જાણો કેવી રીતે અમદાવાદના ખેડૂતોએ રાતોરાત શરુ કરી દીધી ઉંચી કમાણી, આઈડિયા જાણી તમે પણ…

Share post

દિલ્હીમાં છેલ્લા 1 મહિના કરતાં પણ વધારે સમયથી મોદી સરકારના 3 કૃષિ કાયદાની વિરુદ્ધ આક્રમક રીતે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે હાલમાં જ સુપ્રિમ કોર્ટ દ્વારા ખેડૂતોના હિતને ધ્યાનમાં લઈને આદેશ આપવામાં આવ્યો છે કે, હાલમાં આ કાયદાઓ પર રોક લગાવવામાં આવે. આવા સમયની વચ્ચે હાલમાં એક જાણકારી સામે આવી રહી છે. રાજ્યમાં આવેલ અમદાવાદ શહેરના બોપલ, શીલજ, સાયન્સ સિટી, ગાંધીનગર સહિત આજુબાજુના વિસ્તારોમાં ક્રિકેટ રમવા માટે બહોળો અવકાશ ઉભો થયો છે.

ખુલ્લી જગ્યા તથા ખેતરોને માલિકો ક્રિકેટની પીચ અને મેદાન બનાવીને ભાડે આપવામાં આવી રહ્યાં છે કે, જેનું ભાડું કલાક પ્રમાણે લેવામાં આવે છે. કલાકના કુલ 1,500 રૂપિયાથી લઈને દરરોજના કુલ 15,000રૂપિયાના ભાડે ક્રિકેટ ગ્રાઉન્ડ ભાડે મળે છે. જેથી ખેલાડીઓને સુવિધા તથા સારી પીચવાળા મેદાનો મળી રહે છે. આની સાથે જ જમીન માલિકોને ખુબ સારો એવો બિઝનેસ પણ થઇ રહ્યો છે. ક્રિકેટપ્રેમીઓ મેદાન મફતમાં ખેલાડીઓને આપે છે. શહેર પાસે આવેલ કુલ 50 જેટલાં મેદાન ખેલાડીઓના હોટ ફેવરિટ થયાં છે.

સોમ-શુક્રમાં કુલ 7,000 સુધીનું લેવાય છે ભાડું:
સોમથી શુક્રમાં કુલ 7,000 રૂપિયા સુધીનું ભાડું લેવામાં આવે છે જયારે કલાકનાં કુલ 1,500 રૂપિયા ભાડા રૂપે લેવામાં આવે છે. શનિ-રવિમાં કુલ 15,000 રૂપિયા ભાડું લેવામાં આવે છે. સાયન્સ સિટી, થલતેજ, તેમજ શીલજ પર પણ ક્રિકેટ માટે ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યા છે કે, જ્યાં કોર્પોરેટ કંપનીની ક્રિકેટ મેચનું પણ આયોજન કરવામાં આવે છે.

પટેલ સમાજની ટૂર્ના. નિ:શુલ્ક યોજાય છે:
વર્ષો પહેલાં આ જગ્યાં પર ખેતી કરવામાં આવતી ત્યારે અહીં મેદાન બનાવવામાં આવ્યું છે. અહીં સ્થાનિક પ્લેયર્સ મેચ રમે છે. આની માટે પ્લાસ્ટર પીચ પણ તૈયાર કરવામાં આવે છે. વર્ષમાં એકવખત આ મેદાન પર પટેલ સમાજની નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવે છે. અન્ય સામાજિક ટૂર્નામેન્ટ માટે પણ મેદાન આપવામાં આવે છે.

મેન્ટેનન્સ માટે કુલ 1,500 રૂપિયા લઇએ છીએ:
આજુબાજુના વિસ્તારમાં કુલ 500થી પણ વધારે યુવાનો મેચ રમવાં માટે આવતાં હતા. મિત્રોએ નક્કી કરીને સ્થાનિક સ્તરે જ કેનાલ નજીકના પટેલ ગ્રાઉન્ડમાં ટર્ફ પીચ તૈયાર કરવામાં આવી હતી. ક્રિકેટપ્રેમીઓ દર શનિ-રવિ મેચ રમવા માટે આવે છે. અન્ય કરતાં ખુબ ઓછો ચાર્જ લઇએ છીએ. મેન્ટેનન્સ માટે ફક્ત 1,500 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…