કોરોના વચ્ચે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો ડરવાની જરૂર નથી, બસ ઘરેબેઠા જ કરો આ કામ…

હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. આ મહામારીને કારણે લાખો લોકોના મોત પણ થઈ ચુક્યા છે. આવા સમયમાં મોટાભાગના લોકોને શ્વાસ લેવામાં તકલ પડતી હોય છે. ઓક્સિજનના સ્તરમાં સતત ઘટાડો થઈ રહ્યો હોવા પર હોસ્પિટલોમાં વેન્ટિલેટર પણ નથી મળી રહ્યાં. આવા દર્દીઓની માટે પ્રોન પોઝિશન ઓક્સિજિનેશન ટેક્નિક કુલ 80% સુધી અસરકારક સાબિત થાય છે. તમામ તબીબી પ્રણાલીનાં નિષ્ણાત ડોક્ટરોએ પ્રોન પોઝિશનને હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓની માટે ‘સંજીવની’ ગણાવી છે.
જ્યારે પણ આપને શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે આ અવસ્થામાં કુલ 40 મિનિટ સૂતાં રહેવાથી ઓક્સિજન લેવલમાં સુધારો થઈ જશે. પેટનાં બળ પે સૂતાં રહેવાથી વેન્ટિલેશન પરફ્યુઝન ઈન્ડેક્સમાં ખુબ જ સુધારો થાય છે. કોરોનાકાળમાં ડોક્ટરોએ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય અથવા તો કોવિડના દર્દીઓને આ ટેક્નિક જરૂર અજમાવવાની સલાહ આપવામાં આવી છે.
પાણીને લીધે ઓક્સિજન લઈ શકતા નથી :
પ્રોન પોઝિશનનો એક્યુટરેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિંડ્રોમમાં ઉપયોગ કરવામાં આવે છે. ARDS થવાથી ફેફસાંમાં આવેલ નીચેના ભાગમાં પાણી ભરાઈ જાય છે. પીઠના બળ પે સુતા રહેવાથી ફેફસાંમાં આવેલ નીચેના ભાગના એલ્વેઓલીમાં લોહી તો પહોંચે છે પણ પાણીને લીધે ઓક્સિજન તથા કાર્બન ડાયોક્સાઇડને કાઢવાની પ્રક્રિયામાં તકલીફ થતી હોય છે.
આવી પરીસ્થિતિમાં જેમાં યોગ્ય રીતે ઓક્સિજિનેશન ન થાય તો ‘પ્રોન વેન્ટિલેશન’ આપવામાં આવતું હોય છે એટલે કે, દર્દીને પેટના બળ પર સુવડાવી દેવામાં આવે છે. ગળાની નીચે એક ઓશીકું, પેટ-ઘૂંટણની નીચે કુલ 2 ઓશીકાં તેમજ એક પંજાની નીચે. દર 6-8 કલાકમાં કુલ 40-45 મિનિટ આવું કરવાથી દર્દીને ખુબ જ લાભ થાય છે.
પેટના બળે સૂઈને હાથોને કમરની પાસે સમાંતર પણ રાખી શકો છો :
સામાન્ય રીતે પેટનાં બળ પર સુતા રહેવાથી હાથને કમરની પાસે સમાંતર પણ રાખી શકાય છે. આ અવસ્થામાં ફેફસાંમાં લોહીનો સંચાર સારા પ્રમાણમાં થાય છે. ફેફસાંમાં હાજર રહેલ ફ્લૂડ ફેલાય છે, જેને લીધે લંગ્સમાં ઓક્સિજન આસાનીથી પહોંચે છે. ઓક્સિજનનાં સ્તરમાં પણ ઘટાડો થતો નથી. પ્રોન પોઝિશન વેન્ટિલેશન સુરક્ષિત તથા લોહીમાં ઓક્સિજનનું સ્તર બગડવા પર નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. બીમારીને લીધે મૃત્યુ દર ઘટાડવામાં મદદરૂપ રહય છે. ICUમાં દાખલ દર્દીઓમાં સારાં પરિણામ મળે છે. જો, વેન્ટિલેટર ઉપલબ્ધ ન હોય ત્યારે એ સૌથી અસરકારક નીવડે છે. કુલ 80% પરિણામ વેન્ટિલેટર જેવાં જ હોય છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…