જો તમને હાર્ટએટેક આવવાનો હશે તો, એક મહિના પહેલા જ દેખાશે આવા લક્ષણો

Share post

હાર્ટએટેક એ એક એવી ગંભીર સમસ્યા છે, કે જેમાં ઘણી વખત આપણને ખબર પણ નથી હોતી કે આપણને એટેક આવ્યો છે. અને જ્યાં સુધીમાં આપણને ખબર પડે ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હોય છે. પરંતુ અમુક લક્ષણો એવા છે કે જે, હાર્ટ અટેક આવ્યાના એક મહિના પહેલા જ દેખાવા માંડે છે.

થોડી વારમાં જ થાક લાગી જવો :- કોઈ પણ કામ કર્યા વગર જ જો થાક લાગતો હોય તો એ પણ એક આ સમસ્યાનું એક લક્ષણ છે. કારણ કે આપણા શરીરમાં હ્રદય ને વધારે મહેનત કરવાની ત્યારે જ જરૂર પડે છે કે, જ્યારે તેની શરીરની ધમનીઓ કોલેસ્ટ્રોલ ના લીધે બંધ થઈ ગઈ હોય. ઘણી વખત સારી ઊંઘ આવ્યા છતાં સવારના સમયમાં ઊંઘ પૂરી ન થઇ હોય એવું લાગતું હોય તથા થાક પણ અનુભવાય છે.

સ્વાચ્છોશ્વાસની ક્રિયા માં મુશ્કેલી થવી :- જ્યારે શ્વાસ લેવામાં કોઈ મુશ્કેલી થતી હોય તો આ પણ હાર્ટએટેકનો સંકેત હોઈ શકે છે. હૃદય જ્યારે સરખી રીતે કામ ન આપી શકે, ત્યારે ફેફસા સુધી જોઈએ એટલો ઓક્સિજન પહોંચી શકતો નથી હતો  માટે શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય છે.

શરદી ન મટવી – લાંબા સમય સુધી શરદી રહેતી હોય તો એ પણ જોખમી સંકેત હોઈ શકે છે. શરદીમાં કફની સાથે સફેદ અથવા ગુલાબી રંગ ની લાળ નીકળે તો એ ફેફસામાં સ્ત્રાવિત થયેલ લોહીના હિસાબે જ થઈ શકે છે.

ચક્કર આવી જવાં :- હૃદય નબળું હોવાને કારણે લોહીનો સંચાર વ્યવસ્થિત રીતે થઈ શકતો નથી હોતો. તેથી મગજ સુધી ઓકસીજન પહોંચી શકતો નથી. જેના કારણે પણ ચક્કર આવી શકે છે. જો તમને વારંવાર ચક્કર આવતાં હોય તો આ એક ગંભીર સમસ્યા હોઈ શકે છે.

સોજા ચઢી જવાં :- હૃદય દરેક અંગો સુધી લોહી પહોંચાડે છે અને એમ કરવા માટે પણ ખૂબ જ તકલીફ પડતી હોય. ત્યારે શરીરની શિરાઓ ફૂલી જતી હોય છે અને તે જગ્યાએ સોજા ચઢી જતાં હોય છે. મોટાભાગે આ અસર પગના પંજા, ઘૂંટણ વગેરે જગ્યાએ જોઇ શકાય છે.

નીચેના વિડીયોમાં તમે બધી માહિતીઓ જોઈ શકો છો…

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post