દરેક પત્ની પોતાના પતિ પાસેથી ઈચ્છે છે આ ખાસ વસ્તુ, જો મળી જાય તો…

Share post

આપણા શાસ્ત્રોમાં પતિ અને પત્નીનો સંબંધ મહાન અને પવિત્ર ગણવામાં આવ્યો છે, જો કોઈ આ સંબંધમાં એકવાર બંધાય એટલે સાત જન્મો સુધી એકબીજા સાથે બંધાશે એવા વચનો લેવડાવવામાં આવે છે, પરંતુ આજના આધુનિક યુગમાં હવે આ બધી બાબતોને હક્કિત માનતું નથી, આજના સમયમાં પતિ અને પત્નીના સંબંધમાં વિશ્વાસનું સ્તર ખુબ ઘટી રહ્યું છે, પોતાનો પતિ શું ઈચ્છે છે એ પત્નીને ખબર નથી હોતી અને પત્ની શું ઈચ્છે છે એ પતિને ખબર નથી હોતી.

તેના કારણે જ પતિ-પત્ની વચ્ચે મતભેદો સર્જાતા હોય છે અને ત્યારબાદ તેનું પરિણામ એ છૂટાછેડા સુધી પણ પહોંચી જતું હોય છે. એક બાજુ ઘણા પતિ-પત્નીના સંબંધો એવા હોય જે ખાલી નામ માત્રના અને ફક્ત દેખાડો કરવા માટે જ હોય છે. તો બીજી બાજુ ઘણા પતિ પત્ની વચ્ચે પુષ્કળ પ્રેમ એ ઘડપણ સુધી પણ જોવા મળતો હોય છે.જો પત્નીની ઈચ્છાઓને પતિ પૂર્ણ કરી દે તો પત્ની તેના પતિનો સાથ કયારેય છોડતી નથી.

દરેક પત્ની પોતાના પતિ પાસે સમય ઇચ્છતી હોય છે, લગ્નના થોડા સમય સુધી તો પતિ પોતાની પત્નીને ભરપૂર સમય આપતો હોય છે, પરંતુ ત્યારબાદ બાદ પતિ પોતાના કામકાજમાં વ્યસ્ત થઇ જાય છે અને પોતાની પત્ની માટે જ સમય કાઢી શકતો નથી, આવા સમયમાં પત્નીના મનમાં પણ પોતાના પતિના પ્રેમની ઉણપ આવવા લાગે છે. માટે પતિએ પત્નીને પોતાની વ્યસ્તતા હોવા છતાં પણ થોડો સમય આપવો જોઈએ.

લગ્ન થયા પછીના શરૂઆતના સમયમાં પતિ દ્વારા પત્નીની નાની નાની વાતે કાળજી લેવામાં આવે છે, પરંતુ ત્યારબાદ કાલજી લેવામાં દહીને ધીમે ઘટાડો થવા લાગે છે, ધીમે ધીમેં પતિ એટલો વ્યસ્ત બની જાય છે કે તેને પોતાની પત્નીના તબિયત પૂછવાનો પણ સમય નથી હોતો, પરંતુ જો પતિ દ્વારા થોડા થોડા સમયે પત્નીના કાળજી ભરેલા ચાર શબ્દો પણ જો પૂછવામાં આવે તો પત્નીને ઘણું સારું અનુભવાતું હોય છે.

દરેક પત્ની ઇચ્છા હોય છે કે જયારે તે તૈયાર થાય, પોતાનો શણગાર કરે ત્યારે તેનો પતિ તેની પ્રસંશા કરવો જોઈએ, લગ્નના થયા પછીના સમયમાં તો આવું થતું હોય છે, પરંતુ ધીમે ધીમે પતિને આ બધી બાબતોમાંથી રસ નીકળી જાય છે. પણ જો પતિ પત્નીની પ્રસંશા હંમેશ કરતો જ રહે તો પણ પતિ-પત્નીના સંબંધો ક્યારેય બગડતા નથી.

પતિ અને પત્નીના સંબંધોમાં રોમાન્સ અને શારીરિક સંબંધો એ એક મહત્વનું પાસું છે. આ બંને વિષયમાં ક્યારેય ઉણપ કે અરૂચી ન આવવી જોઈએ. જો આ સંબંધમાં ઉણપ કે અરુચિ આવે ત્યારે એકબીજાના દિલમાં એકબીજા પ્રત્યે શંકાઓ પેદા થવાનું શરૂ થઇ જાય છે. લગ્નના થોડા વર્ષો બાદ મોટાભાગે પતિઓને રોમાન્સ કરવાનો ધીમે ધીમે ઓછો કરી દેતો હોય છે.

પરંતુ પત્ની તો પોતાના પતિ પાસે હંમેશા રોમાન્સ કરવાની આશા રાખતી હોય છે. પતિએ પણ પત્નીની ઈચ્છાનું ધ્યાન આપવું અને હંમેશા તેની સામે રોમાન્ટિક અંદાજમાં રહેવું જોઈએ.ઘણા પતિઓ લગ્નબાદ પોતાની પત્નીનો જાહેરમાં ઘણા લોકોની સામે મઝાક કરીને તેનું અપમાન કરતા હોય છે, ક્યારેક કોઈ પારિવારિક પ્રસંગમાં કે મિત્રો સામે પત્નીને મઝાક કરી નીચું બતાવવાનો પ્રયાસ કરતા હોય છે. આ એક ખરાબ આદત છે.

દરેક પત્ની એમ ઈચ્છે કે તેનો પતિ તેને સમજે, ક્યારેય મઝાક કરતી વખતે પણ તેનો મઝાક ના કરે, અને હંમેશા તેનો જ પક્ષ લે. માટે પતિએ હમેશા પત્નીનો પક્ષ લેવો જોઈએ, જો તેનાથી કોઈ ભૂલ થઇ હોય તો તેને ખાનગીમાં જણાવવી જોઈએ પરંતુ જાહેરમાં તેની પ્રસંશા જ કરવી જોઈએ.

દરેક સ્ત્રીને સ્વતંત્રતા ગમતી હોય છે, પરંતુ આપણા દેશ અને સમાજની રીત-રીવાજોને કારણે સ્ત્રી સ્વતંત્ર નથી રહી શકતી, પિતાના ઘરે તો થોડી આઝાદી અનુભવે છે પરંતુ લગ્ન થયા બાદ તેનું જીવન ચાર દીવાલોની વચ્ચે જ કેદ થઇ ગયું હોય તેવું તેને લાગે છે, પણ દરેક પતિએ પોતાની પત્નીને આઝાદીનો અનુભવ કરાવવો જોઈએ, થોડી છૂટછાટ તેને પણ આપવી જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post