અહિયાં માત્ર એક રૂપિયામાં મળી રહ્યું છે 5 સ્ટાર હોટલ કરતા પણ સારું જમવાનું, દરરોજ લોકોની લાગે છે લાંબી લાઈન

Share post

હાલના સમયમાં કોરોના મહામારીના કારણે કેટલાય પરિવારોના ઘર તબાહ થઇ ગયા છે, કેટલાય લોકો કોરોનાનો ભોગ બન્યા છે તો બીજીતરફ કેટલાય લોકો આર્થિક મંદીનો ભોગ બન્યા છે. આ વચ્ચે દિલ્હીમાં અનોખી પહેલ શરુ કરવામાં આવી છે. અહિયાં ફક્ત એક રૂપિયામાં ભરપેટ થાળી જમાડવામાં આવે છે. અને એ પણ ફાવીસ્ટાર હોટલમાં હોય તેવું દરેક લોકોને જમવાનું માત્ર એક રૂપિયામાં પૂરું પાડવામાં આવી રહ્યું છે.

દિલ્હી (Delhi)ના નાંગલોઈ વિસ્તારના શ્યામ રસોઈ ઘરમાં ફક્ત એક રૂપિયામાં જ ભોજનની થાળી મળે છે. આ થાળીમાં પનીર, માખણ વાળી વાનગીઓ અને મીઠાઈ પણ સામેલ છે. આ થાળીને દિલ્હીમાં સૌથી સસ્તી થાળી ગણવામાં આવે છે.

દિલ્હીના નાંગલોઈ વિસ્તારમાં ભૂતોવાળી ગલીમાં ‘શ્યામ રસોઈઘર’ નામથી પ્રખ્યાત આ દુકાનમાં એક રૂપિયામાં ભરપેટ ભોજન આપવામાં આવે છે. અને તે પણ જેવું તેવુ નહી ખુબ જ સ્વાદિષ્ઠ. ત્યાં લોકોની ભોજન માટે લાઈન લાગે છે. લોકોનું કહેવું છે કે, આપવામાં આવતું ભોજન 5 સ્ટાર હોટલ કરતા પણ સારું છે.

આ રસોડાની શરૂઆત એક મહિના પહેલા જ  કરવામાં આવી હતી. જેનું સંચાલન કરનાર પ્રવીણ ગોયલનું કહેવું છે કે, આ થાળી માટે એક રૂપિયો એટલા માટે લેવામાં આવે છે કારણ કે જેથી કરીને લોકો ભોજનની કદર કરે અને ભોજનનો બગાડ ન કરે. કોરોનાકાળમાં અનેક લોકો આર્થિક રીતે પરેશાન છે. આ કારણે લોકોને ઓછા પૈસામાં ભોજન આપવા માટે આ રસોડું શરુ કરવામાં આવ્યું છે. લોકો પાસેથી થાળીના બદલે જે એક રૂપિયો લેવામાં આવે છે તેનાથી રસોયાઓંનું વેતન નીકળી જાય છે.

પ્રવીણ ગોયલના જણાવ્યાં મુજબ આ રસોડું અઠવાડિયામાં સાતેય દિવસ ખુલ્લું રહે છે. દરરોજના લગભગ 1000 લોકો અહીં જમવા આવે છે. ભોજનની લાઈનમાં ઊભેલા લોકોને ત્યાં વારંવાર અપીલ કરવામાં આવે છે કે, ભોજન બગાડે  નહી. આ માટે તેમણે પોસ્ટર પણ લગાવી રાખ્યા છે જેમાં લખ્યું છે કે ભોજનનો બગાડ ન કરવો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post