ગુજરાત: મોડી રાત્રે સાવજોનાં ટોળાએ ગૌશાળામાં નાંખ્યા ધામા – એકસાથે એટલી ગૌ માતાનું મારણ કર્યું કે…

Share post

હાલમાં રાજકોટ જીલ્લામાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે. રાજકોટ તાલુકા પછી હવે જિલ્લામાં પણ સિંહોએ ધામા નાખ્યા છે. રાજકોટ જિલ્લામાં આવેલ આરબ ટીંબળીમાં સિંહના ટોળાએ ગૌશાળામાં ઘૂસી જઈને કુલ 8 ગાયોનું મારણ કર્યું છે. મોટી સંખ્યામાં સાવજો દેખાતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાંની સાથે જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. આરબ ટીંબળીમાં કુલ 10થી પણ વધારે સિંહોએ ધામા નાખ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.

વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા :
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલ આરબ ટીંબડી ગામમાં મોડી રાત્રે સિંહોનું ટોળું ચડી આવતાં ગૌશાળામાં ઘૂસી ગયું હતું. સિંહોએ કુલ 8 જેટલી ગાયોનું મારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાંની સાથે જ સ્થાનિકો ઊમટી પડ્યા હતા તેમજ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. બીજી બાજુ જાણ કરવામાં આવતાં વન વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે તેમજ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.

રાજકોટ તાલુકામાં સિંહોએ ધામા નાખતાં વન વિભાગ સતત ટ્રેક કરી રહ્યું છે:
ગીર અભયારણ્ય અને આજુબાજુના વિસ્તારોમાં વસવાટ કરતા સાવજોનું લોકેશન જાણવા માટે રેડિયો કોલર લગાવવાનો પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો હતો. રાજકોટના સીમાડે આવી ચડેલ 3 સાવજોનું લોકેશન રેડિયો કોલરને આધારે આસાનીથી ટ્રેસ થતું રહ્યું છે. ત્રણમાંથી એક નર સિંહના ગળે રેડિયો કોલર છે તથા એના આધારે ગતિવિધિની માહિતી મળી જાય છે.

તેમ છતાં વન વિભાગની 3 ટીમ છેલ્લા 20 દિવસથી રાત-દિવસ સાવજ ત્રિપુટીની પાછળ છે. સાવજોને પકડવા માટે અથવા તેવી કોઈ કાર્યવાહી કરવાની થતી નથી પણ એના લોકેશન ટ્રેસ કરતા રહીને ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે. આવી કેટલીક ઘટનાઓ અવારનવાર સોશિયલ મીડિયા પર સામે આવતી હોય છે. ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post