5000 હજારના રોકાણથી શરુ કરેલા બિજનેસથી આ દીકરી દરરોજ કમાય છે 10,000 રૂપિયા -જાણો કેવી રીતે?

Share post

આજની મહિલાઓ પુરુષો કરતાં પણ વધુ કમાણી કરી રહી છે. પશુપાલનમાંથી મહિલાઓ પણ લાખોની કમાણી કરી રહી છે. આની સાથે જ અન્ય ક્ષેત્રોમાં પણ મહિલાઓ પુરુષોથી પણ આગળ નીકળી ગઈ છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. બધાં જ વ્યક્તિ એવું ઈચ્છતાં હોય છે કે, એનો પોતાનો સારો એવો બિઝનેસ હોય. અમુક લોકોની પાસે છે તો સારા સારા આઈડિયા પણ હોય છે પરંતુ એના પર કામ કરવાની જગ્યાએ વાતોનાં ફડાકા ઝીકતાં રહેતાં હોય છે.

જ્યારે કેટલાંક લોકો ખરી મહેનત કરી લેતાં હોય છે. આવી જ એક કહાની અમે આજે સામે લઈને આવી રહ્યાં છીએ. ગુરૂગ્રામમાં રહેતી ઈલા પહેલા જોબ કરતી હતી. ત્યારબાદ એણે આ જોબ છોડી દીધી હતી. એણે પોતાનો બેકરીનો બિઝનેસ શરૂ કર્યો હતો એ પણ ઘરેથી. હવે તે આ બિઝનેસમાં લાખો રૂપિયાની કમાણી કરી રહી છે.

હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરેલો છે:
ઈલાએ વેલકમ ગ્રુપ સ્કૂલ ઓફ હોટલ એડમિનિસ્ટ્રેશનમાંથી હોટલ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કરેલું છે. વર્ષ 2007માં તેણે પોતાનાં બિઝનેસની શરૂઆત કરી હતી. એણે ઘરમાંથી બેકરીની શરૂઆત કરી હતી. જેનું નામ રાખવામાં આવ્યું હતું Truffle tangles.

દરરોજ 10,000 રૂપિયા કમાઈ રહી છે:
માત્ર 5,000 રૂપિયાનાં રોકાણની સાથે શરૂ કરેલ આ બિઝનેસ હાલમાં અંદાજે રોજ કુલ 10,000 રૂપિયાની કમાણી કરી રહી છે. પોતાની બેકરીમાં એ કેક, ગ્લૂટેન ફ્રી બ્રેડ જેવી આઈટમો રાખે છે. આની સાથે જ કુકીઝ, ચોકલેટ, ડેસર્ટ જેવી બેકરીની પ્રોડક્ટસ પણ રાખે છે. કુલ 40થી વધુ ખાવાની આઈટમની સાથે પૈટી, સ્ટફ્ડ બન્સ, પિજ્જા તથા ગિફ્ટ હૈમ્પરની સાથે તે NRIમાં પણ ડિલીવરી કરી રહી છે.

કેટલાય વર્ષો સુધી કરી નોકરી :
ગ્રેજ્યુએશન કર્યાં પછી એણે આ હોસ્પિટાલિટી ઈંડસ્ટ્રીઝમાં ઘણાં વર્ષો સુધી કામ કર્યું હતું. ત્યારપછી ચેન્નાઈમાં આવેલ ચોલ શેરેટનમાં કામ કર્યું હતું. ત્યારબાદ કલકત્તામાં આવેલ તાજ બંગાલ ચાલી ગઈ હતી. જ્યાં એણે શેર માર્કેટિંગ ડિવીજનમાં કુલ 5 વર્ષ પસાર કર્યાં હતાં. ત્યારબાદ એના લગ્ન થઈ ગયા હતાં. એના પતિની સાથે એ ગુરૂગ્રામમાં આવી ગઈ. કુલ 2.5 વર્ષ સુધી પરિવાર તથા બાળકોને સંભાળ્યા હતાં.

કઈક નવું કરવાની ઇચ્છા હતી :
આ સમય દરમિયાન એને એક મિત્રનો સાથ મળ્યો હતો. ઈલાએ એને જણાવતાં હતું કે, એ કંઈક નવું કરવાં માંગે છે. એણે અગાઉ કોઈ મેન્યૂ બનાવ્યું ન હતું. આ બધુ કામ એણે જાતે જ કર્યું હતું. જાહેરાતો આપી ધીરે-ધીરે બર્થડે કેક બનાવવાના ઓર્ડર મળ્યા હતાં. એ સમયે સોશિયલ મીડિયાનું આટલુ ચલણ ન હતું. જેને લીધે એને ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો.

બેકરીનો વિચાર આવ્યો :
એ સમયે શહેરમાં એવી કોઈ દુકાન ન હતી કે, જેની પાસે ખાસ કરીને ક્વોલિટી પેસ્ટ્રી મળતી હોય. લોકોને ઈલા ટ્રફલ કેક ખૂબ જ પસંદ આવવા લાગી હતી. આવી જ રીતે એણે બેંકીંગનાં કામની શરૂઆત કરી હતી. ત્યારબાદ એણે ફૂડ મેળામાં પણ સ્ટોલ લગાવી હતી. લોકો જાણવા લાગ્યા હતાં. સોશિયલ મીડિયા આવતાં એના બિઝનેસને બૂસ્ટ મળ્યુ હતું. એ જોડીયા બાળકોની માતા છે. એને ઘરેથી બિઝનેસ કરવાનું એટલા માટે વિચાર્યુ હતું. જેને લીધે એ બાળકોને પણ સાચવી શકે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…