fbpx
Sat. Jul 20th, 2019

ખેડૂતોને ખાતરની સબસીડી સીધી ખાતામાં જ કેવી રીતે આવશે? જાણો અહીં

કેન્દ્ર સરકારે ખેડૂતોને સીધોજ લાભ આપવાના હેતુથી મોટી ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ હેઠળ સરકાર ખેડૂતોના બેંક ખાતામાં સીધી જ ખાતરની સબસિડી જમા કરવા માટે નવી ટેકનોલોજીથી ડગલું માંડવાની શરૂઆત કરી છે.

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને 70,000 કરોડ રૂપિયા કરતા વધુ ખાતરની સબસિડી સીધી જ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરવાની પહેલ હાથ ધરી છે. આ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર(DBT)ના બીજા સંસ્કરણમાં સરકાર દ્વારા સીધી રીતે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ખાતર સબસિડી જમા કરાવાનો હિસ્સો છે. ઉલ્લેખનીય છે કે DBTનો પહેલા તબક્કો ઓક્ટોબર 2017ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો. DBT 2.0ની શરૂઆત કરતા કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી સદાનંદ ગૌડાએ કહ્યું કે આનાથી યોજનામાં પારદર્શિતા આવશે અને ખાતરના પુરવઠામાં મદદ મળશે.

ખાતર મંત્રી સદાનંદ ગૌડાએ આ ઉપરાંત જણાવ્યું કે, પહેલા તબક્કાની ખામીઓને દૂર કરવાની કોશિશ કરવામાં આવશે. DBT ડેશબોર્ડનું પ્રાવધાન કરવામાં આવ્યું. જેથી આ પ્રકારની માહિતી ક્યારે પણ પ્રાપ્ત કરી શકાશે અને ખાતરની માગ, પુરવઠો અને ઉપલબ્ધતાની તપાસ કરી શકાશે. બીજા તબક્કામાં કરવામાં આવેલ પહેલનો ઉદ્દેશ્ય DBTને વધુ મજબૂત બનાવી છે. આગામી દિવસોમાં વધુ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…