શિક્ષકની નોકરી છોડી બની ગયા ખેડૂત, માટીમાં નહિ પરંતુ પાણીમાં શાકભાજી ઉગાડી કરી રહ્યા છે લાખોની કમાણી

Share post

હાલમાં ખેડૂતો માત્ર ખેતીમાંથી જ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. હાલમાં પણ આવા જ એક ખેડૂતભાઈની જાણકારી સામે આવી રહી છે.ગુરકિરપાલસિંહ એક લેક્ચરરની નોકરી કરી રહ્યાં હતા. એમણે કોમ્યુટર એન્જીનિયરિંગની ડીગ્રી લીધેલી છે. ત્યારબાદ નોકરી છોડીને પોતાની જાતને ખેતી પ્રત્યે સમર્પિત કરી દીધા હતા.

હાલમાં તેઓ હાઈડ્રોપેનિક રીતે શાકભાજીની ખેતી કરી રહ્યાં છે.  હાઈડ્રોપોનિક રીતે ખેતીમાં માટીની જરૂરીયાત રહેતી નથી. આની સાથે પાણી પણ ખુબ જ ઓછા પ્રમાણમાં જોઈએ છે. આ ટેકનોલોજી દ્વારા ગુરકિરપાલે કેટલાંક લોકોને ખેતી માટે નવો રસ્તો દેખાડ્યો છે. જો તમે ઈચ્છો તો કુલ 200 વર્ગ ફૂટ જેવી નાની જગ્યા પર શાકભાજી ઉગાડી શકે છે.

જયારે છોડી હતી નોકરી :
પંજાબમાં આવેલ મોગા જીલ્લાનાં માત્ર 37 વર્ષનાં ગુરકિરપાલસિંહે જણાવતાં કહ્યું હતુ કે, મારી નોકરી સારી ચાલી રહી હતી પણ હું કંઈક જુદું કરવાં માંગતો હતો. એને લીધે વર્ષ 2012માં અંદાજે કુલ 5,500 સ્ક્વેર ફીટ જમીન પર પાલીહાઉસ લગાવ્યુ હતું તેમજ એમાં ટામેટા ઉગાડવામાં આવ્યા હતા. જેનાથી અંદાજે કુલ 40,000 ટામેટા ઉગ્યા હતા. ત્યારપછી ગ્રીનહાઉસ બાજુ વળ્યો તથા હાઈડ્રોપોનિક ટેક્નોલોજીથી શિમલા મિર્ચ તેમજ ટામેટા ઉગાડ્યા હતા.

હાઈડ્રોપેનીક શું છે ?
વાસ્તવમાં આ મૂળ રૂપે ઈઝરાયેલની એક પદ્ધતિ છે. જેમાં ગુરકિરપાલસિંહે પોતાની જરૂર પ્રમાણે ફેરફાર કર્યા છે. ડાઈડ્રોપેનિકમાં  હાઈડ્રોનો અર્થ છે પાણી તથા પોનિક એટલે શ્રમ ખેતી માટે તમારે જમીન તેમજ માટીની જરૂરીયાત રહેતી નથી. એમાં નેટ હાઉસની અંદર પ્લાસ્ટિકનાં પાઈપોમાં છોડ લગાવવામાં આવે છે. ટાઈમરથી તાપમાનને પાક પ્રમાણે કુલ 35 ડિગ્રીથી ઓછા નિયંત્રિત કરવામાં આવે છે. છોડના મૂળને પાણીમાં પલાળીને રાખવામાં આવે છે. ત્યારબાદ પાણીમાં જ પોષકતત્વોનું મિશ્રણ નાંખવામાં આવે છે. જેના દ્વારા છોડ ઉછેરવામાં આવે છે.

નોકરી કરતાં બમણી કમાણી થાય છે :
આ ટેક્નોલોજીમાં પાણીની જરૂર ખુબ જ ઓછી રહે છે.  એક વખત વપરાયેલ પાણી પણ ફરીથી વાપરી શકાય છે. ખાતરનો પણ ખુબ ખર્ચ થતો નથી. બધુ મળીને માત્ર લાભનો જ સોદો છે. ગુરકિરપાલે જૈવિક ખેતીને લીધે લાખોનું ટર્નઓવરવાળું સ્ટાર્ટઅપ એગ્રોપોનિક AGP ઉભુ કર્યુ છે. હવે તેઓ નોકરી કરતાં પણ કુલ 3 ગણી વધારે આવક મેળવી રહ્યાં છે. આની સાથે જ લોકોને રોજગાર પણ આપી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post