વાયુવેગે વધી રહેલા કોરોના વચ્ચે માવાપ્રેમીઓ માટે આવ્યા મોટા સમાચાર- કાલથી જ લાગુ થશે આ નિર્ણય

Share post

હાલ ગુજરાતમાં કોરોના વાયુવેગે વધી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં સૌથી પહેલા અમદાવાદ શહેર હોત સ્પોટ બન્યું હતું. અને અમદાવાદમાં પણ ખુબ ખરાબ પરિસ્થતિ સર્જાઈ હતી. પરંતુ અમદાવામાં લોકોની કાળજી અને સ્વયં લોકડાઉન કરી કોરોનાને હરાવ્યો છે. અને કોરોના કેસોમાં ઘટાડો કર્યો છે. પંરતુ અહિયાં સુરતમાં ખુબ ખરાબ પરિસ્થતિ થઇ છે. સુરત શહેરમાં ક્રોરોના વાયુવેગે વધી રહ્યો છે. સુરત શહેરમાં હોસ્પિટલોમાં બેડ ખાલી નથી અને તેમછતાં લોકો ખુલેઆમ બહાર ફરી રહ્યા છે. દિવસેને દિવસે સુરત સહીત વિવિધ શહેરોમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. હવે આવા સમય વચ્ચે દરેક લોકોએ જ જાગૃત થવું પડશે અને કોરોના સામે લડવું પડશે.

જે લોકોનું માનવું હતું કે કોરોનાથી કઈ નહિ થાય, આજે એ જ લોકો ઘરમાં બેસી ગયા છે. અને દિવસેને દિવસે કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. પહેલા જયારે ગુજરાતમાં રોજના 10-10 કેસો આવતા હતા અને આજે એ દિવસ છે કે જયારે 900 કેસો આવતા થઇ ગયા છે. દરરોજના 900 ઉપર કેસ આવી રહ્યા છે. અને આ આંકડો વધતા વર નહિ લાગે. જો લોકો જાગૃત નહિ થયા તો આ આંકડો 900 થી 1000 અને 2000 પણ થઇ શકે છે. એવામાં ગુજરાત સરાકાર જરૂરી પગલાં પણ ભરી રહ્યું છે. કોરોના વચ્ચે સરકાર દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. હવેથી પાન-મસાલાના ફક્ત પાર્સલ જ મળશે. પાનમસાલાની દુકાનો ઓનર્સ એસોસિએશનને આ નિર્ણય કર્યો છે.

સૌથી વધુ કોરોના ફેલાવાનો ભય હોય તો એ છે પાનમસાલા ખાઈ બહાર થુંકીને ફેલાવવાનો છે. પાનમાવા ખાલી લોકો બહાર થુકતા હોય છે, જેના કારણે પણ કોરોનાનું સંક્રમણ વધી શકે છે. રાજ્ય સરકારે બહાર પાડેલા જાહેરનામાં અનુસાર પાન પાર્લર બહાર થૂંકવા બદલ રૂપિયા 10,000 દંડ ફટકારવામાં આવશે. ત્યારે હવે ગ્રાહકને પાનમસાલાના માત્ર પાર્સલ આપવામાં આવશે. ગુજરાત પાન મસાલા શોપ ઓનર્સ એસોસીએશનનો આ મહત્વનો નિર્ણય દરેક વ્યસ્ની લોકોએ ખાસ જાણવા અને પાનલ કરવા જેવો છે.

આ નવા નિર્ણયની વાત કરીએ તો, આવતી કાલથી પાનમસાલાની દુકાનો પર મસાલો લાઈવ બનાવી આપવામાં નહીં આવે. ગ્રાહકને પાન-મસાલાના પાર્સલો આપવામા આવશે. દંડની રકમમા વધારો અને કોરોનાં સંક્રમણને લઇને આવો નિર્ણય લેવામાં આવે છે. અને જો કોઈ વ્યક્તિ જાહેરમાં ગમે ત્યાં માવો ખાઈને થુકતા જડ્પાઈ જશે તેમની પાસેથી 10,000 રૂપિયાનો દંડ લેવામાં આવશે. તો દરેક માવાપ્રેમીઓએ આ વાતની ખુબ કાળજી રાખવી પડશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post