Mon. Jul 13th, 2020

મહાભારતમાં ગાંધારીએ એક સાથે કઈ રીતે 100 કૌરવોને આપ્યો હતો જન્મ?- આ હકીકત જાણી તમે ચોંકી જશો

Share post

હાલ કોરોના વાયરસના કારણે મળેલા લોકડાઉનને કારણે બધા જ લોકો ઘરે બેસી ગયા હતા. લોકોને કંટાળો ના આવે એ માટે ટેલીવિઝન પર રામાયણ અને મહાભારત ચાલુ કરવામાં આવ્યું હતું. બધાએ મહાભારત અને રામાયણ જોઈ હશે પણ તેમાં રહેલા ઘણા રહસ્યોને તમે નહિ જાણતા હશો. મહાભારત અને રામાયણમાં ઘણા એવા પ્રસંગો છે જેના વિશે આપણને જાણ હોતી નથી. અહિયાં આજે મહાભારતના સૌથી મોટા રહસ્યમય પ્રસંગની વાત કરવાના છીએ. જે પ્રસંગ છે કે ગાંધારીએ એક સાથે કેવી રીતે 100 કૌરવોને જન્મ આપ્યો હતો. આ પ્રસંગ પણ અનેક રહસ્યોથી ભરેલો છે. મહાભારતમાં 100 કૌરવોનો જન્મનું રહસ્ય મોટા ભાગના લોકો નથી જાણતા. મહાભારતની ગાંધારીના પેટથી 100 પુત્રોનો જન્મ કોઈ પ્રાકૃતિક ગર્ભ ઘટના નહીં પરંતુ એક એવો પ્રસંગ છે કે જે ભારતના પ્રાચીન રહસ્યમયી વિજ્ઞાનનું ઉત્તમ ઉદાહરણ સાબિત થઇ છે.

પહેલા તો આપણે એ જાણીએ કે કોણ હતી ગાંધારી?

ગાંધારી ગાંધાર દેશના રાજા “સુબલ”ની દીકરી હતી. ગાંધાર દેશમાં જન્મ લેવાના કારણે તેનું નામ ગાંધારી રાખવામાં આવ્યું હતું. ગાંધાર આજે ભારતના પાડોશી દેશ ગણાતા અફગાનિસ્તાનનો એક ભાગ છે, જેને આજના સમયમાં પણ ગાંધારના નામથી જ ઓળખવા માં આવે છે. મહાભારતના સૌથી ચર્ચિત અને લોકોના તિરસ્કારનું પાત્ર બનતી ભૂમિકા એટલે શકુનીને તો તમે જાણતા જ હશો એ ગાંધારીના ભાઈ હતા. મામા શકુની ગાંધારીના લગ્ન બાદ હસ્તિનાપુર દેશમાં રહેવા આવ્યા હતા. અને તમે જાણતા હશો કે મામા શકુનિને કારણે જ આ મહાભારત રચાયું હતું.

સાથે-સાથે એ પણ જાણીએ કે ધુતરાષ્ટ્ર સાથે ગાંધારીના લગ્ન કેવી રીતે થયા?

તમે જનતા હશો કે ધૃતરાષ્ટ્ર સાથે ગાંધારીના લગ્ન થયા હતા. ધૃતરાષ્ટ્ર હસ્તિનાપુર દેશના મહારાજા હતા. ધૃતરાષ્ટ્ર અંધ હતા એટલે ગાંધારીએ પતિવ્રતા ધર્મ પાળીને આખી જીંદગીભર પોતાની આંખ પર પટ્ટી બાંધી રાખીને પતિની જેમ અંધ બની રહી હતી. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના લગ્ન બાદ તેમને 100 પુત્ર થયા જેમને આજે આપણે કૌરવોના નામથી ઓળખીએ છીએ. પરંતુ આ 100 પુત્રનો જન્મ ઇતિહાસનો સૌથી વિચિત્ર પ્રંસગ બની ગયો છે, જેના વિશે આજે ખુબ ઓછા લોકોને જાણ હશે.

