કેવી રીતે કરવી અશ્વગંધાની ખેતી? જાણો સંપૂર્ણ માહિતી માત્ર એક ક્લિકમાં….

Share post

આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. કેટલાંક ખેડૂતો માત્ર ખેતીમાંથી જ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં હોય એવું જાણવા મળતું હોય છે. હાલમાં દેશના ખેડૂતો વિવિધ પાકો તેમજ ફળોની ખેતી કરી રહ્યાં છે. અમે આપની માટે આવી જ એક લાભદાયી ખેતી એવી અશ્વગંધાની ખેતી વિશે જાણકારી લઈને આવ્યા છીએ. આ ખેતી એ ખેડૂતોની માટે ખુબ જ લાભદાયી સાબિત થઈ શકે છે.

ઓળખ :
અશ્વગંધા એ કુલ 1.5-1.6 મીટર ઉંચો તેમજ પૃથ્વીના મધ્યભાગમાં ઉગતો છોડ છે. આ છોડ સૂકા તથા ઓછા વરસાદ વાળા વિસ્તારમાં પણ જોવા મળે છે. અશ્વગંધા એક મજબૂત તેમજ પાણી વિના પણ રહી શકે છે. અશ્વગંધાને ભારતનો જિનસેંગ એટલે કે  સદા યુવા રાખે એવો છોડ કે શિયાળાની ચેરી પણ કહેવામાં આવે છે.  અશ્વગંધા એ ભારતનાં ઉત્તરપૂર્વ તથા મધ્યભાગમાં ઉગે છે. અશ્વગંધા એ ભારતની પ્રાચીન આયુર્વેદિક પધ્ધતિ તથા યુનાની એક જડીબુટી તરીકે વાપરવામાં આવતો છોડ છે.

અશ્વગંધાના આરોગ્ય ફાયદા :
રોગપ્રતિકાર શક્તિમાં વધારો કરે છે. કોલેસ્ટોરેલ ઓછું કરે છે તથા લોહોમાં બ્લડ સુગર ઘટાડે  છે. શરીરમાં ઘા ને રુઝાવવામાં મદદ કરે છે. અશ્વગંધા તણાવ, ઉત્તેજકતા તેમજ ડિપ્રેસનમાં ઘટાડો કરે છે. અશ્વગંધા શક્તિમાં વધારો કરે છે.

અશ્વગંધા શરીરનાં દાઝેલ ભાગ પર ફોલ્લા તથા દુખાવો ઓછો કરે. યાદશક્તિ તેમજ મુશ્કેલ પ્રશ્નો ઉકેલવાની તાકાતમાં વધારો કરે છે. શરીરના સેલ પાછા જીવિત( રિપ્રોડયુકટીવ ) કરે . અશ્વગંધા આંખની શક્તિમાં વધારો કરે છે. કેન્સરના કોષોને વધતા અટકાવે છે.

ભારતમાં અશ્વગંધાનાં નામ :
અશગંધ ,નાગોરી આસગંધ , રાશભરી( હિન્દી ), અમ્મુકાર , અશુરાગાન્ડિ , ધૂપા ,અમ્મુક્કુંરામ,કંચુકી, ઘોડા અકાન , તિલ્લી,દોરગુણજ,ઘોડા  (મરાઠી),પેનેરૂ, વાજિગન્ધા (તેલુગુ ) વગેરે જેવા નામોથી ઓળખવામાં આવે છે.

અશ્વગંધાની ખેતીમાં હવામાન  :
અશ્વગંધાની ખેતી દરિયાઈ સ્તરથી કુલ 1,500 મીટરની ઊંચાઈ સુધી થઇ શકે છે.  કુલ 30 ઇંચથી ઓછા વરસાદવાળા વિસ્તારમાં પણ ખેતી ખુબ જ સારી રીતે થાય છે. અશ્વગંધાનાં ઉછેર કરતી વખતે સૂકું હવામાન એટલે કે કુલ 22-38 ડિગ્રી વચ્ચેનું તાપમાન સારામાં સારું ગણવામાં આવે છે. અશ્વગંધા કુલ 10 ડિગ્રી જેટલું નીચું તાપમાન પણ સહન કરી શકે છે.

