ક્યારે અને કેવી રીતે થશે આ વ્યાભિચારી કળિયુગનો અંત?- ખુદ વિષ્ણુ ભગવાને જ જણાવ્યું હતું કળિયુગના અંતનું રહસ્ય

Share post

ભગવાન વિષ્ણુ એ સમગ્ર વિશ્વના રક્ષક ગણાય છે, તથા સમગ્ર વિશ્વને ચલાવવાની જવાબદારી પણ ભગવાન શિવજીએ તેમના માથે જ નાંખી હતી. આની પાછળનું તથ્ય એવું છે કે, વિષ્ણુજીની પાસે સુંદરતા પણ છે તથા અતિતીવ્ર બુદ્ધિ પણ છે. વિષ્ણુજીએ ભગવદ્ ગીતાના થોડાં ભાગમાં જણાવ્યું હતું, કે કળિયુગની શરૂઆત કેવી રીતે થશે તથા કેવી રીતે તેનો અંત પણ થશે?

બીજી તરફ તમામ ધાર્મિક ગ્રંથોમાં જુદી-જુદી રીતે જણાવવામાં આવ્યું છે કે, આ કળિયુગી દુનિયાનો એક દિવસ વિનાશ તો થશે જ, પણ તમામ ગ્રંથમાં જુદાં-જુદાં તારણ બતાવવામાં આવ્યા છે. હિંદુ ધર્મના પવિત્ર ગ્રંથ ભગવદ્ ગીતામાં સંસાર તથા વ્યક્તિની સાથે જોડાયેલ ઘણી વાતો લખેલ પણ છે, જેને ભગવાન વિષ્ણુએ જણાવેલ છે.

ભગવાન વિષ્ણુએ જણાવતાં કહ્યું હતું, કે કળિયુગની શરૂઆત સૌપ્રથમ મહિલાઓનાં વાળથી જ થશે. મહિલાઓનાં વાળને તો સ્ત્રીનો શૃંગાર જ કહેવામાં આવે છે, પણ, કળીયુગમાં તેની વિપરીત અસર જ જોવા મળશે એટલે કે તમામ મહિલાઓ તેમના વાળ કાપવાની શરૂ કરી દેશે. એટલું જ નહીં,પણ લોકો એમના વાળને રંગવાનું પણ ચાલુ કરી દેશે, તે પછી ભલે મહિલા હોય કે પુરુષ. તમામ તેમના પ્રાકૃતિક રંગને જ કલર કરવાનું શરૂ કરશે, કળિયુગમાં કોઈપણનાં વાળ કાળા અથવા તો લાંબા પણ જોવા મળશે નહિ.

વિષ્ણુએ જણાવ્યું હતું કે, કળિયુગમાં જે દિવસે છોકરાઓ જ તેમના પિતાની પર હાથ ઉપાડશે, ત્યારે સમજી જવું, કે કળિયુગનો વિનાશ થવાનો સમય પાસે આવી ગયો છે. એટલું જ નહીં, પરંતુ કળિયુગના વિનાશ સમયે દરેક ઘરમાં ઝઘડો જ થશે, કોઈપણ એકબીજાની સાથે હળીમળીને નહિ રહે તથા લોકો પોતાના જ ઘરમાં પરિવારના લોકોને મારી નાંખશે. કળિયુગમાં કોઈપણ એકબીજાને સાચું નહિ કહે, ન તો પતિ પત્ની ને અથવા ન તો બાળકો તેમના માતા પિતાને. તમામ લોકો માત્ર ખોટું જ બોલતા હશે તથા સચ્ચાઈની આંખ પર પણ પટ્ટી બંધાઈ જશે.

વિષ્ણુજીએ કળિયુગના વિનાશ વિશે ખાસ વાત તો એ જણાવી છે કે, કળિયુગમાં લગ્ન તો માત્ર એક કરાર બનીને જ રહી જશે. પતિ એ પત્નીની ઈજ્જત નહિ કરે અથવા ન તો પત્ની એ પતિની ઈજ્જત કરશે. લગ્ન જેવા પવિત્ર બંધનો પણ અપવિત્ર થઇ જશે. કોઈપણ વ્યક્તિનું લગ્નજીવન એ સારી રીતે નહિ ચાલી શકે. કળિયુગમાં તો છોકરીઓ પણ એકદમ અસુરક્ષિત રહેશે. છોકરીઓનું બહાર નીકળવું તો ઠીક પણ તેમના ઘરમાં પણ શારીરિક અથવા માનસિક રીતે જ શોષણ થવા લાગશે.

પોતાના જ ઘરનાં લોકો એની સાથે વ્યભિચાર કરશે તથા બાપ-દીકરી, ભાઈ-બહેન કોઈપણ પ્રકારનાં સંબંધો  પવિત્ર રહેશે જ નહીં.વિષ્ણુજી મુજબ હું, શિવ તથા બ્રહ્મા પણ એક જ થઇ જશે અને પછી તે ત્રણેય મળીને જ આ કળીયુગનો વિનાશ કરી દેશે, કારણકે એમણે જ આ સૃષ્ટિને બનાવી છે, તથા તેઓ સાથે મળીને જ તેનો વિનાશ કરશે. ત્યારપછી એક પવિત્ર યુગની પણ શરૂઆત થઈ જશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post