ગુજરાતમાં કોરોનાનો પરમાણુ વિસ્ફોટ: છેલ્લા 5 દિવસથી નોંધાઈ રહ્યા છે રેકોર્ડબ્રેક કોરોના કેસ- જાણો લાઇવ અપડેટ્સ

Share post

ગુજરાતમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. દિવસેને દિવસે કોરોના ગુજરાતમાં કાયમી ઘર કરી રહ્યો છે. કેસોની સંખ્યામાં પણ બમણો વધારો થઇ રહ્યો છે. ગુજરાતના મુખ્ય કેસો ગણાતા અમદાવાદ, સુરત જેવા શહેરોમાં કોરોના વાયુવેગે વધી રહ્યો છે. હાલ ધંધાપાણી બંધ થતા લોકો ફરીએકવાર પોતાના વતન જવા રવાના થયા છે. જેના કારણે પણ કોરોના સંક્રમણ ખુબ વધી રહ્યો છે. ગુજરાતના છેલ્લા કેટલાક દિવસની વાત કરીએ ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી 900 થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે.

સમગ્ર ગુજરાત રાજ્યમાં સતત પાંચમા દિવસે કોરાનાના 900થી વધુ કેસો નોંધાઈ ચુક્યા છે. અને હાલના સમયની વાત કરીએ તો હવે રોજ-રોજ કોરોનાનો ચેપ વધતો જતો દેખાઈ રહ્યો છે. આજે આ રોગચાશો ફેલાઈને ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 949 પોઝિટિવ કેસ ઉમેરાતા હવે ગુજરાતમાં કોવિડ-19ના કૂલ કેસોની સંખ્યા વધીને 46,516એ પહોંચી છે. અને આ આંકડો વધીને 50,000 હજારને પાર થતા કોઈ વાર નહિ લાગે. અને ગુજરાતમાં જો પરિસ્થતિ બગડી તો આંકડો ૧ લાખને પાર પણ થઇ શકે છે. છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાઓ માંથી સૌથી વધુ કેસ સુરત શહેરમાં નોંધાયા છે. સુરત શહેરમાં 234 કોરોના કેસો નોંધાયા છે. જ્યારે ગુજરાત રાજ્યમાં વધુ 17 દર્દીઓના મોત નીપજ્યા છે. હાલમાં ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 2108એ પહોંચ્યો છે.

જો ગુજરાતમાં કોરોનાની પરિસ્થતિ બગડી તો મૃત્યુઆંક પણ વધી શકે છે.આવનારા સમયમાં લોકો દ્વારા સોશ્યલ ડિસ્ટસિંગ અને કોરોના સામે લડવાના વિવિધ નિયમોનો ચૂસ્ત અમલ નહિ થાય તો કોરોના મહમારીને વધુ ભયાવહ પરિસ્થતિ તરફ જતા કોઈ જ રોકી નહી શકે. ગુજરાતમાં અન્ય ભૌગોલિક ક્ષેત્રો કરતા વસ્તીની ઓછી ગીચતા ધરાવતા સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ કોરોનાના કેસ વધવા લાગ્યા છે.

જેમ શહેરોમાં ધંધા બંધ થયા તેવા જ લોકો પાછા બિસ્તરા પોટલા બાંધી શહેર છોડી પોતાના વતન જવા નીકળ્યા છે. જેના કારણે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. હાલ ગામડે જઈને શાંતિથી રહીશું આવું વિચારી ગામડે જનારા લોકો માટે પણ કોરોના ભયજનક સાબિત થઇ શકે છે. કારણે કે છેલ્લા ઘણા દિવસોથી ભાવનગર જીલ્લમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ભાવનગરમાં આવેલા ઘણા ગામડાઓમાં પરિસ્થતિ ગંભીર બની શકે છે.  અમદાવાદ શહેરમાં ફરી એકવાર કોરોના ચેપનો ફેલાવો વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 184 કેસ નોંધાયા છે. અને સાથે 5 લોકોના મોત થયા છે. અમદાવાદની નજીક આવેલા ગાંધીનગરમાં 19, મહેસાણા 21 અને બનાસકાંઠામાં 11 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં 64 સહિત દાહોદમાં 15, ખેડામાં 21, ભાવનગરમાં 19 જેટલા કેસો મળ્યા છે.

આજ રોજ ગુજરાતમાં કોરોનાની સંખ્યા….

છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં કોરોનાના 949 કેસો નોંધાયા હતા.

ગુજરાતમાં 24 કલાકમાં 17 મોત, 770 સ્વસ્થ

સમગ્ર ગુજરાત રાજ્યમાં કુલ 46, 516 કેસ અને મૃત્યુઆંક 2108

અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં 32, 944 સ્વસ્થ

છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 234 કેસ, 5ના મોત

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 184 કેસ, 5ના મોત

વડોદરા શહેરમાં 77 કેસ, ભરૂચ શહેરમાં વધુ 47 કેસ

રાજકોટ શહેરમાં 58, ભાવનગર શહેરમાં 44 કેસ

જૂનાગઢ જીલ્લામાં 33, નવસારી જીલ્લામાં 30 કેસ

ખેડા અને મહેસાણા જીલ્લામાં 21 – 21 કેસ

ગાંધીનગરમાં 32, વલસાડ જીલ્લામાં 17 કેસ

દાહોદ, પાટણ અને કચ્છ જીલ્લામાં 15 – 15 કેસ

સુરેન્દ્રનગર, ગીર સોમનાથ જીલ્લામાં 13 – 13 કેસ

સાબરકાંઠા જીલ્લામાં 12, બનાસકાંઠા જીલ્લામાં 11 કેસ

પંચમહાલ જીલ્લામાં 10, આણંદ જીલ્લામાં વધુ 8 કેસ

મોરબી અને તાપી જીલ્લામાં વધુ 5 – 5 કેસ

બોટાદ જીલ્લામાં કોરોના જીલ્લામાં વધુ 4 કેસ

અમરેલી અને મહિસાગર જીલ્લામાં 3 – 3 કેસ

છોટાઉદેપુર અને દ્વારકામાં 1 – 1 કેસ

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post