હસ્તિનાપુરની મહારાણી ગાંધારીને ઘણી ધાર્મિક પ્રવૃત્તિની સ્ત્રી માનવામાં આવે છે. ગાંધારીની સેવાથી પ્રભાવિત થઈને મહર્ષિ વેદ વ્યાસ પાસેથી એક આર્શીવાદ પ્રાપ્ત થયા હતા. ગાંધારીને વેદ વ્યાસ તરફથી 100 પુત્ર થવાનું સદ્દભાગ્ય મળ્યું હતું. મહર્ષિ વેદ વ્યાસના આ વરદાનથી ગાંધારી ગર્ભવતી બની હતી. પરંતુ સમય જાતા ગનાધારીને જાણ થઇ કે એમના ગર્ભમાં એક નહીં પરંતુ 100 બાળકોનો ગર્ભ છે. કોઈપણ સામાન્ય સ્ત્રીના ગર્ભમાં 9 મહિનાનું બાળક હોય છે તેવી પરિસ્થતિમાં મહાભારતની ગાંધારીના પેટમાં 2 વર્ષ સુધી ગર્ભવતી બની રહી હતી. 24 મહિના પછી પણ જ્યારે ગાંધારીને પ્રસૃતિ થઈ નહોતી ત્યારે લોકો અલગ અલગ વિચારો કરવા લાગ્યા હતા. આખરે કંટાળીને ગાંધારીએ ગર્ભને પાડી નાંખવાનો નિર્ણય લીધો હતો. ગાંધારીએ પોતાના બાળકનું ગર્ભપાત કરાવ્યુ તો એમાંથી લોખંડની જેમ એક માંસનું એક પિંડ નિકળ્યું, જેને જોઈને મહેલ સહિતના લોકો ગભરાઈ ગયા હતા અને ભિન્ન ભિન્ન પ્રકારની વાતો થવા લાગી હતી.

સાથે-સાથે એક માન્યતા એવી પણ છે કે, આ સમગ્ર પ્રસંગને મહર્ષિ વેદ વ્યાસ નિહાળી રહ્યા હતા. અને ગાંધારીના મોઢે ગર્ભપાતની વાત સાંભડતા જ તેઓ હસ્તિનાપુર દોડી આવ્યા હતા. એમણે મહારાણીના ગર્ભથી નીકળેલા માંસ પિંડ પર પોતાના કમાન્ડરમાંથી જળ છાંટ્યું હતું. પિંડ પર જળ નાખતા જ માંસના પિંડના 101 ટુકડા થઈ ગયાં હતા. ત્યારબાદ વેદ મહર્ષિએ ગાંધારીને આ માંસના પિંડને ઘીથી ભરેલા 101 કુંડામાં નાખીને 2 વર્ષ સુધી રાખી મૂકવા જણાવ્યું હતું. આ ઘટના બાદ બે વર્ષ પછી ગાંધારીએ જ્યારે ઘીના કુંડોને ખોલ્યો હતો. તેમાંથી ગાંધારીએ સૌથી પહેલા જે પિંડને ખોલ્યું એમાંથી પહેલા પુત્ર દુર્યોધનનો જન્મ થયો હતો. તેવી રીતે ગાંધારીએ બધા પિંડોને એક પછી એક ખોલ્યા અને બધા માંથી એક એક કરીને પુત્રનો જન્મ થવા લાગ્યો હતો. આમ 100 પુત્રોના જન્મ થયા હતા.

એટલું જ નહીં, ગાંધારીને એક પુત્રી પણ અવતરી હતી, જેનું નામ દુઃશલા હતું. એવું પણ કેહવામાં આવે છે કે જન્મ લીધા પછી તરત જ દુર્યોધન ગધેડાની જેમ બોલવા લાગ્યો હતો. જેને જોઈને પંડિતો અને જ્યોતિષોએ એવી આગાહી ભાખી કહી હતી કે, આ બાળક કુળનો નાશ કરી દેશે. જેથી જ્યોતિષોએ દુર્યોધનનો ત્યાગ કરવા માટે ધુતરાષ્ટ્રને જણાવ્યું હતું. પરંતુ પુત્રમોહના કારણે ધૃતરાષ્ટ્ર આવું કરી શક્યા નહોતા. તેના પછી તો આખી મહાભારત તમે જોઈ જ હશે. અને એક એક કરીને પાંડવોએ કેવી રીતે 100 કૌરવોનો નાશ કર્યો હતો. તો આ આખો પ્રસંગ જોઇને તમને જાણ થઇ હશે કે મહાભારતનું મુખ્ય કારણ આ દુઃશલા હતી જેના કારણે જ્યોતિષોએ એવી આગાહી ભાખી કહી હતી કે, આ બાળક કુળનો નાશ કરી દેશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post