રસ્તા પર પેમ્પ્લેટ વેચનારાએ પોતાના દમ પર ઉભી કરી એક કંપની, હાલમાં કરી રહ્યા છે આટલા લાખ રૂપિયાનું ટર્નઓવર

Share post

શૌર્ય ગુપ્તાએ થોડા દિવસ પહેલાં જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ફક્ત 17 વર્ષની ઉંમરમાં જ તેમણે પોતાનું કામ શરૂ કરી દીધું હતું. હાલમાં તેઓની કંપનીનું ડર વર્ષે 20 થી 22 લાખ રૂપિયાનું ટર્નઓવર કરી રહ્યા છે. અને તેમણે 8 લોકોને રોજગારી આપી છે. કોલેજમાં અભ્યાસની સાથે સાથે જ શૌર્યએ કંપની ઉભી કઈ રીતે કરી? આવો જાણીએ શૌર્યની શોર્યગાથા, તેના જ મુખેથી…

શૌર્યનું કહેવું છે કે, નાનપણમાંથી જ તેણે પિતાની છત્રછાયા ગુમાવી હતી. માતાએ ઘણી મુશ્કેલી વેઠીને પણ તેનું ભરણપોષણ કર્યું હતું. તેમની માતા એક ફેક્ટરીમાં સુપરવાઈઝરનું કામ કરતા હતા. શોર્ય પોતે પણ એ જ ફેક્ટરીના એક નાનકડા ઘરમાં રહેતાં હતાં. એમની માતાનું એક જ સપનું હતું કે, અમે બંને જુડવા ભાઈઓને સારું શિક્ષણ અપાવવાનું છે. વિપરીત પરીસ્થિતિઓં હોવા છતાં એમણે અમારા બંનેનું એડમિશન નોયડાની એક પ્રાઈવેટ સ્કૂલમાં કરાવ્યું, જેથી અમારે અભ્યાસ સારી રીતે થઇ શકે.

તેઓંનું કહેવું છે કે, અમારી માતા નાનપણથી જ કહ્યા કરતી હતી કે, તે માત્ર સારો અભ્યાસ અને ખાવાનું ખવડાવી શકે છે, પણ બાકી તમારું જીવન તો તમારે પોતે જ બનાવી અને જીવવાનું છે. જો કંઈક સારું કમાશો તો સારું ખાઈ શકશો, નહીંતર રસ્તા પર જ ભટકવું પડશે. માતાની વાતો સાંભળીને અમે બંને ભાઈઓનાં દિલમાં એ વાત ઘુસી ગઈ હતી કે, અમારે મોટો માણસ તો બનવું જ છે, અને આપણું પોતાનું ભવિષ્ય સારું બનાવું જ છે.

શૌર્ય કહે છે, અમે બંને અભ્યાસમાં હંમેશાં એવરેજ રહ્યા, પરંતુ ક્રિએટિવ વિષયોમાં અમારું મગજ ઘણું સારું ચાલતું હતું. 10 માં ધોરણમાં સારા માર્ક્સ આવ્યા તો માતાએ સાયન્સમાં એડમિશન અપાવ્યું, પરંતુ મેં એમને જણાવ્યા વગર જ સ્ટ્રીમ ચેન્જ કરીને કોમર્સ લઈ લીધું. મને બિઝનેસમાં પહેલેથી જ રસ હતો. હું એ જ વિચારતો રહેતો કે, કયો બિઝનેસ કરું? કઈ રીતે કરું? મારે કંઈક કરવાનું ગાંડપણ એટલું હતું કે, બંને ભાઈઓએ સ્કૂલ ટાઈમથી જ એક મિત્ર સાથે મળીને થોડા દિવસમાં જ વેબસાઈટ બનાવી નાખી હતી. જોકે એનાથી કંઈ વિશેષ થયું ન હતું અને થોડા જ દિવસોમાં એ બંધ થઈ ગઈ હતી.

