fbpx
Wed. Oct 16th, 2019

જાણો આજ નું રાશી ફળ…..13/07/2019

મેષ:

નોકરિયાતવર્ગ રૂટિન કામમાં કંઈક નવું કરી શકે છે. બિઝનેસમાં નવું કરવાનું વિચારી શકો છો. તેમાં લાભ પણ થશે. નવા કામ ઉપર તમારું ધ્યાન રહેશે. તમારા મનમાં પ્લાનિંગ ચાલશે. તમે વ્યવહારું રહેશો. ચતુરાઈથી કામ કરો. પૈસાની બાબતમાં દિવસ સારો રહેશે. યાત્રાનો યોગ બની રહ્યો છે.

વૃષભ:

આજે તમને સફળતા મળશે. જરૂરી કામ પૂરા કરવાના પ્રયત્નો કરશો. પરિવાર માટે ખરીદી કરશો. પરિવારનું વાતાવરણ સારું રહેશે. યાત્રાથી તમારું મોટું કામ પૂરું થશે. કામનું ભારણ રહેશે.અમુક લોકો તમારી વાત સાથે સહમત થશે નહીં. લોકો સાથે બળજબરી ન કરવી. ખર્ચ વધી શકે છે. બીજાને તમારી વાત મનાવવામાં મુશ્કેલી આવે છે.બિઝનેસમાં જોખમ ભરેલા નિર્ણય ન લેવા. ખર્ચમાં વધારો થશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે. ઓછી મહેનતમાં સારું પરિણામ મળશે.વિરુદ્ધ જેન્ડરના લોકોને લાલ કે કેસરી રૂમાલ આપવો.

મિથુન:

આજે ધનલાભ થશે. સફળતા મળશે. આજે બનનાર ઘટના તમને મદદ કરશે. અમુક પ્રશ્નોનું તમને સમાધાન મળશે. કોઈ ખાસ વ્યક્તિ તમારી મદદ કરી શકે છે. તમે જે વિચારી રહ્યા છો તે કરો. જૂના સંપર્કો કામ આપશે.બીજા માટે તમારા મનમાં ખોટી વિચારધારા બનશે. નજીકના લોકોની વાતનું ખોટું લાગી શકે છે. ઓફિસમાં વિચિત્ર સ્થિતિ બનશે. કામમાં મન લાગશે નહીં. ભાવનાઓ ઉપર કાબૂ રાખવો.ઓફિસમાં કામ વધારે રહેશે. લોકોની મદદ મળશે. તમારે સ્વભાવને બદલવો પડશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે.

કર્ક:

ખાસ કામમાં પરિવારના સભ્યની મદદ મળશે. તમને સારી તક મળશે. મધુર બોલીને તમારું કામ કરાવી શકશો. ખાસ કામમાં પહેલ તમારે કરવી પડશે. મનની વાત કહેવામાં સંકોચ ન કરો. પરીવાર સાથે સારો સમય પસાર થશે. હકારાત્મક અભિગમ રાખો.ભાગદોડના કારણે ગુસ્સો વધશે. જૂના વિવાદમાં ન પડવું. તમારા મનમાં ખરાબ વિચારો આવી શકે છે. દુશ્મનો તમારા ઉપર હાવી થઈ શકે છે. બિનજરૂરી ખર્ચ પણ વધશે. કામકાજમાં અવરોધ આવશે.

સિંહ:

આજે તમારી મુશ્કેલીઓને શેર કરવા માટે કોઈ વ્યક્તિને શોધશો. આવક વધારવાના રસ્તાઓ વિશે વિચારશો. દિવસ ભાગદોડભર્યો રહેશે, પરંતુ દિવસના અંતે સારી ઘટનાઓ બનશે. દૂરના સંબંધીઓ સાથે વાત થઈ શકે છે.ખર્ચમાં વધારો થશે. લવ લાઈફમાં અણબનાવમાં કોઈ નિર્ણય નહીં લઈ શકો. રોજિંદા કામમાં મુશ્કેલીઓ આવશે. તમે પ્લાનિંગ કરેલા પૂરા નહીં થાય. આર્થિક તંગીના કારણે તમારો આત્મવિશ્વાસ ઘટશે. વિવાદથી બચવું. બીજા લોકોના ભરોસે રહેવું નહીં.

કન્યા:

તમને કોઈ સારા સમાચારની રાહ હશે. આજે નોકરી અને બિઝનેસમાં નવી યોજના બની શકે છે. જેનો તમને આવનારા દિવસોમાં ફાયદો મળશે. તમારી મહત્વકાંક્ષા વધશે. કરિયરમાં તમે નવું કામ કરવાની કોશિશ કરશો. તમારી વિચારવાની ક્ષમતાથી લોકો પ્રભાવિત થશે. તમારી સલાહથી લોકોને ફાયદો થશે.આજે ઉતાવળ કરશો તો મુશ્કેલી સર્જાશે. ભાગદોડ પણ રહેશે. સ્પષ્ટ વાત કરવામાં તમારે સાવધાની રાખવી પડશે. તમારી વાતને રજૂ કરવામાં પણ મુશ્કેલી પડશે. તમારી યોજના પણ અધૂરી રહી શકે છે. કામમાં અવરોધ આવી શકે છે.

