છેલ્લા 4 વર્ષમાં સરકારે 15 હજાર કરોડના કૃષિ ઉત્પાદનો ટેકાના ભાવે ખરીદ્યાં, શેરડી પકવતા હજારો ખેડૂતોને 25 કરોડનું વિતરણ

Share post

હાલમાં રાજ્યમાં ભરેથી અતિભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાય ગયા છે. જેના કારણે ખેડૂતોને ભારે નુકશાન થયું છે. જોકે, રાજ્ય સરકાર દ્વારા આવા ખેડૂતોને સહાય કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે અવાર-નવાર કોગ્રેસ દ્વારા સરકાર ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર પર ખેડૂતોને આર્થિક નુકશાનીમાં હોમવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા થઇ રહ્યા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. CM વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાત સરકારે છેલ્લા 4 વર્ષમાં રૂ. 15 હજાર કરોડના કૃષિ ઉત્પાદનોની ટેકાના ભાવથી ખરીદી કરી હતી. ગંધારા સુગરના શેરડી ભરનારા કુલ 2908 જેટલા ખેડૂત સભાસદો શ્રમિકો અને શેરડીનું પરિવહન કરનારાના બાકી નીકળતા 25 કરોડ રૂપિયાના ઓનલાઇન યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણીએ ચેકનું વિતરણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ખેડૂતોને તેમના ઉપજના યોગ્ય પૂરતા ભાવ મળી રહે તેવા હેતુથી ગુજરાત સરકારે છેલ્લા ચાર વર્ષમાં ખેડૂતો પાસેથી રૂ. ૧૫,૦૦૦ કરોડથી વધુ રકમની ખેત-પેદાશો ટેકાના ભાવે ખરીદી છે. અગાઉની સરકારોએ એક પણ રૂપિયાની પેદાશ ટેકાના ભાવે ખરીદી નથી. કરજણ વિસ્તારના ખેડૂતોને શેરડીની સાથે કોઈપણ ધાન્ય પાકનો પૂરતો ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત ચિંતા કરશે તેમ જણાવી મુખ્યમંત્રીએ સૌ લાભાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી.

તેમણે કહ્યું હતું કે, કોરોના વચ્ચે સાવચેતી રાખીને આપણે વિકાસયાત્રા આગળ ધપાવવાની છે. આ વર્ષે સમગ્ર રાજ્યમાં ખૂબ સારો વરસાદ થયો છે તેથી ખરીફ, રવિ અને ઉનાળુ સીઝનમાં મબલક પાક થશે અને ખેડૂતો વધુ આર્થિક પગભર બનશે તેમ જણાવી લાભાર્થીઓને શુભેચ્છા આપી હતી. સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ૨૫ વર્ષથી વર્તમાન સરકારે ખેડૂતોના કલ્યાણ માટે અનેકવિધ નવી યોજનાઓ અને સબસિડી આપીને ખેડૂતોને આર્થિક પગભર કરવાનું કામ કર્યું છે. તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૦૫માં “કૃષિ મહોત્સવ”નો પ્રારંભ કરીને ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના અભિયાનનો પ્રારંભ કર્યો હતો. નિર્ણાયક મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે સાત પગલા ખેડૂત કલ્યાણના, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જેવી અનેકવિધ યોજનાઓ શરૂ કરીને ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર કરવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. રાજ્ય સરકારે ખેડૂતોની ચિંતા કરીને વડોદરા જિલ્લાની સહકારી સુગરકેન ગ્રોઅર્સ યુનિયન લી. ગંધારાના શેરડી પકવતા ખેડૂત સભાસદો, શેરડીની કાપણી કરતા શ્રમિકોને તેમજ ટ્રક અને ટ્રેકટર સપ્લાયરોને કુલ રૂા. ૨૫ કરોડની વર્ષ ૨૦૧૮-૧૯ની બાકી રકમ આજે મુખ્યમંત્રીના હસ્તે ચૂકવવામાં આવી છે. તે બદલ સહકાર મંત્રીએ સૌ લાભાર્થીઓને અભિનંદન આપ્યા હતા.

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સંવેદનશીલ અને નિર્ણાયક મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં પણ વડોદરા જિલ્લા સહકારી સુગરકેન ગ્રોઅર્સ યુનિયન લી., ગંધારાના ખેડૂત સભાસદો, કાપણી કરતા મજૂરો અને ટ્રક-ટ્રેક્ટર સપ્લાયરોના હિતમાં નિર્ણય લઈને આજે એક સાથે રૂા. ૨૫ કરોડની રકમ ચૂકવવાનો નિર્ણય કર્યો છે તે ખૂબ જ આવકારદાયક છે. આ વિસ્તારના ખેડૂતો અને સહકારી આગેવાનો દ્વારા મુખ્યમંત્રીને આ બાકી નાણા ચૂકવવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે મુખ્યમંત્રીએ માત્ર એક જ સપ્તાહમાં હકારાત્મક નિર્ણય લઈને તેનો ઉકેલ લાવીને રાજ્ય સરકારની નિર્ણાયક અને સંવેદનશીલ કાર્યશૈલીના દર્શન કરાવ્યા છે. આજે કરણજ વિસ્તારના વિવિધ ૩૧ સ્થાનો પર આ સાથે લાભાર્થીઓને નાણા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી 6 ખેડૂત ભાઇ-બહેનોને ચેક અર્પણ કર્યા હતા. આ સાથે મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કહ્યું હતું કે,રાજ્યના ખેડૂતો પાસેથી પાક વીમા કંપનીઓ દ્વારા મોટી રકમ લેવા છતાં પણ પાક વીમા ચૂકવવાના મોટા પ્રશ્નો ઊભા થતા હતા. ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય કરીને પાક વીમાની રકમમાંથી મુક્તિ આપીને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરી છે. જેમાં રાજ્યના તમામ ખેડૂતોએ એક પણ રૂપિયાનું પ્રીમિયમ ભર્યા સિવાય પાક વીમો ચૂકવવાનું નક્કી કર્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…