” 12 ધોરણ માં મારા માર્ક્સ ઓછા આવ્યા તો મને કોમર્સની સારી કોલેજમાં એડમિશન મળતું નહોતું. મને બીએમાં એડમિશન મળતું હતું. માં એ કહ્યું, બીએ કરી લે, પરંતુ મારે કોમર્સ સિવાય કંઈ ભણવું જ ન હતું. તેથી મેં કોઈ કોલેજમાં એડમિશન જ ન લીધું અને 12 મા ધોરણ પછી નોકરીની શોધમાં લાગી ગયો. રોજ આમ તેમ ભટકતો રહતો કે ક્યાંક કોઈ કામ મળી જાય. ઘણા ઈન્ટરવ્યુ આપ્યા. કન્સલ્ટન્સી વાળાઓએ પૈસા લીધા પણ નોકરી ન મળી. ત્યારે મને ખબર પડી કે અહિયાં જોબના નામે ફ્રોડ જ ચાલે છે.”

તેઓં કહે છે કે , મેં નોકરી માટે એટલી બધી કંપનીઓ ફેરવી હતી કે, મને એ પણ ખબર હતી કે, ક્યાં કેટલી વેકેન્સી છે અને ત્યાં કોને મળવાનું છે? હું મારા મિત્રોને જણાવતો રહેતો હતો કે, તું ફલાણી કંપનીમાં જઈ શકે છે, ત્યાં વેકેન્સી છે. આ દરમિયાન હું પોતે પણ કંપનીઓનાં ચક્કર લગાવતો જ હતો. ત્યારે એક દિવસ એક કંપનીમાંથી ફોન આવ્યો કે, તમારૂ સિલેકશન થઈ ગયું છે. તમે તમારા 2500 રૂપિયા લઈ જઈ શકો છો. તમારી કન્સલ્ટન્સીની જાણકારી લઈને આવી જજો. હું એમની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. તેમણે ફરીવાર પૂછ્યું કે, તમે કન્સલ્ટન્સીમાંથી જ છો ને. મેં તેમને હા પાડી દીધી હતી.

શૌર્ય આગળ કહે છે કે, આગળના દિવસે હું એ કંપનીમાં પેમેન્ટ લેવા પહોંચ્યો તો તેમણે કહ્યું, તમારે તમારી કંપનીની ડિટેલ આપવી પડશે. કંપની અકાઉન્ટમાં જ પૈસા ટ્રાન્સફર થશે. બસ, ત્યારથી જ મારા મનમાં આઈડિયા આવ્યો કે બહાર લોકો ઈન્ટરવ્યુ મોકલવાના કેન્ડિડેટ પાસેથી પૈસા લેવામાં આવે છે. અને અહીં તો કંપની પોતે જ કેન્ડિડેટને મોકલવાના પૈસા આપી રહી છે. તો કેમ ન આ જ કામ કરવામાં આવે. મેં એક જોબખબરીના નામથી પોતાની કન્સલ્ટન્સી ખોલવાની યોજના બનાવી અને રજિસ્ટ્રેશન કરાવ્યું. આ બધી ઘટના વચ્ચે મને એક કોલેજમાં બીબીએમાં એડમિશન પણ મળી ગયું હતું.

શોર્ય આગળ જણાવે છે, હું કેન્ડિડેટ્સને જોડવા માટે પેમ્ફલેટ વેચવા લાગ્યો હતો. એક વખત ચોકમાં પેમ્ફલેટ વેચતા વેચતા મારા એક મિત્રએ મને જોઈ લીધો, તેણે મારી માતા અને ભાઈને જણાવી દીધું. મને ઘરે ખુબ જ ખીજાયાં હતા, પરંતુ મેં વિચારી લીધું હતું કે હવે મારે આ જ કામ કરવું છે. હું કોલેજ જતો હતો અને ત્યાંથી પરત ફરીને પેમ્ફલેટ વેચવા જ જતો રહેતો.

હું દીવાલો પર પોસ્ટર્સ પણ ચોંટાડતો હતો અને જુદી જુદી કંપનીઓમાં જઈ તેમની રીકવાઈરમેન્ટ અંગે ડિટેલ પણ એકઠી કરતો હતો. ઘણા દિવસો સુધી આમ કરતો રહ્યો. ઘણા મહિનાઓ પછી એક કેન્ડિડેટ મને મળ્યો. મેં તેને એક કન્સલ્ટન્સીમાં મોકલ્યો, જ્યાંથી મને પેમેન્ટ મળ્યું. પછી ધીમે ધીમે મને કેન્ડિડેટ્સ મળવા લાગ્યા. ચાર કંપનીઓમાં મારા કોન્ટેક્ટ થઈ ગયા હતા, જ્યાં હું કેન્ડિડેટ્સને મોકલતો હતો.

