દૂધમાંથી બનેલી મીઠાઈ અસલી છે કે નકલી? આ રીતે ઘરેબેઠા તમને ખબર પડી જશે!

Share post

તહેવારો નજીક આવતા જ દુકાનોમાં મીઠાઈની માંગ ખુબ વધી જતી હોઈ છે. તેમજ દૂધમાંથી બનેલ વસ્તુઓંની માંગ પણ વધી જતી હોય છે. માંગ વધતા જ ક્વોલિટીવાળી વસ્તુ મળવી એ પણ મુશ્કેલ બની જતું હોય છે. તહેવારોની સીઝનમાં જ દૂધની કાળાબજારી પણ ખુબ વધારે થાય છે. ગાય-ભેંસના દૂધમાં તો ભેળસેળ કરીને ઝેર ઘોળવામાં આવતું હોય છે.

સાથે જ ફેક્ટરીઓમાં પણ નકલી દૂધ તેમજ તેનાથી બનતા ખાદ્ય પદાર્થોને તૈયાર કરવામાં આવતું હોય છે. હાલમાં રોજબરોજ મોટા જથ્થામાં નકલી વસ્તુઓ પકડાઈ રહી છે. તેમ છતા આ અનીતિવાળા ધંધા પર રોક લાગતી નથી. સસ્તી મીઠાઈના ચક્કરમાં લોકો રોજે રોજ બનાવટી વસ્તુઓનો ખરીદતા હોય છે.

પરંતુ લોકોએ આવી સસ્તી વસ્તુઓ પાછળ ન દોડવું જોઈએ. મુળભાવ પ્રમાણે એક કિલો પનીર બનાવવાની કિંમત 300 થી 350 રૂપિયા થતા હોય છે. જ્યારે  માર્કેટમાં ઘણી જગ્યાઓએ 150 રૂપિયાના કિલો ભાવે પનીર વેચાતું હોય છે. જે સ્પષ્ઠ દર્શાવે છે કે, તે ગાય કે ભેંસના દૂધમાંથી બનાવવામાં આવ્યું નથી. તેને રાસાયણિક પદાર્થો દ્વારા બનાવાયું છે. કે જે ખાવા લાયક હોતા નથી. જો તમે આ પ્રકારનુ પનીર ખરીદો છો તો મતલબ કે તમે તમારા શરીરમાં ઝેર નાખી છે.

થોડુંક કાચુ દૂધ લઈને તેને ઢાળવાળા માર્બલ કે કાચની સપાટી પર રેડો. જો દૂધ સફેદ લાઈનના રેલા છોડતા છોડતા નીચે સુધી પહોંચે તો તે અસલી છે. અને જો આવું નહિ થયું તો સમજો કે તે દૂધ નકલી છે.

અડધા કપ દૂધમાં બરાબર માત્રામાં પાણી મિક્સ કરો. ત્યારબાદ તેને થોડીવાર માટે હલાવો. જો થોડું હલાવ્યા બાદ ફીણ બની જાય તો સમજો કે તે દૂધમાં ડિટરજન્ટથી બનાવવામાં આવ્યું છે.

દૂધમાં વનસ્પતિ ઘી ની તપાસ માટે ત્રણ મિલીમીટર દૂધમાં 10 ટીપા હાઈડ્રોક્લોરિક એસિડ(HCL) અને એક ચમચી ખાંડનો ઉમેરો કરો. પાંચ મિનીટ બાદ જો દૂધનો બદલાઈને રંગ લાલ થઈ જાય તો તેમાં વનસ્પતિ ઘી ભેળ્વાયું છે.

દૂધમાં સ્ટાર્ચની બનાવટ અંગે તપાસ કરવા માટે દૂધમાં કેટલાક ટીપાં ટિંચર આયોડિનનો ઉમેરો કરો. જો દૂધનો રંગ વાદળી બની જાય તો તેમાં સ્ટાર્ચનો ઉમેરો થયેલો છે.

સિન્થેટિક દૂધની ઓળખ કરવા માટે દૂધને હથેળીમાં લઇ બંને હથેળી વચ્ચે રગડો. જો સાબુ જેવુ લાગે તો તેમાં સિન્થેટિક છે.

એક્સપર્ટનું કહેવું છે કે, દેશી ઘી માં બટાકા, મીઠા બટાકા તેમજ સ્ટાર્ચની મિલાવટ છે કે નહિ ચેક કરવા માટે અડધી ચમચી ઘી અને માખણને કાચના ગ્લાસમાં નાખો. તેમાં ટિંચર આયોડિનના બે-ત્રણ ટીપાં ઉમેરો. જો તેનો રંગ બદલાઈને વાદળી થઈ જાય તો સમજો કે દેશી ઘી માં કંઇક ઉમેરાયેલું છે.

થોડી માત્રામાં ખોયા કે પનીરને અલગ અલગ કાચના પાત્રમાં મિકસ કરીને સ્વચ્છ પાણીમાં ધોઈ નાખો. તેમાં ટિંચર આયોડિનના બેત્રણ ટીપાંનો ઉમેરો કરો. જો તેનો રંગ વાદળી થઈ જાય તો સમોજો કે તેમાં ભેળસેળ છે. ખોયા તેમજ પનીરમાં હંમેશા સ્ટાર્ચનો ઉમેરો કરવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post