શાસ્ત્ર અનુસાર જાણો ક્યા ભગવાનની કેટલી પ્રદક્ષિણા કરવી જોઈએ, જો પ્રદક્ષિણામાં આ ભૂલ કરી બેઠા તો બરબાદ થઇ જશે જિંદગી

Share post

બહુ ઓછા લોકો જાણે છે કે, કયા ભગવાનની કેટલી પ્રદક્ષિણા કરવી જોઈએ, ખોટી પ્રદક્ષિણા કરવાથી અશુભ પરિણામ મળે છે. પૂજા કરતી વખતે ભગવાનની પ્રદક્ષિણા એટલે કે પરિક્રમા જરૂર કરવામાં આવે છે. પરિક્રમાએ પૂજાનો જ એક ભાગ છે. ભગવાનની મૂર્તિ ઉપરાંત અનેક લોકો મંદિર તેમજ પવિત્ર વૃક્ષોની પણ પરિક્રમા કરે છે. શાસ્ત્રો મુજબ પરિક્રમાને લગતા ઘણા નિયમો જણાવે છે, તેમજ શાસ્ત્રો મુજબ બધી દેવી-દેવતાઓની પ્રદક્ષિણાની સંખ્યા જુદી જુદી હોય છે.

પંડિતો મુજબ, સૂર્ય દેવની પૂજા કર્યા બાદ તેમની પરિક્રમા જરૂર કરવી જોઈએ, તેમજ તેમની પરિક્રમાની સંખ્યા 7 હોય છે. શાસ્ત્રો મુજબ શ્રી ગણેશની પ્રદક્ષિણાની સંખ્યા 3 છે. ભગવાન શ્રી વિષ્ણુ તેમજ તેમનાં તમામ અવતારોની 4 વાર પ્રદક્ષિણા કરવી જોઈએ. જ્યારે દેવી દુર્ગા સાથે બધા દેવીઓની પ્રદક્ષિણાની સંખ્યા એક હોય છે. હનુમાનજીની 3 તેમજ શિવલિંગની અડધી પ્રદક્ષિણા કરવી જોઈએ. શિવજીની પરિક્રમા કરતા સમયે શિવલિંગની જલધારીને ઓળંગવી ન જોઈએ. જલધારી સુધી પહોંચીને પ્રદક્ષિણા પુરી થઇ જાય છે. જેનાં કારણે શિવલિંગની પ્રદક્ષિણા અડધી ગણવામાં આવી છે.

આ રીતે પરિક્રમા કરો : જયારે પણ પરિક્રમા કરો તે સમયે દિશાનું ધ્યાન રાખો તેમજ ખોટી દિશામાં પ્રદક્ષિણા ચાલુ ના કરો. આ કરવાથી પરિક્રમા કરવાનું ફળ મળતું નથી. શાસ્ત્રો મુજબ પ્રદક્ષિણા કરતી વખતે તમારી દિશા સાચી હોવી જોઈએ. જમણા એટલે કે, સીધા હાથ બાજુથી પરિક્રમા ચાલુ કરવી જોઈએ. જમણાનો અર્થ દક્ષિણ થાય છે, કેમ કે પરિક્રમાને પ્રદક્ષિણા કહે છે. જો મૂર્તિની પરિક્રમા કરવા માટે કોઈ સ્થાન ન હોય તો, તે એક જ જગ્યા પર ગોળ ફરીને પણ પરિક્રમા કરે છે.

તમે લોકો વિચારી રહ્યા હશો કે, પરિક્રમા ફરવાથી શું લાભ મળી શકે છે. તો તમને લોકોને જણાવી દઈએ કે, વાસ્તવમાં જયારે આપણે પરિક્રમા ફરીએ છીએ, તે સમયે આપણું શરીર સકારાત્મક ઉર્જા ગ્રહણ કરે છે, તેમજ મનને શાંતિ મળે છે. જેનાંથી નકારાત્મકતા દૂર થઇ જાય છે.

આ મંત્રનો જાપ કરવો જોઈએ:
પરિક્રમા ચાલુ કરતા પહેલાં તમારે દીવો પ્રગટાવવો જોઈએ. દીવો પ્રગટાવ્યા બાદ જ તમારું પ્રદક્ષિણા ચાલુ કરો. અને પરિક્રમા ફરતા સમયે નીચે જણાવેલ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી પ્રદક્ષિણા સફળ થાય છે.

યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતર કૃતાનિ ચ,
તાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણે પદે-પદે.

આ મંત્રનો અર્થ આ થાય છે કે, જાણે અજાણે થયેલ તેમજ પૂર્વજન્મનાં પણ દરેક પાપ પરિક્રમાની સાથે સાથે નષ્ટ થાય છે. ભગવાન મને સદ્દબુદ્ધિ આપો.


Share post