આ શાકભાજી એટલી મોંઘી છે કે, ખરીદવા માટે લોકોએ બેંકમાંથી લેવી પડે છે લોન

Share post

ભારતમાં વિવિધ પાક તેમજ ફળોની ખેતીની સાથે જ શાકભાજીની પણ ખેતી કરવામાં આવે છે. હાલમાં એક એવી જાણકારી સામે આવી રહી છે કે, જેને જાણીને તમને પણ નવાઈ લાગશે. સામાન્ય રીતે શાકભાજીનાં ભાવ 100 અથવા તો 200 રૂપિયા કિલો હોય છે પણ વિશ્વમાં એક એવી પણ શાકભાજી છે કે, જેની કિંમત જ એટલી છે કે અમીરો પણ એને ખરીદતા પહેલાં 10 વાર વિચાર કરશે. આ શાકભાજી ખરીદવાં માટે માટે તમારે કુલ 1,000 યૂરો પ્રતિ કિલો ચુકવવા પડશે એટલે કે, ભારતીય રૂપિયા મુજબ કુલ 82,000 રૂપિયા પ્રતિ કિલોમાં આ શાકભાજી મળે છે. આ શાકભાજીનું નામ ‘હૉપ શૂટ્સ’ છે. આનું જે ફૂલ હોય છે એને ‘હૉપ કૉન્સ’ કહેવામાં આવે છે.

‘હૉપ શૂટ્સ’ ઔષધીય ગુણોથી ભરપુર :
અહી ઉલ્લેખનીય છે કે, એના ફૂલનો ઉપયોગ બીયર બનાવવા માટે કરવામાં આવે છે. જ્યારે બાકી ડાળીઓનો ઉપયોગ ખાવા માટે કરવામાં આવે છે. મોંઘી હોવાને લીધે એવું કહેવામાં આવે છે કે, હૉપ શૂટ્સને ખાવા માટે તમારે બેંકમાંથી લૉન લેવી પડી શકે છે. ‘હૉપ શૂટ્સ’ ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. આને લીધે એનો ઉપયોગ જડીબુટ્ટી તરીકે કરવામાં આવે છે. દાંતનાં દુ:ખાવામાંએ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. આની ઉપરાંત ટીબી જેવી ગંભીર બીમારીની સારવાર માટે પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં એન્ટીબાયૉટિકના ગુણો જોવાં મળે છે. ‘હૉપ શૂટ્સ’ને લોકો કાચું પણ ખાય છે પરંતુ એ ખુબ જ કડવું હોય છે.

ઈંગ્લેંડમાં આના પર 18મી સદીમાં ટેક્સ લગાવવામાં આવ્યો :
આની ડાળીઓનો ઉપયોગ સલાડ તરીકે કરવામાં આવે છે. આનું અથાણું પણ બનાવવામાં આવે છે. જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ તથા લાભદાયક હોય છે. અંદાજે ઇ.સં. 800ની આજુબાજુ લોકો બીયરમાં મેળવીને પીતા હતા તેમજ આ ક્રમ હજુ સુધી ચાલતો આવી રહ્યો છે. સૌ પ્રથમ આની ખેતી ઉત્તર જર્મનીમાં શરૂ થઈ તેમજ ત્યારપછી ધીમેધીમે એ સમગ્ર દુનિયામાં ફેલાઈ. આની ખાસિયતો જોઇને ઇંગ્લેન્ડમાં આના પર 18મી સદીમાં ટેક્સ પણ લગાવવામાં આવ્યો હતો. આની સાથે એ પણ અનિવાર્ય કરી દેવામાં આવ્યું હતુ કે, જો બીયર બનાવવામાં આનો ઉપયોગ કરવામાં આવે, જેને લીધે એનાં સ્વાદમાં વધારો થાય.

માત્ર એક દિવસમાં એની ડાળીઓ 6 ઇંચ સુધી વધી જાય છે :
માર્ચ માસથી લઇને જૂન માસ સુધી ‘હૉપ શૂટ્સ’ની ખેતી કરવાં માટે મહત્વનો સમય માનવામાં આવે છે. એનો છોડ ભીનાસની સાથે જ સૂર્યનો પ્રકાશ મળવાથી ઝડપથી વધે છે. એવું કહેવામાં આવે છે કે, માત્ર 1 જ દિવસમાં આની ડાળીઓ કુલ 6 ઇંચ સુધી વધી જાય છે. અન્ય એક વિશેષતા તો એ રહેલી છે કે, શરૂઆતમાં એની ડાળીઓ જાંબુડી રંગની હોય છે. ત્યારપછી લીલા રંગમાં પરિવર્તિત થઈ જાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post