ખેતીમાં આ એક મોટો સુધારો કરવામાં આવે તો ખેડૂતો સહીત દરેકને થશે અઢળક ફાયદાઓ- જાણો અહીં

Share post

આજના સમયમાં આપણે ખેતીમાં જીવ જંતુનો નાશ કરવા ખેડૂતો ખેતરમાં જંતુનાશક દવાનો છટકાવ કરતા હોય છે. પરંતુ આ જંતુનાશક દવા છાંટીને આપણે આપણા પગ ઉપર કુહાડી મારી રહ્યા છીએ. જે આપણા શરીર માટે ખુબ જ નુકશાન કારક સાબિત થાઈ છે.

વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડના પ્રેસિડેન્ટ પવન સુખદેવે જણાવ્યું હતું કે, વિશ્વ દાયકાઓથી ક્લાઈમેટ ચેન્જ સામે ઝઝૂમે છે પરંતુ આખું વિશ્વ તેના ઉકેલ  શોધવામાં નિષ્ફળ છે. એટલા માટે હવે સામાન્ય માણસે આ સમસ્યાને પોતાના હાથમાં લેવી પડશે. આવામાં મોટો સવાલ એ ઊભો થાય છે કે, અંતમાં સામાન્ય માણસ શું કરે ? મારા હિસાબે સમસ્યા જેટલી મોટી છે, એટલો ઉકેલ સરળ છે.  સામાન્ય માણસે માત્ર બે કામ કરવાના છે. પહેલું, સમસ્યાને સમજવી પડશે. બીજું, આ સમસ્યાને જળમૂડથી નાશ કરવો પડશે, જેથી તેને પહેલા સમજો.

વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડના પ્રેસિડેન્ટ પવન સુખદેવ

સમસ્યા : ઝેરી રસાયણથી વાવેલી હરિયાળીને આપણે હરિત ક્રાંતિ માની બેઠા છીએ

મોટામાં મોટી સમસ્યા ક્લાઈમેટ ચેન્જ નામમાં છે. જો કોઇને હૃદયનો દુખાવો થાય તો આપણે નહીં કહીએ કે હૃદય બદલાઇ રહ્યું છે. આ ક્લાઇમેટ બ્રેકડાઉન છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુ વધી રહ્યા છે, જેથી ધરતીનું તાપમાન વધી રહ્યું છે. પાણીની અછત, પૂર અને તોફાનની વધતી સ્થિતિ આનું જ પરિણામ છે. પ્રકૃતિ હવા, પાણી, જળ, જંગલ જેવી બહુમૂલ્ય સેવા માટે આપણને બિલ નથી મોકલતી, એટલે આપણે તેની કદર કરતા નથી. કોલસો અને તેલના ઉપયોગ સિવાય ખેતી અને ખાદ્ય ચીજો આપણી બનાવટથી ગ્રીનહાઉસમાં ગેસ વધી રહ્યો છે. ખેતીમાં કિટકોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને આને આપણે હરિત ક્રાંતિ માની બેઠા છીએ. આનાથી જમીન ખરાબ થઇ રહી છે. ખોરાકમાં ઝેર ભળી રહ્યું છે અને લોકો આને ખાઇ બીમાર થાય છે. બીજી તરફ આપણે ભોજન પણ બરબાદ કરી રહ્યા છે. અમેરિકા જેવા દેશોમાં તો લોકો ઘણું ખાવાનું ફેંકી દે છે. આ ટ્રેન્ડ ભારત સહિત સમગ્ર વિશ્વમાં વધી રહ્યો છે.

ઉકેલ: એ જ ખાઓ જે આસપાસ ઊગે, ખાલી જમીનમાં વૃક્ષ વાવો, જીવન બચાવો

સામાન્ય માણસે ખેડૂતો પાસેથી રસાયણ વિનાના અનાજ, ફળ અને શાકભાજીની માગ કરવી જોઇએ કેમ કે જ્યાં સુધી માંગ નહીં આવે ત્યાં સુધી ખેડૂત તેનું ઉત્પાદન નહીં કરે. આપણે પોતાની આસપાસ થતાં સિઝનલ ફળ-શાકભાજી અને અનાજનો ઉપયોગ કરવો જોઇએ. ખાવા-પીવાની બહારથી મંગાવેલી ચીજોથી મોંઘવારી વધે છે. આ ધારણા બિલકુલ ખોટી છે કે જે ચીજ મોંઘી છે તે પૌષ્ટિક હોય છે.  ઝાડ જમીનનાં કપડાં અને માણસોને  સ્વસ્થ રાખવાની ઢાલ છે. ખાલી જમીન પર ખાસ રીતે નદીઓ-તળાવોની આસપાસ મોટાં અને પહોળાં પાંદડાનાં વૃક્ષ વાવો. જેનાથી જમીન નરમ રહેશે, હવા શુદ્ધ થશે. પર્યાવરણ બચાવવા માટે આપણે પ્રકૃતિની પાસે જવું પડશે. પ્રકૃતિ પાસેથી આપણને બધું ફ્રીમાં મળી રહ્યું છે એટલા માટે આપણે તેની કદર કરતા નથી. અત્યારે ખેડૂતને પાક સાચવણી માટે મધમાખી ભાડા પર લેવી પડે છે. આપણે વાતાવરણમાં થતા અન્ય જીવ-જંતુઓની જાળવણી કરતા શીખવું પડશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post