Mon. May 25th, 2020

મોદી કહે છે ગુજરાત ખેતીમાં દેશમાં સૌથી આગળ છે, તો કેમ ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવે છે ?

Loading...
Share post

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજથી વિશ્વ બટાટા કોન્ક્લેવ શરૂ થઈ ચુક્યો છે. પ્રધાનમંત્રીએ ગુજરાતને દેશમાં સૌથી અગ્રણી રાજ્ય હોવાનું કહી તારીફો તો કરી લીધી પણ આજે પણ ગુજરાતના બટાટાનાં ખેડૂતોને ભાવ અપાવવામાં રૂપાણી સરકાર નિષ્ફળ ગઈ છે. સમગ્ર દેશ ભરમાં ડીસા તાલુકો હેક્ટરદીઠ બટાટાંના ઉત્પાદનમાં પ્રથમ નંબરે છે. ઉત્તર ગુજરાતમાં મોટા પ્રમાણમાં બટાટાંની ખેતી થતી હોવાથી વિશ્વની મોટી કંપનીઓ ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિગથી ખેતી કરે છે. હાલ આ બાબત પણ યાદ કરવી એટલી જ જરૂરી છે કે, ગુજરાતમાં પાકતાં 16 ટકા બટાટાં ખરાબ થઈ જાય છે. અને તેનો બગાડ થાય છે.

આ ચાલુ વર્ષે 1.17 લાખ હેક્ટરમાં થયેલી ખેતીમાં 34.31 લાખ ટન બટાટાં થવાની સંભાવના છે. છેલ્લાં 5 વર્ષથી બટાટામાં આવેલી મંદીનાં કારણે વેપારી અને ખેડૂતોને ભારે નુક્સાની સહન કરવી પડી રહી છે. દર વર્ષે 320 કરોડના બટાટાં ફેંકી દેવાય છે. ખેડૂતોને પૂરતા ભાવ ન મળતાં થતી નુકસાનીનો અંદાજ તો આ આંકમાં સમાવેશ કરવામાં આવ્યો જ નથી. ગુજરાતમાં 28 થી 30 જાન્યુઆરીના રોજ 3 દિવસ માટે બટાટા સંમેલન થવાનું છે ત્યારે આ બાબતો પણ ધ્યાને લેવાય એ ખુબ જરૂરી છે. ગુજરાત હેક્ટરદીઠ ઉત્પાદકતામાં દેશમાં પ્રથમ નંબરે હોવાને પગલે ગુજરાતમાં બટાટા સંમેલનની આયોજન કરવામાં આવ્યું છે.

Loading...

ભારત સરકારે બહાર પડેલી માહિતી મુજબ ગુજરાતમાં વર્ષ 2012-13માં રૂપિયા 1872 કરોડ અને વર્ષ 2013-14માં કૂલ રૂપિયા 1698 કરોડના બટાટા પાક્યા હતા. ચાલુ વર્ષે રૂપિયા 2,000 કરોડ આસપાસના બટાટા ગુજરાતમાં પાકવાની સંભાવના છે. બટાટાં ખેતરમાં કાઢતાંની સાથે રૂપિયા 320 કરોડના ફેંકી દેવા પડે છે. તમામ શાકભાજીમાં ખેડૂતે ખેતરમાં પાક કાઢ્યા બાદ સૌથી વધુ નુકસાન બટાટામાં થતું હોય છે. રૂપિયા 320 કરોડના બટાટામાંથી 65 ટકા બટાટાનો ઉપયોગ કરી શકાય છે. આવું સંશોધનો વિજ્ઞાનિકોએ કર્યું છે.

ગુજરાત રાજ્યમાં ફેંકી દેવાતા બટાટામાંથી 60 ટકા બટાટા કામમાં લઈએ તો પણ રૂપિયા 200 કરોડની સીધી બચત થઈ શકે તેમ છે. અને વળી, જ્યારે ભાવ ન મળે ત્યારે ખેડૂતો મોટા પ્રમાણમાં બટાટાં ફેંકી દેતા હોય છે અથવા પશુઓને ખવડાવી દેતાં હોય છે. જેનો પણ મૂલ્યપર્ધિત ઉપયોગ કરી શકાય તેમ છે. 110 થી 120 દિવસોમાં બટાટાં સંપૂર્ણ રીતે પાકી જાય છે. 300 થી 350 ક્વિન્ટલ એક હેક્ટર દીઠ ઉત્પાદન આપે છે. આમ હેક્ટર દીઠ 48-50 ક્વિન્ટલ બટાટાં વાપરવા યોગ્ય ન હોવાથી ફેંકી દેવા પડે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…

Loading...
Loading...