હવામાન વિભાગની મોટી આગાહી- આવનારી આ તારીખે સૌરાષ્ટ્ર સહીત આ વિસ્તારોમાં થશે અતિભારે વરસાદ

હવામાન વિભાગ દ્વારા આગામી 4-6 જુલાઇ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં રાજ્યના ઘણાં વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની આગાહી હોવાથી ગરમીમાં ઘટાડો થવાના સંકેત હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે.આગામી 4, 5 અને 6 જુલાઇના દિવસે વરસાદની આગાહી છે.
આગામી 3 દિવસ માટે રાજ્યના ઘણાખરા જિલ્લાઓમાં સામાન્ય વરસાદ આવી શકે છે. હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં વાતાવરણમાં બદલાવ આવ્યો છે.ઘણાં વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે,અને વીજળીના કડાકા શરૂ થઈ ગયાં છે.
હવામાન વિભાગનાં જણાવ્યાં અનુસાર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી શકે છે.4- 6 જુલાઈ સુધીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી રહી છે.દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં સાયકલોનીક સર્ક્યુલેશનની અસર જોવા મળી શકે છે.
4, 5 અને 6 જુલાઈનાં રોજ ભારે વરસાદની આગાહી થઇ છે.આ જ દિવસો દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા અંગે સૂચના આપી દેવામાં આવી છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણાં વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી કરી છે.અમદાવાદમાં છેલ્લા ઘણાં દિવસોથી લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે જ આગામી દિવસોમાં શહેરમાં વરસાદ પડે તો લોકોને ગરમીમાંથી છુટકારો મળી શકે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…