દશેરા અને દિવાળી પહેલાં સરકારે ડુંગળી અંગે લીધેલ નિર્ણયથી ખેડૂતોને ફાયદો થશે કે નુકસાન? – જાણો અહીં… 

Share post

ડુંગણી નિકાસ પર પ્રતિબંધ લગાવવાના અંદાજે 1  મહિના પછી કેન્દ્ર સરકાર દ્વારા એમાં છુટ આપવામાં આવી છે. વાણિજ્ય મંત્રાલયે જણાવતાં કહ્યું હતું કે, ડુંગળીની નિકાસમાં આંશિક રીતે છુટ આપવામાં આવી છે. જેને લીધે બેંગલુરુ તથા કૃષ્ણપૂરમમાં ઉગાડવામાં આવતી ડુંગળી કુલ 10,000  મેટ્રિક ટન સુધી નિકાસ કરી શકાશે. જેનો તાત્કાલિકપણે અમલ કરી દેવામાં આવ્યો છે. જો કે, કેન્દ્ર સરકાર દ્વારા નાસિકથી ડુંગળીની નિકાસને પરવાનગી આપવામાં આવી નથી.

ફક્ત ચેન્નઈ પોર્ટ પરથી જ નિકાસ થશે :
મળેલ જાણકારી પ્રમાણે 31 માર્ચ વર્ષ 2021 સધી ડુંગળીની નિકાસ ફક્ત ચેન્નઈ પોર્ટથી જ કરવામાં આવશે. આની પહેલા નિકાસકારોને કર્ણાટક તથા આંધ્ર પ્રદેશનાં હોર્ટિકલ્ચર વિભાગથી ડુંગળીની નિકાસ માટે સર્ટિફિટેકટ પ્રાપ્ત કરવાનું રહેશે. આ સર્ટિફિકેટમાં ડુંગળીની માત્રા અંગે પણ માહિતી રહેશે. આની માટે નિકાસકારોને લોકલ DGFT કાર્યાલયમાં પણ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જ્યાંથી નિકાસને મોનિટર કરવામાં આવશે.

નાણાંકિય વર્ષ 2020માં ભારતથી કુલ 32.8 કરોડ ડોલરની કિંમતી ફ્રેશ ડુંગળની નિકાસ કરવામાં આવી હતી. સુકી ડુંગળીની વાત કરવામાં આવે તો કુલ 11.23 કરોડ ડોલર કિંમતની નિકાસ કરવામાં આવી હતી. એપ્રિલ-જુલાઈ મહિનાની વચ્ચે બાંગ્લાદેશમાં ડુંગળની નિકાસ કુલ 158% સુધી વધી ગઈ હતી. ત્યારપછી સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જો કે, ડુંગળીના ખેડૂતોની સાથે બાંગ્લાદેશ તથા નેપાળની પણ સરકારે આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. ડુંગળી માટે બંને દેશો ભારત પર જ નિર્ભર રહેલાં છે.

દર વર્ષે ડુંગળની નિકાસ પર લગાવવામાં આવે છે પ્રતિબંધ :
ઘણાં વર્ષોથી સરકાર ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી રહી છે. ગત વર્ષે 29 સપ્ટેમ્બરે સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર તથા હરિયાણાની ચૂંટણીના ઠીક પહેલા ડુંગળની કિંમતોમાં તેજી જોવા મળી હતી. રાજધાની દિલ્હીમાં ડુંગળીનો છૂટક ભાવ કુલ 80 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયો હતો. સરકાર દ્વારા પ્રતિબંધ લગાવ્યા પછી રાહત આપવામાં આવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post