રાજ્યમાં પશુપાલનથી લોકો થઇ રહ્યા છે સમૃદ્ધ, ગીર અને કાંકરેજી ગાયના ઘીની કિંમત વધતાં પશુપાલકોએ કર્યો…

Share post

છેલ્લા ઘણા સમયથી લોકો ગાય-ભેસ નું ચોખ્ખું દૂધ માંગી રહ્યા છે. પશુઓના દૂધના ધંધામાં આવક વધતાં હવે તબેલા વસાવવા માટે લોકો આગળ આવી રહ્યાં છે. જે ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત કરી રહ્યું છે. ગયા વર્ષે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એક લાખ ગાય અને ભેંસના તબેલા થયા હોવાનો અંદાજ પશુપાલન વિભાગનો છે. આમ જે પરંપરાગત પશુ પાલક નથી તેઓ પણ ગીર કે કાંકરેજી ગાયના તબેલા વધારી રહ્યાં છે. તેઓ ડેરી સાથે ધંધો કરવા કરતાં પોતાનો જ છૂટક ધંધો પસંદ કરી રહ્યાં છે. જે નજીકના શહેરમાં નિયમિત દૂધ પૂરું પાડવાની બિજનેશ સ્ટ્રેટેજી અપનાવીને ડેરી કરતાં 22 ટકા ઊંચું વળતર મેળવે છે. ગીર અને કાંકરેજીગાયોનાદૂધની માંગ વધતા આ ફેરફાર શરૂ થયો છે.

ગુજરાતમાં આવેલ આણંદમાં 2017-18માં દૂધ મંડળી દ્વારા 11 હજાર પશુ આવા તબેલા દ્વારા વધ્યા છે. આ વર્ષે તેમાં 5 હજાર પશુનો વધારો થઈ શકે એવી ધારણા છે. તારાપુરના મોરજ ગામમાં યુવાનો નોકરી કરવાના  બદલે તબેલો કરવાનું વધું પસંદ કરે છે. ચરોતરમાં 1 વર્ષમાં 250થી વધું મોટા તબેલા બન્યા છે. રોજ 500થી 1 હજાર લીટર દૂધ પેદા કરીને મહિને 50 હજારથી 3 લાખ રૂપિયા કમાતા થયા છે. તેઓ તબેલા દ્વારા સમૃદ્ધ બની રહ્યાં છે. ઉત્તર ગુજરાતમાં આવા તબેલા ગયા વર્ષે ઘણા વધી ગયા છે.

1 થી 12 દુધાળા પશુઓની ખરીદી માટે મેળવેલા બેંક ધિરાણ પર 5 વર્ષ સુધી સામાન્ય કેટેગરીના લાભાર્થીઓને 7.5% વ્યાજ સહાય, તથા મહિલા, અનુ.જાતિ અને અનુ.જનજાતિના લાભાર્થીઓને8.5% વ્યાજ સહાય, ગીર કેકાંકરેજના યુનિટ માટે મહત્તમ 12% વ્યાજ સહાય આપવાનું નક્કી કર્યું છે. પશુનો શેડ બનાવવા માટે પણ રૂ.1.5 લાખ સુધી સહાય મળે છે. જેમાં કાંકરેજ ગાય કે ગીર ગાય માટે રૂ.2.25 લાખ સુધી સહાય મળે છે. વિમાનાપ્રિમિયમમાં રૂ.43,200 સુધી સહાય અને ગીર કે કાંજરેજી ગાય માટે રૂ.51,840 સહાય આપવામાં આવે છે. 1થી 4 પશુ સુધી વ્યાજ રાહત આપવામાં આવે છે.

ઇલેક્ટ્રિક કટર પર 15,000 રૂપિયા, ફોગરસીસ્ટમ 7500 રૂપિયા અને મિલ્કીંગ મશીન પર 33,750 રૂપિયા સુધી સહાય મળે છે. જેમાં ગીર કે કાંકરેજ ગાય હોય તો વધારાની સહાય આપવામાં આવે છે. યુનીટકોસ્ટ અથવા બેંક ઘ્વારા કરવામાં આવેલ ધિરાણ બે માંથી જે ઓછું હશે તે રકમ ઉપર નિયત થયેલ વ્યાજ સહાય ગુજરાત કો-ઓપરેટીવ મીલ્કમાર્કેટીંગફેડરેશન દ્વારા આપવામાં આવે છે. 12 પશુ ખરીદવાIkhedut portal પર અરજી કરવી પડે છે.

દૂધ અને ઘી:
પશુપલકોના જણાવ્યા અનુસાર, 1 કિલો સાદું ઘી તૈયાર કરવા માટે 30 લીટર ગાયના દૂધનો ઉપયોગ કરવો પડે છે. જેનો ભાવ એક કિલોનો રૂ.800થી 900 થાય છે. આવા ઘીની સારી માંગ નિકળી છે. પછી જે પ્રમાણે રોગ હોય તે પ્રમાણે ઘી પણ આવા તબેલામાં બનાવવામાં આવે છે. ગાયને તે પ્રમાણે વનસ્પતિનો ખોરાક આપવામાં આવે છે. તેનું ઘી બનાવવામાં આવે છે. અથવા જે રોગ માટેની વનસ્પતિ વપરાતી હોય તેનો ઉપયોગ માખણને ઘીમાં ફેરવતી વખતે કરવામાં આવે છે. જેનો ભાવ એક કિલોના રૂ.6 હજારથી 10 હજાર હોઈ શકે છે. આવું દરેક રોગ માટેનું ઘી તબેલામાં બનવા લાગ્યું છે. હ્રદય રોગ માટે અર્જુન વનસ્પતિના ખોરાક કે ઉકાળીને ઘી બનાવવામાં આવે છે.

છાણનો રસ, ગૌ મૂત્ર, દૂધ-દહીં અને છાશ મિક્સ કરીને આ ઘી તૈયાર કરવામાં આવે છે. આ ઘી કેન્સર જેવા રોગમાં આપવામાં આવે છે. યાદ શક્તિ વધારવા માટે બ્રાહ્મી અને સેક્સ પાવર વધારવા માટેના ઘી મળતા થયા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post