જો રણતીડ પર નિયંત્રણ નહિ આવે તો, ખેડૂતોના પાકને થશે મોટું નુકશાન- આવી રહ્યા છે અસંખ્ય તીડોના ઝુંડ

Share post

એકબાજુ વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણને અટકાવવા તકેદારી રાખતા  લોકડાઉન, ભૂકંપના આંચકા અને હાલે અનલોકમાં નિયત સમય માટે ધંધા-રોજગારમાં છુટ-છાટ છતાં માઠી દશા વચ્ચે બીજીબાજુ આ વરસે મેઘરાજાએ કચ્છ ઉપર કૃપા વરસાવતા પહેલા વાવાઝોડાના પગલે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ બાદ વરસાદી સિસ્ટમના કારણે જિલ્લામાં  વાવણી લાયક વરસાદ વરસતા સરહદી આ જિલ્લાનો માલાધારી વર્ગ અને ખેડૂતોમાં ખુશી છવાઈ છે.

પરંતુ આ રાજીપાની વચ્ચે પશ્ચિમ કચ્છમાં રણતીડે દેખા-દેતા ચિંતાનું મોજુ પ્રસર્યું છે. પ્રારંભમાં ભીટારા, ઉાધમા, હાજીપીર, ખાવડા સહિતના વિસ્તારમાં રણતીડના ઝુંડે-ઝુંડ ઉતરી આવ્યા છે. જોકે તંત્ર દ્વારા જિલ્લાકક્ષાએાથી ટીમો રવાના થઈ તીડને નિયંત્રણ કરવાની કામગીરી કરવામાં આવે છે. પરંતુ જો આ રણતીડ પર કાબુ નહિં આવે તો કચ્છની ખેતી અને ઘાસચારાને ભરખી જશે તેવો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણેક દાયકા અગાઉ જિલ્લામાં મોટાપાયે રણતીડે આતંક ફેલાવ્યો હતો. જે-તે સમયે વહીવટી તંત્રને જાણ કરાતા તંત્ર દ્વારા હવામાં ફોગીંગ કરાયું હતું. જોકે ગતવર્ષની તુલનાએ આ વર્ષે રણતીડ વધુ હોવાની તંત્ર દ્વારા ગંભીરતાથી આ રણતીડ ઉપર નિયંત્રણ કરવાની કામગીરી કરવી આવશ્યક છે. અન્યાથા સરહદી આ જિલ્લાની ધોરીનસ સમાન ખેતી અને પશુપાલનને વ્યાપક નુકશાન થવાની ભીતી માલાધારી વર્ગ અને ખેડૂતો સેવી રહ્યા છે.

જિલ્લામાં હાલમાં કોરોનાના કેસમાં વાધારો થઈ રહ્યો છે. ત્યારે વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રમાં દિવસ-રાત પરોવાઈ ગયું છે. ત્યારે કચ્છમાં આિાર્થક ખુવારી થતી રોકવા રણતીડ સામે પણ કમર કસવી જરૃરી છે. અન્યાથા કચ્છમાં સર્વત્ર સારા વરસાદના પગલે ઉગી નીકળેલું ઘાસ અને ખેતીને ભારે નુકશાન થશે એવું ખેડુતો અને પશુપાલકો જણાવી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post