કોરોના વચ્ચે મંદીના માહોલમાં ઘરમાં ખેતી કરી સારી કમાણી કરી રહ્યા છે ખેડૂતો- જાણો વિગતે

Share post

કોરોના વાયરસનાં કારણે અન્ય રાજ્ય કે સેન્ટરમાંથી વતનમાં આવતા અને નોકરી ગુમાવનાર સામે રોજગારીનો એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. દરેકને લોકોને એ પ્રશ્ન થાય છે કે, આ બધું હવે ક્યાં સુધી ચાલશે? પોતાના રાજ્યમાં પેટ ભરી શકાશે કે પાછાં વતન છોડવાનો વખત આવશે ? પરંતુ આવી ચિંતા કરતા એક વર્ગ માટે ઉદાહરણરૂપ બન્યા છે હુકુમસિંહ. તેઓ ઉત્તરાખંડના ચમુવાના રહેવાસી છે. એક સમયમાં તેઓ દિલ્હીમાં નોકરી કરતા હતા.

પરંતુ હવે તેમણે પોતાના વતન પાછાં ફરીને શાકભાજીની ખેતી કરવાની શરૂઆત કરી દીધી છે. એમની લગન અને મહેનતનું પરિણામ એ આવ્યું છે કે, પરિવારનાં સભ્યોને હવે શાકભાજી શોધવા જવું પડતું નથી. બીજી બાજુ માસિક રૂ. 25,000ની રોકડી થઈ રહી છે. હુકુમસિંહને આશા છે કે, આ આવકમાં એક દિવસ વધારો થશે જ અને હવે વતન છોડીને પાછાં જવાંનો પણ કોઈ વિચાર નથી.

વર્ષ 2016માં દિલ્હીથી પરત આવેલા હુકુમસિંહે જણાવતાં કહ્યું કે, જ્યારે ગામમાં પાછો આવ્યો ત્યારે ઘરે બેઠાં જ કમાઈ શકાય તે માટે એક સ્વરોજગાર યોજના બનાવી હતી. એમની આ ઈચ્છાને ગ્રામ્ય પરિયોજનાનો લાભ મળ્યો હતો. તેથી વધુ એક પોલીહાઉસ તૈયાર કરવામાં પણ મદદ મળી.

આ બાદ પહેલી સીઝનમાં જ તેમણે શાકભાજીનાં ઉત્પાદનની શરૂઆત કરી. જે ખૂબ સારૂ રહ્યું હતું. પહેલી સીઝનમાં જ તેમણે રૂ. 50,000થી પણ વધુ રકમના શાકભાજી વેચી નાંખ્યા હતા. ત્યારપછી આ યોજનાની જ મદદથી જ તેમને એક બીજું પોલીહાઉસ પણ મળી ગયું હતું. જેમાંથી તેમણે 60,000થી પણ વધુ રૂપિયાના શાકભાજી વેચી નાખ્યાં હતા. આ વખતે ટામેટાના ભાવ સારા આવતા આર્થિક નફામાં પણ નોંધપાત્ર વધારો થયો હતો. ખેતી કરનાર દેવકી દેવી જણાવતાં કહે છે કે, એમની પાસે અત્યારે કોઈ અન્ય નોકરી નથી.

તેઓ ઘરમાં જ ખાતર બનાવે છે, અને ખેતી કરી રહ્યા છે. એમને ત્યાં ટામેટા, ભીંડા, મરચા, ફણસ અને ધાણાજીરૂ જેવા મૌસમી પાક એની સીઝન પ્રમાણે પકવીને સારૂં એવું ઉત્પાદન કર્યું છે. પરંતુ શાકભાજીના વેચાણથી સારી એવી આવક થાય છે. લગ્ન પ્રસંગે લોકો અગાઉથી જ સારા શાકભાજી માટે ઓર્ડર આપી જાય છે. ધીમે-ધીમે દેશમાં ઓર્ગેનિક ખેતીનો ટ્રેન્ડ વધતો રહ્યો છે, અને લોકો તે સ્વીકારી પણ રહ્યા છે. હુકુમસિંહની આજુબાજુમાં રહેતા કેટલાંય લોકો પણ શાકભાજી લેવા માટે આવી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post