પછાત ગામોમાં રહેતી આ મહિલાઓ પશુપાલનથી એન્જીનિયરો કરતાં પણ વધારે કમાણી કરી રહી છે- જાણો કેવી રીતે?

Share post

આજનાં ડીજીટલ યુગમાં અંતરિયાળ વિસ્તારોમાં રહેતી સ્ત્રીઓ ઓછુ ભણેલી હોવા છતાં પણ પશુપાલનનો વ્યવસાય કરીને એન્જીનિયર , મામલતદાર તેમજ ફોજદાર કરતાં પણ વધુ સારી આવક મેળવીને સ્વમાનભેર જીવીને સંતાનોને ભણાવી રહી છે.  તાપી -ડાંગ જિલ્લાની બોર્ડર પર આવેલ આમણીયા ગામની વિધવા કપિલાબેને કુલ 3 સંતાનોને પશુપાલન કરીને ભણાવ્યા અને ગામમાં જ દુધ મંડળીની શરૂઆત કરીને સ્ત્રીઓને સ્વમાનભેર જીવતાં શીખવીને એ સાબિત કરી બતાવ્યું છે કે, ‘નારી તુ ના હારી’ .

તાપી અને ડાંગ જિલ્લાની બોર્ડર આવેલ આમણીયા ગામની કુલ 700 માણસની વસ્તીમાં સ્ત્રીઓ સંચાલિક દુધ મંડળી ચાલી રહી છે. જેમાં ગામની કુલ 63 મહિલાઓ રોજનું કુલ 350 લિટર દુધ ભરીને જીવન નિર્વાહ કરી રહી છે. આ સ્ત્રીઓની માટે આજે સુમુલ દ્વારા હાઇટેક દુધ ઘર બનાવવામાં આવ્યુ છે. આનો શ્રેય ગામની માત્ર 46  વર્ષનાં વિધવા કપિલાબેન ધીરૂ ગામીતને જાય છે. કપિલા બેનનાં જણાવ્યા પ્રમાણે વર્ષ 2004 માં પતિનુ મૃત્યુ થઈ જતાં ઘરમાં ખાવાના ફાંફા પડી રહ્યાં હતા. માત્ર 1 ભેંસને બાંધીને જીવન નિર્વાહની શરૂઆત કરી હતી તેમજ ગામમાં મહિલા દુધ મંડળીની શરૂઆત કરી હતી.

શરૂમાં રોજનાં માત્ર 10  લિટર દુધથી શરૂઆત કરીને હાલમાં આ ગામમાં કુલ 63 મહિલા સભ્યો છે તેમજ રોજનું કુલ 350 લિટર દુધ ભરીને ગામની બહેનોને સ્વમાનભેર જીવન જીવતાં શીખવી દીધી છે. એમણે જણાવતાં કહ્યું કે, અમારા અંતરિયાળ ગામમાં બહાર નોકરી કરવા જાઓ તો ઘરબાર છોડીને જવુ પડે તેમજ જોઇએ એટલુ વેતન ન મળે. આર્થિક શોષણ થાય છે. એના કરતા તો ગામમાં જ પશુપાલનનાં વ્યવસાયની શરૂઆત કરીને આજે બહેનો પગભર બની છે તેમજ બહાર જઇને કમાણી કરવાં કરતા આ વ્યવસાયમાં સારી કમાણી કરી લે છે.

ગામમાં બહેનોનું સંગઠન બનતાં ગામમાં વ્યસનનું પ્રમાણ ઘણું ઘટી ગયુ છે તથા પુરુષો મારઝુડ કરે તો બહેનો એક થઇ જાય છે. કપીલાબેન માત્ર 10માં ધોરણ સુધી અભ્યાસ કરેલો હોવા છતા દિકરીઓને આ પશુપાલનનાં વ્યવસાય થકી ઉચ્ચ શિક્ષણ આપ્યુ છે. એમણે જે નવુ મકાન બનાવ્યુ છે, એનુ નામ પણ પરિશ્રમ આપવામાં આવ્યું છે.

આ દુધ ઘરનાં પ્રસંગે સુમુલનાં ચેરમેન રાજુ પાઠકે જણાવતાં કહ્યું હતુ કે, અંતરિયાળ વિસ્તારમાં ઉદ્યોગો આવવાનાં નથી. આને કારણે ખેતીવાડી તથા પશુપાલનને જ ઉદ્યોગ બનાવીને જીવન જીવવાનું છે તેમજ ગરીબોએ કદાપી બેન્ક ઉઠાડી નથી. અમે પશુપાલનનાં વ્યવસાયની માટે કુલ 200 કરોડની વગર વ્યાજની લોન આપવામાં આવી છે. હાલમાં એની કુલ 40% રકમ પાછી પણ આવી ગઇ છે. આજે ડોકટરો, એન્જીનિયરો, મામલતદારો તેમજ ફોજદારો કરતા પણ મહિલાઓ ઓછુ ભણી હોવા છતાં પણ વધુ આવક મેળવી શકી છે. જેમાં એમણે કુલ 3 બહેનો કપીલા ગામીત, ઓલપાડનાં સાંધિયેરની જાનકી બહેન મહંત તેમજ મહુવાનાં પરવેઝાબેન સિંકદર બદન મહિને કુલ 1 લાખ સુધીની આવક મેળવી રહ્યાં છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post