મેટ્રોમાં બધાની સામે યુવકે પેન્ટની ચેન ખોલીને યુવતીને કહ્યું, “આને જરા…”

Share post

રેલ્વે મુસાફરી દરમિયાન મુસાફરોની અજીબોગરીબ હરકતો ઘણીવાર સમાચારમાં ચમકતી રહે છે. રોજ રોજ આવા અલગ અલગ કિસ્સાઓ સાંભળવા અને જોવા મળે છે. એવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ પહેલા પણ તમે ઘણીવાર સાંભળ્યું હશે કે, મેટ્રોમાં સફર કરતી વખતે મહિલાઓએ વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. મેટ્રોમાં સફર કરી રહેલા લોકોમાંથી કેટલાંક લોકો એવા પણ હોય છે જે વિચિત્ર હરકતો કરતાં રહે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં દિલ્હી મેટ્રોમાં સફર કરી રહેલી એક યુવતી સામે એક યુવકે પેન્ટની ચેન ખોલીને પ્રાઇવેટ પાર્ટનું પ્રદર્શન કર્યુ. ફોટોમાં જોઇ શકાય છે કે સામે ઉભેલી યુવતી સામે તે અશ્લીલ હરકતો કરી રહ્યો છે.

ઘટના બુધવારે સાંજે 6 વાગ્યાની છે. જ્યારે યુવતી સાંજે 6 વાગ્યે યલો મેટ્રો લાઇનમાં દિલ્હીથી ગુડગાંવ જઇ રહી હતી. ત્યારે તેની સામે ઉભેલા એક યુવકે પોતાના પેન્ટની ઝિપ ખોલી નાંખી અને શરમજનક અશ્લીલ હરકતો કરવા લાગ્યો. ફોટોમાં જોવા મળી રહેલો યુવક જ આ મામલાનો આરોપી છે. તેણે જ યુવતી સામે અશ્લીલ હરકત કરી હતી. આ ઘટનાથી ગભરાયેલી યુવતીએ કોઇને કઇ જણાવ્યુ નહી પરંતુ તેણે યુવકનો ફોટો લઇ લીધો અને પછીથી પોલીસ ફરિયાદ કરી. યુવતીએ આરોપ લગાવ્યો કે પહેલા તો પોલીસે એફઆઇઆર કરવામાં આનાકાની કરી. પછીથી જ્યારે યુવતીએ મહિલા હેલ્પલાઇન પર ફોન કર્યો તો પોલીસે એફઆઇઆર નોંધી હતી.

પોલીસે યુવતીની ફરિયાદ પર યૌન શોષણનો કેસ કર્યો. તે બાદ મેટ્રોના સીસીટીવી કેમેરામાં ઘટનાના સમયની તસવીર લેવામાં આવી. હવે સીસીટીવી અને યુવતી પાસેથી મળેલી તસવીરના આધારે પોલીસ તે યુવકને શોધી રહી છે. ઘટનાથી ભયભીત થયેલી યુવતીએ પોતાની કહાની સોશિયલ મીડિયા પર પણ શેર કરી. તે બાદ વિગતો લેતાં ડીએમઆરસીએ કહ્યું કે, તે તરત જ મેટ્રો અથવા સીઆઇએસએફની હેલ્પલાઇન પર કૉલ કરો.

યુવતીએ પોતાની ટ્વીટમાં જણાવ્યું છે કે, હું ખૂબ જ ગભરાયેલી હતી. સમજાતુ ન હતું કે, હું શું કરૂ. ગુસ્સો પણ આવી રહ્યો હતો. મે યુવકની તસવીર ક્યારે લીધી તે મને યાદ નથી. હું સંપૂર્ણ રીતે હોશમાં ત્યારે આવી જ્યારે એક કલાક બાદ એક મિત્રએ આ તમામ વાત શેર કરી. યુવતીએ જણાવ્યું કે સાંજે ઑફિસથી પરત આવી રહી હતી. મેટ્રોના સાતમા કોચના લાસ્ટમાં લાગેલી 2 સીટર ખુરશી પર બેઠી હતી. સામે ગેટ પર એક યુવક ઉભો હતો. તે સતત મને જોઇ રહ્યો હતો. અચાનકથી યુવક પલટ્યો અને તેણે મારી સામે પેન્ટની ઝિપ ખોલી નાંખી.

યુવતીએ જણાવ્યું કે તે મારી સાથે સેક્સુઅલ હેરેસમેન્ટ કરી રહ્યો હતો. સામે તરફથી તેણે પોતાની બેગ લટકાવી રાખી હતી. જેથી કોઇને આ વાતની જાણ ન થાય. તેની આ હરકત કોઇને દેખાય નહી. થોડી વાર બાદ યુવક દરવાજા તરફ ઉભો રહી ગયો. પછી ચુપચાપ બીજા કોચમાં ચાલ્યો ગયો.

આ પહેલા પણ કર્ણાટકની રાજધાની બેંગલોરમાં શનિવારે સવારે એક યુવતી મોર્નિંગ વૉક પર નીકળી હતી. તે જ સમયે પાર્કમાં આવેલા એક યુવકે યુવતીની સામે પોતાના પેન્ટની ચેન ખોલી નાંખી હતી. આ ઉપરાંત તેણે યુવતીને જબરદસ્તી પોતાનો પ્રાઇવેટ પાર્ટને સ્પર્શવા કરવા પણ કહ્યુ હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…