તુલા:

તમારે પૈસા અને પરિવારની બાબતમાં ધ્યાન આપવું જોઈએ. બિઝનેસ માટે દિવસ સારો રહેશે. તમારો આત્મવિશ્વાસ વધશે. સાથે કામ કરનાર લોકો તમારી વાત સાથે સહમત થઈ જશે. દુશ્મનો ઉપર જીત મળશે. પરીવારની મદદ મળશે.કોઈ સાથે સંબંધ બગડે નહીં તેનું ધ્યાન રાખવું. તમારે બીજાના કારણે અમુક વસ્તુનો ત્યાગ કરવો પડશે. બીજા લોકો માટે કામ પણ કરવું પડશે. અમુક વાત વણસી પણ શકે છે. મહેનત વધારે કરવી પડશે. મહેનત પ્રમાણે ફળ મળશે નહીં.

વૃષિક:

કોઈ એવું કામ કે યોજના બની શકે છે જેનો ફાયદો તમને આવનાર દિવસોમાં મળશે. સમજી વિચારીને બોલશો તો વિવાદથી બચી જશો. જીવનસાથી કે સંબંધી માટે સમય કાઢવો પડશે.અમુક ભૂલોના કારણે તમે પરેશાન થઈ શકો છો. કુંડળીમાં ચંદ્રમાની સ્થિતિ તમારી મુશ્કેલી વધારશે. તમારો ખર્ચ વધી શકે છે. કામમાં અવરોધ આવી શકે છે. વાહનને સંભાળીને ચલાવવું. દિવસ પડકારજનક હશે.તણાવ રહેશે.

ધન:

આજે કરિયરમાં બદલાવ આવી શકે છે. જે થશે તે તમારા માટે સારું થશે. કરિયરમાં આગળ વધવાની યોજના બની શકે છે. કોઈ યોજના બનાવશો તો તેનો મોટો લાભ મળશે. બિઝનેસમાં મૂંઝવણની સ્થિતિ છે તે દૂર થશે. નવું કામ કરવાથી ફાયદો થશે.મહેનત વધારે કરવી પડશે. થોડીક મુશ્કેલી આવશે. ભાવનામાં આવી એવી વાત કરી શકો છો જે તમને નુકસાન પહોંચાડી શકે છે.

મકર:

આજે ઓછું બોલવું અને વધારે સાંભળવું તમારા માટે સારું રહેશે. નજીકના લોકો સાથે સહાનુભૂતિ રાખવી. રોમાન્સમાં સમય વિતશે. મોટાભાગના કામમાં તમને સફળતા મળશે. માન-સન્માનમાં વધારો થશે. તમારે ધીરજ રાખવી પડશે. પૈસા અને સંપત્તી સાથે જોડાયેલી મત્વના સોદા થશે.મુશ્કેલીઓ આવશે. ભૂલો અંગે સફાઈ આપવી પડસે. બિઝનેસ પાર્ટનર કે જીવનસાથી તમારાથી નારાજ થઈ શકે છે. એક સમયે એકથી વધારે કામમાં વ્યસ્ત રહેશો. નવું કામ શરૂ કરવું નહીં. જૂનો હિસાબ ન મળવાના કારણે તમારી પરેશાની વધી શકે છે. કોઈ અટવાયેલા કામના કારણે નોકરીમાં મુશ્કેલી આવી શકે છે.

કુંભ:

ચંદ્રમાની સ્થિતિના કારણે આજે તમારે કામ વધારે કરવું પડશે. તમારા કામના વખાણ થશે. અચાનક મોટા લોકો સાથે સંપર્ક થશે. કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. માતા-પિતાનું સુખ મળશે. કામમાં પ્રયત્નો કરવાથી સફળતા મળશે. તમારા નિર્ણયો સાચા સાબીત થશે. પાર્ટનરશિપમાં ફાયદો થશે. તમારી પ્રતિષ્ઠા વધશે. પિતા સાથે સંબંધો સુધરશે. વ્યવહારમાં બદલાવ આવી શકે છે. મિત્રોનો સહકાર મળશે.ઓફિસમાં કામમાં આળસ ન કરવી. પરિવારની બાબતોમાં તમે વ્યસ્ત થઈ જશો. તણાવ રહેશે. કામમાં વાર લાગશે. જેનાથી તેનો લાભ તમને મળશે નહીં.

મીન:

કામમાં બદલાવ થશે. નવા વિચારો ઉપર કામ થશે. નવી ઓફરને સ્વિકારવા માટે તૈયાર રહો. સારા સમાચાર તમને મળી શકે છે. પ્રેમીને મનની વાત કહેવા માટે સારો સમય છે. તમારી વાતોથી લોકોને ઈમ્પ્રેસ કરશો. તમારી બચત વધશે.મોંઘી વસ્તુ ખરીદવાનું તમે વિચારી શકો છો. મુશ્કેલ સવાલોના જવાબને શોધવા માટે તમે વ્યસ્ત રહેશો. કામમાં ભારે દબાણ રહેશે. સમયસર મદદ ન મળવાના કારણે તમારો મૂડ ખરાબ થશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…