બે દિવસના વિરામ બાદ સૌરાષ્ટ્ર તેમજ દક્ષીણ ગુજરાતના આ વિસ્તારોમાં થશે મેઘરાજાનું થશે જોરશોરથી આગમન

Share post

ચોમાસાંની ઋતુ ચાલુ પણ થઈ ગઈ છે, તેમજ ઘણી જગ્યાયે તો મેઘરાજાનું આગમન પણ થઈ ચુક્યું છે. હવામાન વિભાગ દ્વારા પણ ઘણીવાર આગાહી કરવામાં આવતી હોય છે, અને આ આગાહી પ્રમાણે વરસાદ પણ વરસતો હોય છે. એવામાં હાલમાં જ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત જ રહેશે એવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. વળી, આગામી કુલ 2 દિવસમાં વરસાદનું જોર પણ વધશે એવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે, તેમજ તેમાં પણ સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદ આવશે એવી આગાહી પણ કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગ દ્વારા 2 તેમજ  3 ઓગસ્ટનાં રોજ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આની ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું છે કે, 5 ઓગસ્ટની આજુબાજુ બંગાળની ખાડીમાં સિસ્ટમ પણ સક્રિય થશે. જેનાથી 5, 6, તેમજ 7 ઓગસ્ટનાં રોજ રાજ્યમાં સાર્વત્રિક અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

વરસાદની આગાહીની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકમાં કુલ 11 તાલુકામાં હળવો વરસાદ પડ્યો છે. જ્યારે ગઈ 24 કલાકમાં રાજ્યના કુલ 135 તાલુકામાં મધ્યમથી લઈને અતિભારે વરસાદ પણ નોંધાયો છે. જેમાંથી સૌથી વધારે પંચમહાલના હાલોલમાં કુલ 3 ઇંચ અને સુરેન્દ્રનગરનાં ચોટીલામાં કુલ અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના કુલ 26 તાલુકામાં 1 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…