આવનારા સમયમાં ખેતીથી લાખો લોકો કરોડોની કમાણી કરતા હશે- આ લેખ વાંચી તમને પણ મહત્વ સમજાશે

Share post

દેશમાં ખેતીનું મહત્વ દિવસેને દિવસે વધી રહ્યું છે. લોકોને ખેતીમાં સારો રસ જાગ્યો છે. લોકોને ખબર પાડવા લાગી છે કે ખેતીમાં પણ લાખો કરોડોની આવક થઇ શકે છે. છેલ્લા એકથી બે જ વર્ષમાં કેટલાય નવયુવાનો જે સારું શિક્ષણ મેળવી પણ ખેતી કરવાનું વધારે પસંદ કર્યું હતું. જેનું એકમાત્ર કારણ છે કે આજે ખેતી લોકોને સારું વળતર આપી રહી છે. લોકોમાં જાગૃતતા આવી રહી છે કે ખેતી એવો વ્યવસાય છે કે જેમાં ક્યારેય મંદી નહિ આવે. ઘણા ભેણેલાગણેલા આજે લાખોની નોકરી મૂકી પણ ખેતી કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. અહિયાં પણ એવું જ એક ઉદાહરણ સામે આવ્યું છે. એક ભણેલાગણેલા એન્જિનિયરે સારી નોકરી સાથે-સાથે ખેતીમાં જંપ લાવવાનો અનોખો વિચાર કર્યો હતો અને સારી સફળતા પણ મેળવી હતી.

વલસાડ ધરમપુર તાલુકાના ઓઝરપાડા ગામના એન્‍જિનિયર ચેતનભાઇ ગુણવંતભાઇ દેસાઇ સુરતની મિલમાં કેમિકલ સપ્‍લાયનો વ્‍યવસાય કરે છે. તેઓ પારંપારિક ખેતીના વ્‍યવસાયમાં પણ તેટલો જ રસ ધરાવે છે. ‘ડેંગ્‍યુના દર્દીના ઘટેલા પ્‍લેટલેટસને એક દિવસમાં વધારવા દુબઇથી ડ્રેગન ફ્રુટ મંગાવ્‍યા’ અંગે એક લેખ વાંચતા તેઓને ડ્રેગન ફ્રુટની ખેતીમાં રસ જાગ્‍યો. ડ્રેગન ફ્રુટની ખેતી માટે ખાસ ખાતર કે દેખરેખની જરૂર નથી પરંતુ એક છોડ દિઠ એક લીટર પાણી નિયમીત રીત આપવું જરૂરી છે. ખેતી માટે પાણીની જરૂરીયાત સંતોષવા સોલર પેનલની મદદથી વિજળી ઉત્ત્પન્ન કરી બોર દ્વારા પાણીની સમસ્‍યાને હલ કરી.

આ માટે ગુજરાત સરકારની નાબાર્ડ યોજના હેઠળ ૪૦ ટકા સબસીડી મળેવી. તથા ખેતરમાં ડ્રીપ ઇરીગેશન પધ્‍ધતિથી ખેતી કરવા માટે ગુજરાત ગ્રીન રીવેલ્‍યુએશન કંપની લીમીટેડ પાસેથી ૭૫ ટકા સબસીડી મેળવી છે. અંદાજે ૧૫ લાખ રૂપિયાનું રોકાણ કર્યું. ખેતી માટે રોપાઓ મહારાષ્‍ટ્રના પુનાથી ખાસ મંગાવી વર્ષ-૨૦૧૭માં શરૂઆત કરવામાં આવી હતી. ખાસ ડિઝાઇન વાળા ૭ ફુટના સિમેન્‍ટના ૮૫૦ પોલ ઊભા કરવામાં આવ્‍યા હતા. એક પોલ ઉપર ૪ ડ્રેગન ફ્રુટના રોપા પ્રમાણે ૩૪૦૦ રોપાથી શરૂઆત કરવામાં આવી હતી. આજે ૩ વર્ષથી ડ્રેગન ફ્રુટની સફળતાપૂર્વક ખેતી કરી રહયા છે. અને ભવિષ્યમાં એટલે કે થોડા જ સમયમાં ચેતનભાઇ ખુબ સારીએવી કમાણી કરતા થશે.

હાલનો સમય ખુબ વાયુવેગે પસાર થઇ રહ્યો છો. જો તમે સમયની સાથે નહિ ચાલો તો, તમે દુનિયા કરતા ખુબ પાછળ રહી જશો. જેના કરતા બહેતર છે કે હાલના સમયમાં જ્યાં સારું ભવિષ્ય દેખાઈ રહ્યું છે આજથી આપણે ત્યાં જો આપણે સેટ થઇ જશું તો આપણું ભવિષ્ય પણ ખુબ સારું હશે અને આપણને કોઈ મંદીનો સામનો પણ નહિ કરવો પડે. હાલનો સમય ખેતીનો છે એવું લાગી રહ્યું છે. કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી લોકો ખેતી તરફ વળ્યા છે અને માત્ર ખેતી તરફ વળ્યા જ નહિ પરંતુ સરી એવી કમાણી પણ કરી રહ્યા છે. અને પહેલાના ધંધા કરતા ખેતીના ધંધામાં લોકો વધારે ખુશ થઇ રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…