખવાનો શોખ સાળો-બનેવીને ભારે પડ્યો, કાર ઊંડા કુવામાં ખાબકતાં સર્જાયો ગંભીર અકસ્માત  

Share post

કોરોનાની સાથે જ રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. બાઈક, કાર, ટેમ્પો અથવા તો બીજી કોઈપણ વાહન ચલાવતા સમયે વાહન ચાલકની નાની એવી બેદરકારી લોકોના જીવને જોખમમાં મૂકી શકે છે ત્યારે જૂનાગઢમાં કાર શીખતા સમયે કાર સીધી કૂવામાં ખાબકી ગઈ હતી. આ ઘટનામાં સાળા-બનેવીનું મોત થયું હતું. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા લોકો ઘટનાસ્થળ પર પહોંચી ગયાં હતા.

લોકોએ સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા ફાયરનો કાફલો ઘટનાસ્થળે પહોચી ગયા હતાં. કારને પાણીમાંથી બહાર કાઢીને કારમાંથી કુલ 2 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સાળા-બનેવીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

મળેલ જાણકારી પ્રમાણે જેતપુરમાં રહેતા વિપુલ ડોબરીયા નામનો વ્યક્તિ એના પરિવારની સાથે જૂનાગઢની પાસે આવેલા વડાલ ગામમાં રહેતા બેનેવી ચેતન દોમડીયામાં ઘરે બેસવા આવ્યા હતા. વિપુલ એના પરિવારજનોને ચેતનના ઘરે મૂકીને બનેવી ચેતનની સાથે વાડીએ કાર લઇને ગયા હતા. જે સમયે બંને વાડીએ જઈ રહ્યા હતા. તે સમયે ચેતનને કાર શીખવાની ઈચ્છા થઇ હતી.

જ્યારે વિપુલ તથા ચેતન વાડીએ પહોંચી ગયાં હતા ત્યારે ચેતને કાર ચલાવવા માટેની જીદ પકડી હતો. જો કે, સાળા વિપુલે ચેતનને કાર ન આવડતી હોવાને લીધે પહેલા કાર ચલાવવાની મનાઈ કરી હતી. એમ છતાં ચેતને વિપુલની વાત ન માનતાં કારમાં બેસી ગયો હતો. ચેતન કાર ચલાવી રહ્યો હતો ત્યારે ખેતરમાં સામે કૂવો આવ્યો અને ચેતને કારની બ્રેક મારવાને બદલે ભૂલથી લીવર પર પગ મૂક્યો હતો.

જેને લીધે કાર કૂવામાં ખાબકી ગઈ હતી. કૂવામાં પડેલ કારમાંથી વિપુલ તથા ચેતને બહાર નીકળવાના પ્રયત્નો કર્યા પણ બંને બહાર નીકળી શક્યા નહી. જેને લીધે બંનેના કરુણ મોત થયા હતા. આ ઘટનાની જાણ આજુબાજુની વાડીમાં રહેલ લોકોને થતા તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. તેથી ફાયર વિભગનો કાફલો ગણતરીના સમયમાં ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

ફાયર વિભાગના જવાનોએ ભારે જાહેમદ કરીને કૂવામાં પડેલ કારને બહાર કાઢવામાં આવી હતી તેમજ કારમાંથી ચેતન તથા વિપુલના મૃતદેહને પણ બહાર કાઢવામાં આવ્યા હતાં. સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ઘટના સ્થળની તપાસ કરીને વિપુલ અને ચેતનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post