અશ્વગંધાની વાવણી માટે જમીનની તૈયારી :
અશ્વગંધા માટેની જમીન વ્યવસ્થિત રીતે ટ્રેકટોર દ્વારા રાપ હાંકેલી હોવી જોઈએ.  વરસાદની સીઝન પહેલા કુલ 2 વાર રાપ ચલાવેલ જમીનની વાવણી માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ખેતરમાં ઢોરનાં છાણનો ઉપયોગ ખાતર તરીકે સારામાં સારો ગણવામાં આવે છે. અશ્વગંધાની ખેતી માટે સારા પાણી વ્યવસ્થાની જરૂર રહેતી નથી.

વાવણી માટે છોડની તૈયારી :
અશ્વગંધાની ખેતી બીજ વાવણીથી કરવામાં આવે છે. ઊંચી ક્યુઆલિટીના તેમજ જંતુમુક્ત બીજને નર્સરીમાં વાવીને છોડ તૈયાર કરવામાં આવે છે પરંતુ સીધા જ ખેતરમાં બીજ વાવીને પણ ખેતી કરવામાં આવે છે. એક્સપોર્ટ ક્વાલિટીને માટે કલમ પ્રથાનો ઉપયોગ કરવામાં આવે છે. નર્સરીમાં છોડ તૈયાર કરવાં માટે જમીનથી ઉંચે માટી પાથરી દેવામાં આવે છે. જેમાં રેતી તથા બગીચાનું ખાતર વાપરવામાં આવે છે. માત્ર 1 હેક્ટર માટે કુલ 5 કિલો જેટલા બીજની જરૂર રહે છે. બીજને પાતળી રેતીના પડ નીચે દબાવીને બરાબર ચોમાસા પહેલા વિધિ પુર્ણ કરી દેવાની. કુલ 4-5 દિવસમાં બીજમાં છોડ ઉગવા લાગશે. ત્યારબાદ ખેતરમાં છોડ વાવવા જોઈએ.

ખેતરમાં અશ્વગંધા છોડની રોપણી  :
ખાતરની ભરતી પછી છોડના પાળાની વચ્ચે કુલ 50-60 cm જેટ્લુ અંતર રાખવું જોઈએ. સારા તૈયાર થયેલ કુલ 30-35 દિવસનાં છોડની વચ્ચે કુલ 30 cm  જેટલું અંતર રાખવું જોઈએ. કુલ 60cm * 30cm અંતરવાળા કુક 55,000 છોડ માત્ર 1 હેક્ટર જમીન માટે યોગ્ય ગણાય.

અશ્વગંધા બીજની સંખ્યા અને વાવણી પ્રક્રિયા :

સાદી વાવણી પ્રક્રિયાથી બીજનું વાવેતર કરવામાં આવે તો કુલ 12 kg હેક્ટરમાં જરૂરીયાત પડે છે. લાઈન બાય લાઇન વાવેતરની પ્રક્રિયામાં મૂળનું સારું ઉત્પાદન  મળી શકે છે. બીજનું વાવેતર જમીનમાં કુલ 1-3cm નીચે કરવામાં આવે છે. ત્યારપછી રેતીનું  પાતળું પડ ચઢાવવમાં આવે છે. લાઈન થી લાઈન મેથોડમાં કુલ 20-25 cmનું અંતર રાખવામાં આવે છે.

સિંચાઈ :
અશ્વગંધા વધુ પડતું પાણી સહન કરી શકતું નથી એટલે બને ત્યાં સુધી જરૂર મુજબ કુલ 8-10 દિવસનાં અંતરે પાણી આપવામાં આવે તેમજ પાણી ભરેલ  ન રહે તે જરૂરી છે

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post