ગૌવંશને પ્રાધાન્ય આપવા ગામલોકોએ શરુ કરી અનોખી પહેલ – રૂપિયા નહી પણ સૌથી વધુ ગાયો રાખનાર ગણાય છે પ્રતિષ્ઠિત

Share post

ભારતમાં સદીઓથી ગૌવંશને આર્થિક, સાંસ્કૃતિક તથા ધાર્મિક રીતે અગત્યતા આપવામાં આવે છે પણ આફ્રીકાના દક્ષિણ સુડાન દેશમાં પણ ગાયોનું રક્ષણ કરવાની તથા ગાયો પાળવાની પરંપરા છે. આમ તો દક્ષિણ સુડાનમાં કુલ 50 થી વધારે જનજાતિઓ રહે છે તથા સેંકડો ભાષાઓ બોલવામાં આવે છે.

સરકારની નહી પણ કબિલાઇ ગ્રુપોની પકકડ વધુ :
આ દેશના એથનિક ગ્રુપ સદીઓથી પોતાની રીતે સ્વતંત્ર રહેવા માટે ટેવાયેલા છે. આને લીધે જ તો દેશના અમુક ભાગોમાં સરકારની નહી પણ કબિલાઇ ગ્રુપોની પકકડ વધુ છે. નવાઇની વાત તો એ છે કે, દક્ષિણ સુડાનમાં જેની પાસે ગાયો વધુ હોય એને અમીર માનવામાં આવે છે.  ફક્ત ભારત જ નહી પરંતુ સુડાનના લોકો પણ ગાય માટે પૂજય ભાવ ધરાવે છે.  હાલમાં પણ કબીલાઇ લોકોમાં જેમની પાસે વધુ ગાયો હોય એને માન-પ્રતિષ્ઠા વધુ મળે છે.  સોના ચાંદી અથવા તો ઘરેણાં નહી પણ કેટલ ઓફ વેલ્થ ગણવામાં આવે છે.

જેટલું ગોધન વધુ આપે એટલી પ્રતિષ્ઠા વધુ :
પશુપાલકો દીકરીના લગ્ન કરે ત્યારે ગૌધન આપે છે જેટલું ગૌધન વધુ આપે એટલી પ્રતિષ્ઠા વધુ ગણાય છે. કબીલાઇને જમીન અથવા તો સંપતિની જગ્યાએ ગાયોનો મોહ આજકાલનો નહી પરંતુ દાયકાઓ જુનો રહેલો છે. સુડાનના પશુપાલકો સુડાનના પશુપાલકો ગાયોની ચોરી ન થાય એની માટે રાત-દિવસ બંદુક લઇને ચોકી કરતા હોય છે. ગાયો ચોરવા માટે આવતી ગેંગોની સાથે અથડામણ સતત થતી રહેતી હોય છે, એક સમુદાયના લોકો અન્ય સમુદાયના લોકોની ગાયોની ચોરી કરે ત્યારે હોબાળો મચી જાય છે.

ગાયોની ચોરી એ ખૂબ મોટો ગુનો ગણવામાં આવે છે. પોલીસ સ્ટેશનમાં પણ ગાયોની ચોરીના કેસ નોંધવામાં આવે છે. પશુપાલકો ખેતરમાં ગાયો ચરાવવા માટે જાય ત્યારે હાથમાં લાકડી નહી પરંતુ બંદુક રાખીને ગાયોનું રક્ષણ કરે છે. ગાયો પર ત્રાટકીને બળજબરીથી લઇ જવા માટે સરકાર તથા શિક્ષિત લોકો રેડ કેટલ શબ્દ પ્રયોજે છે. ગૌધન માટે પહેલા પરંપરાગત ઝઘડા થતા હવે એ કે, કુલ 47 ધાણીની જેમ ફૂટે છે.

આ રીતે સુડાનને પણ મળી હતી આઝાદી :
વર્ષ 1947માં ભારતને ભાગલાવાળી આઝાદી મળી હતી એ જ રીતે વર્ષ 1956માં બ્રિટને સુડાનમાં પણ ભારત જેવો જ પણ જુદા  પ્રકારનો ખેલ પાડયો હતો. સુડાનની જીઓ પોલિટિકલ સ્થિતિ ભારત કરતા સાવ ઉલટા પ્રકારની હતી. સુડાનનાં પાટનગર ખાર્ટુમ નજીક બ્લ્યુ નાઇલ તથા નાઇલ એમ કુલ 2 નદી મળીને મુખ્ય નાઇલ નદી બને છે.  આ સફેદ તથા વાદળી નદી સુડાનના ઉત્તર તથા દક્ષિણ ભાગને અલગ પાડે છે.

અહીં સુડાનના ડિવીઝન કરવાની જરુર હતી એની જગ્યાએ ઉત્તર તથા દક્ષિણ ભાગને કૃત્રિમ રીતે મર્જ કરીને એકસાથે જ આઝાદી આપવામાં આવી હતી. હકિકતમાં તો સુડાનના નોર્થ તથા સાઉથ ભાગના લોકોને ધર્મ, કલ્ચર તથા રીત રિવાજોની દ્વષ્ટીએ કોઇ જ મેળ પડતો ન હતો.  નોર્થ સુડાન અરબ મુસ્લિમ દેશોની સાથે સંકળાયેલ છે. જયારે દક્ષિણ સુડાનમાં ખ્રિસ્તીની ઉપરાંત કુલ 50 થી વધારે મલ્ટીપલ એથેનેક ટ્રાઇબ રહે છે.

વર્ધ 1956-’72માં થયું હતું સીવિલ વોર :
વર્ષ 1956માં યુનાઇટેડ સુડાનની આઝાદીથી લોકો ભડકયા હતા. દક્ષિણ સુડાનનાં લોકોને ભય હતો કે, ઉત્તર સુડાનના લોકો તથા નેતાઓ એમના પર હાવી થઇ જશે તેમજ દક્ષિણ ભાગને જરા પણ મહત્વ મળશે નહી. કમનસીબે યુનાઇટેડ સુડાન બનવાની સાથે આ શંકા સાચી જણાએ આવી હતી. દક્ષિણ સુડાનમાં રિફાઇનરી તથા પેટ્રોલિયમ સમૃધ્ધ ખરી પણ કોઇ પોર્ટ ન હોવાને લીધે યુનાઇટેડ સુડાન સરકાર એમનું તેલ કાઢીને તગડી થાય છે એવી માન્યતા દ્વઢ બની હતી.

આ મુદ્વે ટૂંક સમયમાં  ભયંકર સીવિલ વોર ફાટી (વર્ષ 1956-’72 સુધી) ફાટી નિકળ્યું હતું. ઉત્તર તથા દક્ષિણ ભાગના કુલ 4 લાખ લોકો અંદરોઅંદર મર્યા હતાં. હોલીવુડની એકશન ફિલ્મને પણ ઝાંખી પાડે એવી મારોકાપોની લડાઇ થઇ હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post