સરકાર સામે ખેડૂતોનો અનોખો વિરોદ્ધ- તળાવ બનેલા ખેતરોમાં તરણ સ્પર્ધા યોજી, વિજેતાને આપ્યો મોટો લોલીપોપ

Share post

થોડા દિવસ પહેલાં સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદ વરી રહ્યો હતો. ત્યારબાદ હવામાન વિભાગે કરેલ આગાહી બાદ કુલ બે દિવસથી વરસાદે વિરામ લઈ લીધો છે. અતિભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના ઘણાં ખતરમાં પાણી ભરાઈ જવાને કારણે પાકને ઘણું નુકશાન થયું છે, ત્યારે હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે.

દ્વારકા પંથકમાં અતિભારે વરસાદ આવતાં રાવલ ગામ બેટમાં બદલાઈ ગયું છે. રાવલ ગામ છેલ્લા કુલ દોઢ મહિનાથી પાણીમાં ગરકાવ થયેલું છે. જેને કારણે લોકોને તેમજ ખેડૂતોને ઘણી હાલાકી પડી રહી છે. રાવલ પંથકનાં ખેડૂતો દ્વારા ખેતરમાં ભરાયેલ પાણીમાં તરણ સ્પર્ધાનું આયોજન કરીને અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે.

આની સાથે જ તરણ સ્પર્ધામાં વિજેતા થનાર ઉમેદવારની માટે લોલીપોપનું ઈનામ પણ રાખવામાં આવ્યું હતું. ખેડૂતોએ અલગ રીતે જ વિરોધ કરીને સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.અતિભારે વરસાદને કારણે દ્વારકા જિલ્લામાં આવેલ રાવલ ગામ છેલ્લા કુલ દોઢ મહિનાથી પાણીમાં ગરકાવ થઈ ગયું છે.

આની સાથે જ ખેતરોમાં કુલ 4-6 ફૂટ જેટલુ પાણી ભરાઈ ગયું છે. જેને કારણે ખેડૂતોએ 4-6 ફૂટ ભરાયેલ ખેતરોનાં પાણીમાં તરણ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ખેડૂતોએ પણ ભાગ લીધો હતો. તરણ સ્પર્ધામાં વિજેતા થયેલ ઉમેદવારને લોલીપોપનું ઈનામ પણ આપવામાં આવ્યું હતું.

હાલમાં ખેતરમાં ભરાયેલ પાણીને લીધે તમામ ખેડૂતોનાં પાક નિષ્ફળ જવાને આરે પહોંચી ગયાં છે ત્યારે ખેડૂતોએ અલગ રીતે જ વિરોધ કરી સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.દ્વારકા સહિત ઉપરવાસમાં આવેલ અતિભારે વરસાદને કારણે સોરઠી ડેમ તેમજ સોની ડેમનાઆ પાણી કલ્યાણપુરમાં આવેલ રાવલ ગામમાં ઘૂસી ગયા હતા. જેને કારણે રાવલ ગામ કુલ 8 વાર બેટમાં ફેરવાઈ ગયું છે. રાવલ ગામમાં આવેલ બસ સ્ટેન્ડ કુલ 4 ફુટ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. રાવલ ગામ બાજુ જતાં બધાં રોડ પણ બંધ થઈ ગયા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post