શૌર્યએ આગળ કહ્યું કે, “દરેક મહિનાના 18-20 હજાર રૂપિયા ત્યારે આવવા લાગ્યા હતા. ત્યારે મેં વિચાર્યું કે, એક એમ્પ્લોયી હાયર કરી લઉં છું, કેમ કે હું આ કામની સાથે કોલેજ પણ જતો હતો. 15 હજારની સેલરીમાં એક યુવતીને કામ પર રાખી લીધી. અને 5 હજાર રૂપિયાના ભાડામાં એક નાનકડી ઓફિસ પણ ભાડે લઈ લીધી હતી. જોકે આ બિઝનેસે મને કોઈ મદદ ન કરી અને બે મહિનામાં જ બંધ થઈ ગયો.

પરંતુ થોડા મહિના પછી ફરી પાછું કામ શરૂ કરવામાં આવ્યું, જે બાદ મેં બે યુવતીઓને કં પર રાખી લીધી, પરંતુ તેઓં મને જણાવ્યા વગર જ કેન્ડિડેટ્સ પાસેથી કમિશન લેવા માંડી હતી. તેની મને જયારે જાણ થઇ ત્યારે મેં તે બંનેને હટાવી દીધી. તેથી કામ ફરી ઓછું થઈ ગયું. ત્રીજી વખત ફરીવાર આ કામની શરૂઆત કરી. એક આઠમું પાસ કરેલી યુવતીને કામ પર રાખી, જેનું કામ કેન્ડિડેટ્સને કોલ કરીને ડિટેલ લેવાનું હતું. આ વખતે હું નિષ્ફળ ન ગયો. અને અમને સારું કામ મળવા લાગ્યું.”

તેઓં આગળ જણાવે છે, હું આખો દિવસ કોલેજમાં જ રહેતો હતો. ઓફિસમાં આ યુવતી દ્વારા કામ ચાલી રહ્યું હતું. ત્યારબાદ એક પછી એક એમ ત્રણ એમ્પ્લોયી રાખી લીધા હતા. લોકડાઉન પહેલાં સુધી અમારી કંપનીનું ટર્નઓવર અંદાજે 20 થી 22 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. હાલમાં મારી પાસે 8 લોકોનો સ્ટાફ છે. સ્ટાફની સેલરી અને ભાડું આપ્યા બાદ હું ડર મહીને 80 થી 90 હજાર રૂપિયા કમાઈ લઉં છું. થોડા મહિના પહેલાં જ મેં પોતાના પૈસે કાર પણ ખરીદી લીધી હતી.

તેઓંનું કહેવું છે કે, “હાલમાં જ મારું ગ્રેજ્યુએશન પૂરું થયું છે. હવે હું બિઝનેસ ટ્રેનિંગ પર પણ કામ શરૂ કરવાનો છું. હાલના સમયમાં સ્પર્ધકોમાં આવડતની ઊણપ વધારે જોવા મળે છે, અમે તેમની ખામીઓને દૂર કરીશું અને સારા એવા પ્લેસમેન્ટ પણ કરાવી આપશું. દરેક વ્યક્તિને હું ફક્ત એટલો જ મેસેજ આપવા માગું છું કે, તમારી અંદર કંઈક કરી છૂટવાની ભાવના હોયને, તો તેમાં જ રચ્યાપચ્યા રહેજો. તમને લોકો ડરાવશે, નિર્બળ બનાવવાના પ્રયત્નો પણ કરશે, પરંતુ તમે જે કામ કરી રહ્યા છો, તેમાં પોતાની જાતને સમર્પિત કરી દીધી હોય તો, તે કાર્યમાં તમને સફળતા ચોકસથી મળશે જ, એ હું ગેરંટી સાથે કહું છું.”

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post