ગામમાં પુર ન આવે એટલે લોકોએ ખેડૂતોના પેટે માર્યું પાટું- 100 ખેતરો થઈ ગયાં પાણીમાં ગરકાવ

Share post

અતીભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ફરી વળતાં ઘણાં ખેડૂતને મોટી હાલાકીનો સામનો કરવો પડયો છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે.દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદને કારણે ઘણાં જળાશયો છલકાઈ ગયાં છે. દ્વારકામાં આવેલ ચરકલા ડેમ ઓવર કેપેસિટીને કારણે ઓવરફ્લો થઈ જતાં ગમે ત્યારે તૂટવાની સંભવિત અસરને કારણે ગ્રામજનો દ્વારા JCBની મદદથી પાળો તોડી દેવામાં આવ્યો હતો.

પાળો તૂટતાંની સાથે જ નીચાણવાળા વિસ્તારમાં કુલ 100 જેટલા ખેતરોમાં પાક ધોવાઈ ગયાં હતાં.નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળતાં પાકનો ઓથ બોલી ગયો હતો.દ્વારકામાં આવેલ અતિભારે વરસાદને કારણે ચરકલા ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો.સમુદ્ર કિનારે આવેલ ચરકલા ડેમમાં પાણીની વધુ પડતી આવક થતાં ક્ષમતા કરતાં વધુ પાણીની આવકને કારણે ડેમ ભયજનક સપાટીએ ઓવરફ્લો થતાં ડેમ ગમે ત્યારે તૂટી શકે એવી સ્થિતિની સામે આવતાં ગ્રામજનો દ્વારા પાણીનાં ઝડપી નિકાલને માટે JCBની મદદ વડે પાળો તોડી દેવામાં આવ્યો હતો.

પાળો તૂટતાંની સાથે જ નિચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળતાં કુલ 100 જેટલા ખેતરોમાં ઉભા થયેલ પાક જડમૂળથી ધોવાઈ જવાને કારણે ખેડૂતોને ખુબ નુકશાન થયું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post