સુશાંતના ન્યાય માટે લડો છો, પણ અમારા માટે કેમ નહિ”- દેશના મજબુર ખેડૂત

થોડાં સમય પહેલાં પ્રખ્યાત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે પોતાના ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ આ વાત ખુબ જ ચર્ચામાં ચાલી રહી છે. હાલમાં એને લઈને જ એક સમાચાર સામે આવી રહ્યાં છે. આપણા દેશમાં ખેડૂતોની હાલત દિવસેને દિવસે કફોડી બનતી જાય છે. ત્યારે આની વિરુદ્ધ એક ખેડૂતે અવાજ ઉઠાવ્યો છે.
મધ્ય પ્રદેશનાં વિદિશાનાં ખેડૂતો અતિભારે વરસાદમાં એમનો પાક ઘોવાઇ જવાંને કારણે એમને ઘણું નુકશાન સહન કરવું પડતો નુકસાનની ભરપાઇ કરવા સરકાર વિરુદ્ધ ધરણા પર બેઠા હતાં પણ આની સાથે જ ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનો ફોટો મૂકી જણાવતાં કહ્યું, હતું કે જો લોકો સુશાંતસિંહનાં ન્યાયને માટે લડતાં હોય તો અમને પણ ટેકો આપવો જોઇએ.
ધરણાની જગ્યાએ એમણે અભિનેતા સુશાંતસિંહનો ફોટો મૂક્યો હતો. વિદિશાનાં જાફરખેડીનાં ખેડૂતોએ એમનાં ખેતરોમાં જ ધરણા કર્યા હતાં. પત્રકારો સાથે કરેલ વાતચીતમાં કોંગ્રેસનાં નેતા દેવેન્દ્ર સિંહ રાઠોડે જણાવતાં કહ્યું હતું, કે અતિભારે વરસાદને લીધે અમારા વિસ્તારમાં બધો જ પાક ધોવાઇ ગયો હતો. એમણે સુશાંતસિહને શ્રધાંજલિ પણ આપી હતી એવું પણ એમણે જણાવતાં કહ્યું હતું.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…