શ્રાવણ માસના છેલ્લા સોમવારના દિવસે ભગવાન શિવને ધરાવો આ ખાસ વાનગીનો ભોગ- પ્રાપ્ત થશે સુખસમૃદ્ધિ

Share post

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ ઘણાં સમયથી ભગવાન શિવનાં શ્રાવણ માસની શરૂઆત તો ઠીક હવે પૂર્ણ થવાં પણ આવ્યો છે. ત્યારે ઘણાં લોકોએ ભગવાન શિવને પ્રસન્ન કરવાં માટે ઘણાં વ્રત તેમજ ઉપવાસ પણ કર્યાં હશે.

આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર છે તો અમે આપનાં માટે સરસ વાનગી લઇને આવ્યા છીએ. સાબુદાણાની ખીર કેટલાંય લોકોને ઘણી પસંદ હોય છે. સાબુદાણાથી શરીરમાં ઘણી ઠંડક પણ પ્રસરે છે. સાબુદાણા એ સ્વાસ્થ્યની માટે ખૂબ જ પૌષ્ટિક પણ હોય છે. તમે ક્યારેય પણ સાબુદાણાની ખીર ખાધી હશે પણ આપ એને ઘરે પણ બનાવી નહીં બનાવી હોય. તો આવો ઘરે પણ બનાવીએ સાબુદાણાની ખીર..

સામગ્રી
કુલ 100 ગ્રામ – સાબુદાણા, કુલ 1 લીટર – દૂધ, કુલ 100 ગ્રામ – ખાંડ, કુલ 3 ચમચી – કાજૂ, કુલ 2 ચમચી – કિશમિશ, કુલ 3 ચમચી – બદામની કતરણ, કુલ 7-8 નંગ પિસ્તા, કુલ 4 નંગ – ઇલાયચી

પહેલાં તો સાબુદાણાને ધોઇને પાણીમાં કુલ 2-3 કલાક સુધી પલાળીને રાખો, હવે એક વાસણમાં દૂધ પણ ગરમ કરવાં માટે મૂકી દો. દૂધને થોડું ઉકળવા દો. હવે પલાળેલ સાબુદાણાને ઉકળતાં દૂધમાં જ નાંખી દો. ત્યારબાદ એમાં ખાંડ પણ ઉમેરો.

જ્યાં સુધી ફરીવાર ઉકાળો ન આવે ત્યાં સુધી રહેવાં દો. ઉકાળો આવ્યા પછી ગેસની આંચને થોડી ધીમી કરી દો. ખીરને વચ્ચે હલાવતાં રહો. હવે એમાં ઇલાયચી તેમજ કાજૂ પણ ઉમેરો. ત્યારબાદ એમાં કિશમિશ પણ ભેળવી દો.હવે એમાં પિસ્તા તેમજ બદામનાં બારીક ટુકડા કરીને ઉમેરી દો.

ખીરને વચ્ચે- વચ્ચે હલાવતા જ રહો. આમ, ખીર ગટ્ટ થાય એટલે કે ગેસની આંચને હવે બંધ કરી દો. તો હવે તૈયાર છે આપની સાબુદાણાની ખીર.. આ ખીરને આપ ગરમા-ગરમ તથા ફ્રીઝમાં ઠંડી કરીને પણ સર્વ કરી શકો છો. ખીરને બદામ તથા પીસ્તાથી પણ ગાર્નિશ કરો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post